Entertainment News/ 2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ની 200 કરોડની કમાણી, જાણો ફિલ્મની સફળતાનું રહસ્ય

માત્ર 2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ ફિલ્મની બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા. પબ્લિસિટીના જોરે કરી 200 કરોડથી વધુની કમાણી

Breaking News Mantavya Vishesh Entertainment
Hanuman Ansh

Entertainment News : મોટા બજેટ, સુપરસ્ટાર અને મલ્ટિસ્ટારર ફિલ્મોની વચ્ચે એક લો-બજેટ ફિલ્મ Hanuman Ansh એ બોક્સ ઓફિસ પર એવો કમાલ કર્યો છે કે હવે તેની ચર્ચા આખા ફિલ્મ ઉદ્યોગમાં થઈ રહી છે. નીમ કરોલી બાબાના જીવન અને ઉપદેશોથી પ્રેરિત ફિલ્મ ‘હનુમાન અંશ’એ માત્ર અંદાજે 2 કરોડના બજેટમાં બનેલી હોવા છતાં 200 કરોડથી વધુની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

શરૂઆતમાં ધીમી, પછી બોક્સ ઓફિસ પર ધમાકો

7 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’ની શરૂઆત ખાસ રહી નહોતી. ફિલ્મે ઓપનિંગ ડે પર માત્ર આશરે 10 લાખની કમાણી કરી હતી. પહેલા બે અઠવાડિયામાં ફિલ્મનું નેટ કલેક્શન(Box Office Collection) પણ માત્ર 1.48 કરોડ જેટલું રહ્યું હતું. જોકે, ત્યારબાદ ફિલ્મને મળેલી પોઝિટિવ માઉથ પબ્લિસિટીએ આખી બાજી પલટી નાખી.

16મા દિવસથી ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને ધીમે ધીમે તેના શો અને દર્શકો બંને વધવા લાગ્યા. છઠ્ઠા અઠવાડિયામાં પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર મજબૂત રીતે ટકી રહી હતી.

2 કરોડના બજેટથી 200 કરોડથી વધુનો બિઝનેસ

અહેવાલો અનુસાર ફિલ્મનું બજેટ 2 કરોડ (Low Budget Film)થી ઓછું હોવાનું જણાવાયું છે. ફિલ્મે થોડા જ અઠવાડિયામાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો. 12 સપ્ટેમ્બર સુધીના અહેવાલ પ્રમાણે ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 205.15 કરોડ સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ પણ ફિલ્મની કમાણી ચાલુ રહી.

Hanuman Ansh
magic of ‘Hanuman Ansh’! Earned over 200 crore on a budget of 20 crore.

14 સપ્ટેમ્બરના એક બોક્સ ઓફિસ અહેવાલ પ્રમાણે ફિલ્મનું ભારતનું નેટ કલેક્શન 214.63 કરોડ અને ઇન્ડિયા ગ્રોસ 253.55 કરોડ સુધી પહોંચી ગયું હતું.

શું છે ‘’Hanuman Ansh’ની કહાની?

ફિલ્મની કહાની એક એવા યુવાન લક્ષ્મીનારાયણની આધ્યાત્મિક યાત્રા પર આધારિત છે, જે માતાના વિયોગ બાદ ઈશ્વરની શોધમાં નીકળે છે. આ યાત્રા દરમિયાન તેને અનેક આધ્યાત્મિક અનુભવો થાય છે અને અંતે તેની કહાની નીમ કરોલી બાબાના જીવન તથા તેમના સંદેશ સાથે જોડાય છે. ફિલ્મમાં પ્રેમ, સેવા, ભક્તિ અને સમર્પણ જેવા સંદેશને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. નીમ કરોલી બાબાને હનુમાનજીના પરમ ભક્ત તરીકે માનનારા લોકોમાં ફિલ્મને ખાસ પ્રતિસાદ મળ્યો છે.

માઉથ પબ્લિસિટી બની સૌથી મોટી તાકાત

ફિલ્મની સફળતાનું સૌથી મોટું કારણ તેની વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી માનવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં ફિલ્મને મર્યાદિત સ્ક્રીન મળી હતી, પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોએ અન્ય લોકોને પણ ફિલ્મ જોવાની ભલામણ કરી. પરિણામે ફિલ્મના શો અને ઓક્યુપન્સીમાં વધારો થયો અને કમાણી સતત વધી.

આ ફિલ્મની સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બોક્સ ઓફિસ પર માત્ર મોટું બજેટ કે સ્ટાર પાવર જ કામ કરતું નથી. જો વાર્તા દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ બનાવી શકે, તો નાની ફિલ્મ પણ મોટી સફળતા મેળવી શકે છે.

ફિલ્મની ટીમ અને સંગીતની પણ ચર્ચા

‘હનુમાન અંશ’નું દિગ્દર્શન અને લેખન વિશાલ ચતુર્વેદીએ કર્યું છે. નીમ કરોલી બાબા (Neem Karoli Baba)ની ભૂમિકામાં શોભિનવ સત્ય જોવા મળે છે. ફિલ્મના સંગીત અને ભજનોની પણ ખાસ ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર ફિલ્મના કેટલાક ગીતો અને સંગીત પાછળ કલાકારોની વ્યક્તિગત આસ્થા અને સમર્પણની કહાની પણ જોડાયેલી છે.

લો-બજેટ ફિલ્મ બની બોક્સ ઓફિસની મોટી સ્ટોરી

‘હનુમાન અંશ’ની સફળતા માત્ર 200 કરોડનો આંકડો પાર કરવાની કહાની નથી. આ ફિલ્મે ખૂબ ઓછા બજેટમાં, મર્યાદિત શરૂઆત બાદ અને કોઈ મોટા સુપરસ્ટાર વિના દર્શકોનો વિશ્વાસ જીત્યો છે.

Hanuman Ansh
magic of ‘Hanuman Ansh’! Earned over 200 crore on a budget of 20 crore.

એક તરફ મોટા બજેટની ફિલ્મો શરૂઆતના દિવસોમાં કરોડોની કમાણી માટે જાણીતી છે, તો બીજી તરફ ‘હનુમાન અંશ’એ ધીમે શરૂઆત કરીને માઉથ પબ્લિસિટી, આધ્યાત્મિક કન્ટેન્ટ અને દર્શકોના વિશ્વાસના આધારે બોક્સ ઓફિસ પર લાંબી રેસ જીતી છે.

આ જ કારણ છે કે ‘હનુમાન અંશ’ હવે માત્ર એક સફળ ફિલ્મ નહીં, પરંતુ લો-બજેટ ભારતીય સિનેમા (Indian Cinema)ની સૌથી ચર્ચિત બોક્સ ઓફિસ સ્ટોરીમાંથી એક બની ગઈ છે.


આ પણ વાંચો:ભારતીય સિનેમાના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ! ‘હનુમાન અંશ’ ફિલ્મે સર્જાયો ઓલ-ટાઈમ રેકોર્ડ

આ પણ વાંચો:‘હનુમાન અંશ’ ફેમ અંધ ગાયક સુનીલ લોધીના જીવનમાં ચમત્કાર; સ્ટેજ પર જુબીને આપ્યો સરપ્રાઈઝ

આ પણ વાંચો:‘હનુમાન અંશ’ નો ધમાકો! અક્ષય-સૈફની ‘હૈવાન’ ફ્લોપ તરફ, કમાણી રૂ. 200 કરોડને પાર