Entertainment News : બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) મુંબઈના બાંદ્રા સ્થિત સી-ફેસિંગ અને અત્યંત લક્ઝુરિયસ બંગલા ‘મન્નત’ (Mannat) માં રહે છે. આશરે 300 કરોડ રૂપિયાની કિંમત ધરાવતું આ ડ્રીમ હોમ અવારનવાર તેની ભવ્યતાને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં મન્નતમાં નવી ગેલેરીનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે, જે અંગે શાહરૂખે પોતે ASK SRK સેશનમાં ફેન્સ સાથે અપડેટ શેર કર્યું હતું.
Shah Rukh Khan : 25 લાખની નેમપ્લેટ અને ક્રિસ્ટલની ખાસિયત
મન્નતની બહાર લગાવવામાં આવેલી નેમપ્લેટની કિંમત આશરે 25 લાખ રૂપિયા છે. આ નેમપ્લેટને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને પોતે ડિઝાઇન કરી છે.અગાઉ એવી અફવા હતી કે આ નેમપ્લેટમાં હીરા જડવામાં આવ્યા છે, પરંતુ ગૌરી ખાને બાદમાં સ્પષ્ટતા કરી હતી કે પોઝિટિવ વાઇબ્સ અને શાંતિ માટે ખાસ ‘ગ્લાસ ક્રિસ્ટલ’ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.શાહરૂખે 2001 માં 13.32 કરોડ રૂપિયામાં ‘વિલા વિયેના’ નામની પ્રોપર્ટી ખરીદીને તેનું નામ મન્નત રાખ્યું હતું. ઘરમાં 5 બેડરૂમ, મૂવી થિયેટર, જિમ, લાઈબ્રેરી અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ છે.
મહિનાનું લાખોનું લાઈટ બિલ અને આગામી ફિલ્મ
આ આલીશાન બંગલાનું એક મહિનાનું વીજળીનું બિલ આશરે 43 થી 45 લાખ રૂપિયા આવે છે, જે કોઈ મોટી કંપનીના CEO ના વાર્ષિક પગાર જેટલું છે.શાહરૂખ ખાન ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘કિંગ’ (King) માં જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસના અવસરે રિલીઝ થશે, જેમાં શાહરૂખ પહેલીવાર પોતાની પુત્રી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે.
આ પણ વાંચો :સુનીતા આહૂજાની મોટી જાહેરાત: પુત્ર યશવર્ધન સાથે ફિલ્મમાં દેખાશે ગોવિંદાની પત્ની
આ પણ વાંચો :Bigg Boss 20 માં હાઈવોલ્ટેજ ડ્રામા: જાણો કોણ થયું કેપ્ટનશીપ રેસમાંથી આઉટ
આ પણ વાંચો :ઇજાગ્રસ્ત પાપારાઝીને જોઈ રોકાયા સંજય દત્ત: માનવતા દાખવી મદદ માટે લંબાવ્યો હાથ
