Entertainment News/ ઇજાગ્રસ્ત પાપારાઝીને જોઈ રોકાયા સંજય દત્ત: માનવતા દાખવી મદદ માટે લંબાવ્યો હાથ

ગણપતિ દર્શન કરવા પહોંચેલા સંજય દત્તે (Sanjay Dutt) એક ઇજાગ્રસ્ત પાપારાઝીને જોઈને ગાડી રોકી અને તેની મદદ માટે હાથ લંબાવ્યો. સંજુ બાબાનો આ વાયરલ વીડિયો અને ફેન્સની પ્રતિક્રિયા વાંચો.

Entertainment
Sanjay Dutt Extended a helping hand

Entertainment News : બોલીવુડ (Bollywood)ના લોકપ્રિય ‘સંજુ બાબા’ એટલે કે સંજય દત્ત તેમની દમદાર એક્ટિંગ સિવાય તેમના ઉદાર અને દિલદાર સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંજય દત્તનો એક ભાવુક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક ઇજાગ્રસ્ત પાપારાઝી (Paparazzi) ની મદદ કરતા અને તેની સંભાળ લેતા જોવા મળી રહ્યા છે.

Sanjay Dutt : શું છે સમગ્ર ઘટના?

સંજય દત્ત ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ના પાવન પર્વ પર શિવસેના નેતા રાહુલ કનાલના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા.દર્શન કરીને બહાર નીકળતી વખતે મીડિયા અને પાપારાઝી તેમને કેમેરામાં કંડારવા ઘેરી વળ્યા હતા. તે દરમિયાન સંજય દત્તની નજર એક ઇજાગ્રસ્ત પાપારાઝીના પગ પર પડી હતી.

મદદની ખાતરી આપી

સંજુ બાબાએ તરત જ રોકાઈને તેના પગમાં થયેલી ઈજા વિશે પૂછપરછ કરી હતી. પાપારાઝીએ બાઇક અકસ્માતમાં ઈજા થઈ હોવાનું જણાવતાં જ સંજય દત્તે તેને યોગ્ય સારવાર અને મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.

 ફેન્સ કરી રહ્યા છે સંજુ બાબાની પ્રશંસા

સંજય દત્તનો આ માનવતાભર્યો અભિગમ કેમેરામાં કેદ થઈ ગયો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ તેમના આ દિલદાર સ્વભાવના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. લોકો કોમેન્ટ સેક્શનમાં સંજુ બાબાના રિયલ લાઈફ જેન્ટલમેન પર્સનાલિટીની સરાહના કરી રહ્યા છે.


આ પણ વાંચો :સામંથા રુથ પ્રભુની ‘સીમંતમ’ સેરેમની: શ્રીવિદ્યા પરંપરાથી યોજાયો બેબી શાવર

આ પણ વાંચો :ખતરોં કે ખિલાડી 15 વિજેતા: કોણ જીત્યું ટ્રોફી? રોહિત શેટ્ટીએ તોડી ચૂપકીદી

આ પણ વાંચો :‘મુઝે નીંદ ના આયે’ ગીત સાંભળીને ભડક્યા હતા ડિરેક્ટર; જોણો કલ્ટ સોંગ પાછળની અજાણી વાર્તા