Breaking News/ નકલી પાસપોર્ટ કેસમાં હરિકેશ પટેલની ધરપકડ, ED કેસમાં પાસપોર્ટ જમા હોવા છતાં નવો પાસપોર્ટ બનાવ્યાનો આરોપ

ગુજરાત ATSએ નકલી પાસપોર્ટ કેસમાં હરિકેશ પટેલ (Harikesh Patel)ની ધરપકડ કરી છે. ED કેસમાં અસલી પાસપોર્ટ જમા હોવા છતાં નવો પાસપોર્ટ મેળવ્યાના આરોપની તપાસ શરૂ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
નકલી પાસપોર્ટ કેસમાં Harikesh Patelની ધરપકડ, ગુજરાત ATSની કાર્યવાહી

Breaking News: ગુજરાત ATSએ નકલી પાસપોર્ટના કેસમાં હરિકેશ પ્રણવ પટેલ (Harikesh Patel )ની ધરપકડ કરી છે. હરિકેશ પટેલ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ATSની તપાસમાં એવો આરોપ સામે આવ્યો છે કે હરિકેશ (Harikesh Patel )નો અસલી પાસપોર્ટ અગાઉના ED કેસને લગતી કાર્યવાહી દરમિયાન જમા હોવા છતાં તેણે અન્ય ઓળખ અને દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ મેળવ્યો હતો.

અસલી પાસપોર્ટ જમા હોવા છતાં નવો પાસપોર્ટ મેળવ્યાનો આરોપ

અહેવાલ મુજબ, હરિકેશ પટેલ (Harikesh Patel ) સામે 2022-23 દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મની લોન્ડરિંગ સંબંધિત કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન તેનો મૂળ પાસપોર્ટ શરતો અનુસાર જમા કરાવવામાં આવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે તેણે કથિત રીતે ખોટા સરનામા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બીજો પાસપોર્ટ મેળવ્યો હોવાનો આરોપ છે. ATS હવે નવો પાસપોર્ટ કઈ રીતે મેળવવામાં આવ્યો અને તેમાં કયા દસ્તાવેજોનો ઉપયોગ થયો તેની તપાસ કરી રહી છે.

Harikesh Patel  પર નકલી પાસપોર્ટના આધારે પ્રવાસ કર્યાનો પણ આરોપ

તપાસમાં એવો પણ દાવો સામે આવ્યો છે કે હરિકેશ પટેલે (Harikesh Patel ) કથિત રીતે આ પાસપોર્ટનો ઉપયોગ કરીને દેશ-વિદેશમાં પ્રવાસ કર્યો હતો. મૂળ પાસપોર્ટ કાયદાકીય પ્રક્રિયા હેઠળ જમા હોવા છતાં અન્ય પાસપોર્ટનો ઉપયોગ કેવી રીતે થયો અને પ્રવાસ માટે કયા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા તે અંગે ATS તપાસ કરી રહી છે.

ATSએ ધરપકડ કરી, વધુ તપાસ શરૂ

નકલી પાસપોર્ટ અંગેની માહિતી સામે આવ્યા બાદ ગુજરાત ATSએ કાર્યવાહી કરીને હરિકેશ પટેલ (Harikesh Patel )ની ધરપકડ કરી છે. તપાસ એજન્સી હવે આ સમગ્ર પ્રક્રિયામાં અન્ય કોઈ વ્યક્તિ, એજન્ટ અથવા દસ્તાવેજ તૈયાર કરનારની ભૂમિકા હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.સાથે જ, કથિત રીતે મેળવેલા પાસપોર્ટનો ઉપયોગ કરીને થયેલા પ્રવાસ અને તેની પાછળના હેતુ અંગે પણ તપાસ ચાલી રહી છે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે. ATSની તપાસ અને કોર્ટમાં રજૂ થનારા પુરાવાના આધારે કેસની આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.

ED કેસમાં પાસપોર્ટ કોર્ટમાં જમા હતો

ATSના જણાવ્યા મુજબ, હરિકેશ પટેલ અગાઉ 2023ના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલો હતો. આ કેસની કાર્યવાહી દરમિયાન તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હરિકેશે આગોતરા જામીન માટે અરજી કરી હતી અને તેને જામીન મળ્યા હતા. જોકે, બાદમાં ED દ્વારા જામીન રદ કરાવવામાં આવ્યા હતા. ATSની તપાસમાં હવે એવો આરોપ સામે આવ્યો છે કે, મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં હરિકેશે અન્ય પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

દુબઈના મિત્ર મારફતે દિલ્હી એજન્ટનો સંપર્ક

પૂછપરછ દરમિયાન ATSને જાણવા મળ્યું હોવાના આધારે, હરિકેશે કથિત રીતે દુબઈમાં રહેતા એક મિત્ર મારફતે દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે એજન્ટને આશરે રૂ.25 લાખ ચૂકવવામાં આવ્યા હોવાનો તપાસમાં ઉલ્લેખ છે. ત્યારબાદ આગ્રામાં ભાડે રહેતો હોવાનો રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજનો ઉપયોગ કરીને હરિકેશે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં તેનો જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ફરિયાદ કરી હોવાનો આરોપ છે.

ખોટી ફરિયાદ અને રેન્ટ એગ્રીમેન્ટના આધારે નવો પાસપોર્ટ?

ATSની તપાસ મુજબ, જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ફરિયાદ તથા કથિત રેન્ટ એગ્રીમેન્ટના આધારે ગાઝિયાબાદ RPO કચેરીમાં નવા પાસપોર્ટ માટે અરજી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ વર્ષ 2024માં હરિકેશને બીજો પાસપોર્ટ મળ્યો હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. ATS હવે આ પાસપોર્ટ મેળવવાની સમગ્ર પ્રક્રિયા, તેમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે તપાસ કરી રહી છે.

ભૂતાન અને નેપાળ થઈને વિદેશ પ્રવાસ કર્યાનો આરોપ

તપાસમાં વધુમાં સામે આવ્યું હોવાના આધારે, હરિકેશે નવા પાસપોર્ટનો ઉપયોગ કરીને ભૂતાન અને નેપાળ સહિતના દેશોમાં પ્રવાસ કર્યો હતો. ત્યાંથી તે બેંગકોક, દુબઈ અને સિંગાપોર સહિતના સ્થળોએ ગયો હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ છે. હરિકેશ લાંબા સમય સુધી દુબઈમાં રોકાયો હોવાની માહિતી પણ સામે આવી છે. ATS હવે આ તમામ પ્રવાસો દરમિયાન કયા દસ્તાવેજોનો ઉપયોગ થયો અને કોની મદદ લેવામાં આવી હતી તે દિશામાં તપાસ કરી રહી છે.

ફરી નાણાકીય છેતરપિંડીની તૈયારીનો ATSનો દાવો

ATSની તપાસમાં હરિકેશ ફરીથી નાણાકીય છેતરપિંડી કરવાની તૈયારીમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ATSએ તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કેસની માહિતી ATS દ્વારા EDને પણ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

અગાઉ પણ છેતરપિંડીના કેસમાં ધરપકડ થઈ હતી

પોલીસ તપાસ મુજબ, હરિકેશ પટેલ સામે અગાઉ અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશન તેમજ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડી સંબંધિત ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ કેસોમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. હરિકેશનું શાહીબાગ અને સાયન્સ સિટી વિસ્તારમાં મકાન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અનેક કંપનીઓ રજીસ્ટર્ડ હોવાનો ખુલાસો

તપાસ દરમિયાન હરિકેશ પટેલના નામે અનેક કંપનીઓ રજીસ્ટર્ડ હોવાની માહિતી પણ સામે આવી છે. તેમાંથી કેટલીક કંપનીઓ કથિત રીતે બોગસ હોવાનું અને તેમના નામે છેતરપિંડી કરવામાં આવતી હોવાનો પોલીસનો દાવો છે. પોલીસને હરિકેશ સાથે જોડાયેલા કથિત મ્યુલ એકાઉન્ટ્સ પણ મળ્યા છે. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કેવી રીતે અને કયા નાણાકીય વ્યવહારો માટે થયો હતો તેની તપાસ હાલ ચાલી રહી છે.

ATSની તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા

હાલ ગુજરાત ATS દ્વારા નકલી પાસપોર્ટ, ખોટા દસ્તાવેજો, વિદેશ પ્રવાસ, અગાઉના નાણાકીય છેતરપિંડીના કેસો, કંપનીઓ અને મ્યુલ એકાઉન્ટ્સ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ, એજન્ટ અથવા સંસ્થા સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.


આ પણ વાંચો:અમદાવાદમાં નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ, આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ

આ પણ વાંચો:બે વખત ડિપોર્ટ થયો અને રશિયાની જેલમાં પણ રહ્યો, અંતે નકલી પાસપોર્ટ પર USA પહોંચ્યો

આ પણ વાંચો:નકલી પાસપોર્ટ બનાવતા ભારતમાં રહેતા તિબેટીયન નાગરિકની ધરપકડ, નામ હતું ચંદ્ર ઠાકુર