Entertainment News/ સામંથા રુથ પ્રભુની ‘સીમંતમ’ સેરેમની: શ્રીવિદ્યા પરંપરાથી યોજાયો બેબી શાવર

Entertainment News : સાઉથ સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી સામંથા રુથ પ્રભુ અને તેમના પતિ તથા જાણીતા ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુ (Raj Nidimoru) ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ સામંથાનો પરંપરાગત રીત-રિવાજો સાથે ‘સીમંતમ’ (Baby Shower) સમારોહ યોજાયો હતો, જેના 17 ફોટોઝ અને વીડિયોઝ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. Samantha […]

Entertainment
Samantha Ruth Prabhu 'Seemantam' ceremony

Entertainment News : સાઉથ સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી સામંથા રુથ પ્રભુ અને તેમના પતિ તથા જાણીતા ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુ (Raj Nidimoru) ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ સામંથાનો પરંપરાગત રીત-રિવાજો સાથે ‘સીમંતમ’ (Baby Shower) સમારોહ યોજાયો હતો, જેના 17 ફોટોઝ અને વીડિયોઝ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.

Samantha Ruth Prabhu : શ્રીવિદ્યા પરંપરા અને ખાસ રસ્મોનું મહત્વ

સામંથાએ પોતાની પોસ્ટમાં આ સેરેમની પાછળનું ધાર્મિક અને દિવ્ય મહત્વ વિગતવાર સમજાવ્યું હતું.આ શ્રીવિદ્યા પરંપરાની એક અત્યંત ખાસ રસમ છે. તેમાં દેવીની 94 કલાઓ અને તેમના દિવ્ય ગુણોનું સન્માન કરવામાં આવે છે. આ રસમ દ્વારા ગર્ભવતી મહિલાના 7 ચક્રોને પવિત્ર જળ અને મંત્રોચ્ચારથી ઉર્જાવાન બનાવવામાં આવે છે.

અભિષેક બાદ થનારી માતાને શ્રી ચક્ર યંત્રના કેન્દ્રમાં (બિંદુ) બેસાડવામાં આવે છે. દેવી ખડ્ગમાલાના પાઠ દરમિયાન તમામ દેવી-દેવતાઓના નામનો જાપ કરવામાં આવે છે, જે બાળકના રક્ષણ અને સકારાત્મક ઉર્જા માટે છે.સામંથાએ જણાવ્યું કે આ રસમની સૌથી ખાસ વાત એ છે કે તેમાં થનારી માતાને માત્ર એક સ્ત્રી નહીં પરંતુ સ્વયં દેવી અને એક પવિત્ર સર્જક (Creator) તરીકે પૂજવામાં આવે છે.

Samantha Ruth Prabhu : માયાસોટિસ સામે જંગ, કમબેક અને રાજ નિદિમોરુ સાથે સંબંધ

માયાસોટિસ (Myositis) બીમારી સામે ઝઝૂમ્યા બાદ સામંથાએ નંદિની રેડ્ડીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘મા ઇંટિ બંગારમ’ (Maa Inti Bangaram) થી વાપસી કરી હતી. રાજ નિદિમોરુ દ્વારા લિખિત આ ફિલ્મે વર્લ્ડવાઈડ 100 કરોડથી વધુની કમાણી કરીને હિસ્ટ્રી રચી હતી.સામંથા અને રાજે કોઈમ્બતુરના ઈશા યોગ કેન્દ્ર ખાતે લિંગ ભૈરવી સમારોહ દરમિયાન પોતાના સંબંધોની જાહેરાત કરી હતી, અને ત્યારબાદ ગર્ભાવસ્થાના સમાચાર શેર કર્યા હતા.


આ પણ વાંચો :ખતરોં કે ખિલાડી 15 વિજેતા: કોણ જીત્યું ટ્રોફી? રોહિત શેટ્ટીએ તોડી ચૂપકીદી

આ પણ વાંચો :‘મુઝે નીંદ ના આયે’ ગીત સાંભળીને ભડક્યા હતા ડિરેક્ટર; જોણો કલ્ટ સોંગ પાછળની અજાણી વાર્તા

આ પણ વાંચો :ગણેશ ચતુર્થી પર ‘રામાયણ: ભાગ 1’ નું નવું ‘સિયા રામ’ પોસ્ટર આઉટ