મુંબઈ
BIGG BOSS 12 શરુ થયું ત્યારથી સૌથી વધુ ચર્ચા અનૂપ જલોટા અને તેમની શિષ્ય જસલીન મથારુની કરવામાં આવી રહી છે. બંને એવું કહીને વિસ્ફોટ કર્યો કે તેઓ બંને રિલેશનશિપમાં છે.
અનૂપ જલોટાની ઉમર 65 વર્ષ છે જયારે જસલીનની 28 વર્ષ છે બંનેના વચ્ચે 37 વર્ષનું અંતર છે અને આ વાતને લઈને લોકો દંગ રહી ગયા છે. સલમાન ખાન પોતે આ જાણીને આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

અનૂપ અને જસલીનને કહ્યું કે તેઓ લગભગ ત્રણ વર્ષથી છુપાઇ-છુપાઇને મળતા હતા. પરંતુ હવે તેમને આ રિલેશનને સાર્વજનિક કરી દીધું છે. મિલિંદ સોમન-અંકિતા કે પ્રિયંકા-નિકને પણ અનૂપ અને જસલીનની પાછળ છોડ્યા હતા.
બીગ બોસના ઘરની અંદર રહેલ સ્પર્ધક પણ આ વાતથી આશ્ચર્યચક્તિ થઇ ગયા હતા. આ રિલેશનને લઈને ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા. હાઉસમેટ્સનું કહેવું છે કે અનૂપ જલોટા કહે છે કે અમે રિલેશનશિપ છીએ. પરંતુ જસલીન એવું નથી માનતી. જસલીનનું કહેવું છે કે આનુપ જલોટા તો તેમનું બધું જ છે.
![]()
એવું કહેનારા લોકો પણ છે કે આ લવસ્ટોરી ખોટી છે. ફેક છે. દર્શકોનું ધ્યાન અને વોટ મેળવવા માટે અનૂપ અને જસલીનને આવી વાર્તા બનાવી છે. હવે સાચું શું છે તેઓ અનૂપ અને જસલીન જ જાણે કે તેમના દિમાગમાં શું ચાલી રહ્યું છે.
જસલીનના કેટલાંક મિત્રોનું કહેવું છે કે બંનેના વચ્ચે કોઈ રિલેશન જ નથી. આ તો તેમનો પ્લાન છે અને તેમનો આ પ્લાન સફળ પણ થઇ રહ્યો છે. હજુ પણ એ સ્પષ્ટ નથી કે આ લવસ્ટોરી રિયલ છે કે પછી ખોટી. પરંતુ ચર્ચામાં તો અનૂપ અને જસલીન છવાયેલા છે.
![]()
