PM Modi Birthday: આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. PM Modi Birthdayના અવસર પર તેમને દેશ અને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ વિપક્ષના નેતાઓએ પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દેશના અનેક શહેરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા તેમની જાહેર સેવાના 25 વર્ષને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેવા અને જનકલ્યાણ સાથે જોડાયેલા કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાઠવી શુભેચ્છા
प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। विगत 25 वर्षों में मुख्यमंत्री और प्रधानमंत्री के कार्यकाल में आपने सुशासन के अनेक नए प्रतिमान स्थापित किए हैं तथा समावेशी विकास को अभूतपूर्व गति एवं नई दिशा प्रदान की है। सांस्कृतिक गौरव की भावना के साथ…
— President of India (@rashtrapatibhvn) September 17, 2026
PM Modi Birthday પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી છે. તેમણે વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી.
રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ દરમિયાન સુશાસન અને વિકાસના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. તેમણે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન સ્વસ્થ અને દીર્ઘાયુ રહે તથા દેશની સેવા અને રાષ્ટ્ર નિર્માણના કાર્યને સતત આગળ વધારે.
રાહુલ ગાંધીએ પણ PM મોદીને આપી શુભેચ્છા
Happy birthday to PM Narendra Modi ji. Wishing you good health and a long life.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2026
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ PM Modi Birthday નિમિત્તે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા આપતા તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી. રાજકીય મતભેદો વચ્ચે પણ રાહુલ ગાંધીની આ શુભેચ્છા ખાસ ધ્યાન ખેંચી રહી છે.
મલ્લિકાર્જુન ખડગેએ પણ કરી દીર્ઘાયુની કામના
Best wishes to Prime Minister, Shri Narendra Modi Ji on his birthday. May he be blessed with good health and long life.@narendramodi
— Mallikarjun Kharge (@kharge) September 17, 2026
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી.
ખડગે અને ભાજપ વચ્ચે રાજકીય મુદ્દાઓ પર ઘણીવાર મતભેદ જોવા મળે છે, પરંતુ PM Modi Birthdayના અવસર પર તેમણે શુભેચ્છા પાઠવીને વડાપ્રધાનના સ્વાસ્થ્ય માટે કામના કરી છે.
અખિલેશ યાદવે પણ પાઠવી શુભેચ્છા
प्रधानमंत्री जी को जन्मदिन की बधाई और स्वस्थ एवं सक्रिय सार्थक जीवन के लिए शुभकामनाएँ!
— Akhilesh Yadav (@yadavakhilesh) September 17, 2026
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા આપી છે. તેમણે વડાપ્રધાનને સ્વસ્થ, સક્રિય અને સાર્થક જીવન માટે શુભકામનાઓ પાઠવી.
અખિલેશ યાદવ પણ કેન્દ્ર સરકાર અને ભાજપની નીતિઓની ઘણીવાર ટીકા કરતા જોવા મળે છે. તેમ છતાં PM Modi Birthdayના દિવસે તેમણે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી છે.
અમિત શાહે PM મોદીના જીવનને ગણાવ્યું પ્રેરણાદાયક
अथक परिश्रम, त्याग और दूरदर्शिता के प्रतीक प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
कर्म को साधना और राष्ट्रसेवा को जीवन का ध्येय बनाकर चलने वाले मोदी जी का जीवन तप, त्याग और अटूट संकल्प की गाथा है। सेवा और समर्पण से भरी उनकी यात्रा करोड़ों देशवासियों…
— Amit Shah (@AmitShah) September 17, 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમના જીવન અને રાષ્ટ્રસેવાના કાર્યની પ્રશંસા કરી. તેમણે વડાપ્રધાન મોદીને અથાક પરિશ્રમ, ત્યાગ અને દૂરદર્શિતાના પ્રતીક ગણાવ્યા.
અમિત શાહે કહ્યું કે વડાપ્રધાનનું જીવન સેવા, સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાથી ભરેલું છે. તેમણે વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી અને દેશને 2047 સુધી વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય તરફ આગળ વધવાની શુભેચ્છા આપી.
રાજનાથ સિંહે પણ PM મોદીને પાઠવી શુભકામનાઓ
प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिवस की बहुत-बहुत शुभकामनाएँ।
मोदी जी के नेतृत्व में भारत ‘विकसित भारत’ के लक्ष्य की ओर पूरे आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। आधारभूत संरचना से लेकर डिजिटल कनेक्टिविटी तक, गरीब कल्याण से लेकर नवाचार और उद्यमिता तक, हमने हर क्षेत्र में…
— Rajnath Singh (@rajnathsingh) September 17, 2026
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ PM Modi Birthday પર વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી. તેમણે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું.
તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ કનેક્ટિવિટી, ગરીબ કલ્યાણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા જેવા ક્ષેત્રોમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી.
ભાજપ અધ્યક્ષ નિતિન નવીને પણ આપી શુભેચ્છા
राष्ट्रसेवा और समर्पण के पर्याय, 140 करोड़ देशवासियों के नेतृत्वकर्ता आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
‘Nation First’ के संकल्प के साथ आपकी यह यात्रा सेवा, सुशासन और जनकल्याण की एक प्रेरक गाथा रही है। यह यात्रा किसी एक व्यक्ति की नहीं,… pic.twitter.com/eGc7ejzrN5
— Nitin Nabin (@NitinNabin) September 17, 2026
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમની રાષ્ટ્રસેવા અને સમર્પણની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારત વિકાસ અને આત્મનિર્ભરતાના નવા આયામો સ્થાપિત કરી રહ્યું છે.
તેમણે વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સતત રાષ્ટ્રસેવા કરવાની શક્તિ માટે પ્રાર્થના કરી.
યોગી આદિત્યનાથ અને પુષ્કર સિંહ ધામીએ પણ શુભેચ્છા પાઠવી
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने अपने 25 वर्षों के सार्वजनिक जीवन में सेवा को साधना, सुशासन को संकल्प और राष्ट्र निर्माण को सर्वोपरि ध्येय बनाकर जन-जन के जीवन में परिवर्तन की नई चेतना जगाई है।
आज उनके 76वें जन्मदिवस के पावन अवसर पर बाबा विश्वनाथ की पावन नगरी वाराणसी…
— Yogi Adityanath (@myogiadityanath) September 17, 2026
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ PM Modi Birthdayના અવસર પર વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી. તેમણે વડાપ્રધાનના 25 વર્ષના જાહેર જીવનમાં સેવા, સુશાસન અને રાષ્ટ્ર નિર્માણને મહત્વ આપ્યું હોવાનું જણાવ્યું.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેમના સારા સ્વાસ્થ્ય તથા લાંબા આયુષ્યની કામના કરી.
સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે PM Modi Birthday
माँ भारती के अनन्य साधक, युवा, किसान और गरीब कल्याण हेतु सदैव समर्पित, विश्व पटल पर भारत का गौरव बढ़ाने वाले यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
आपके मार्गदर्शन में भारत ने आत्मविश्वास, नवाचार और विकास की नई ऊंचाइयों को… pic.twitter.com/ad6vrkUKHA
— Pushkar Singh Dhami (@pushkardhami) September 17, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ #HappyBdayPMModi હેશટેગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
દેશના સામાન્ય લોકો પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. વિવિધ સ્થળોએ સેવા અને જનકલ્યાણ સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, PM Modi Birthdayના અવસર પર રાજકીય નેતાઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી અનેક લોકો વડાપ્રધાનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
