india news/ મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે કરી ‘હનુમાન અંશ’ ની ટીમ સાથે મુલાકાત: CMએ આપી શુભેચ્છાઓ

India News : સિનેમાઘરોમાં અદ્ભુત સફળતા મેળવી રહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh)ની ચર્ચા હવે રાજકીય ગલિયારા સુધી પહોંચી ગઈ છે. બોક્સ ઓફિસ (BoxOfficeCollection)પર ધૂમ મચાવી રહેલી આ ફિલ્મની સમગ્ર ટીમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ખાસ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ફિલ્મના શાનદાર નિર્માણ માટે ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદી […]

NATIONAL India
Hanuman Ansh Devendra Fadnavis praised it

India News : સિનેમાઘરોમાં અદ્ભુત સફળતા મેળવી રહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh)ની ચર્ચા હવે રાજકીય ગલિયારા સુધી પહોંચી ગઈ છે. બોક્સ ઓફિસ (BoxOfficeCollection)પર ધૂમ મચાવી રહેલી આ ફિલ્મની સમગ્ર ટીમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ખાસ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ફિલ્મના શાનદાર નિર્માણ માટે ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદી (VishalChaturvedi)અને તેમની ટીમના મુક્તકંઠે વખાણ કર્યા હતા અને ગણપતિ બાપ્પાના આશીર્વાદ સાથે સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી.

Hanuman Ansh : મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

દેવેન્દ્ર ફડણવીસે પોતાના સત્તાવાર X હેન્ડલ પર આ મુલાકાતનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ ફિલ્મની ટીમ સાથે રૂબરૂ ચર્ચા કરતા અને તેમની મહેનતની સરાહના કરતા નજરે પડે છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘વર્ષા ખાતે હનુમાન અંશની ટીમ સાથેની આ મુલાકાત અત્યંત સુખદ રહી. ગઈ સાંજે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા બાદ વિશાલ ચતુર્વેદી અને તેમની ટીમને આ સુંદર નિર્માણ બદલ ખૂબ ખૂબ અભિનંદન.’

બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુનું કલેક્શન

રિલીઝના પ્રથમ બે અઠવાડિયા સુધી સામાન્ય કમાણી કર્યા બાદ, ત્રીજા અઠવાડિયાથી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જે ઝડપ પકડી છે તેણે હિસ્ટ્રી ક્રિએટ કરી છે. 43 દિવસના પ્રદર્શન બાદ ‘હનુમાન અંશ’ એ ભારતમાં 248.38 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ ફિલ્મે 316.30 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ઓવરસીઝમાં પણ ફિલ્મે 23 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે અને તેનો વિજયી રથ હજુ પણ જારી છે.


આ પણ વાંચો : ભારત સામે ક્રૂડ ઓઇલનું બહુસ્તરીય સંકટ: સાઉદી સપ્લાયમાં વિક્ષેપ, રશિયન તેલ મોંઘું

આ પણ વાંચો : મમતાએ કોંગ્રેસને સમર્થન આપ્યું અને કલાકોમાં ઉમેદવારની ધરપકડ, નંદીગ્રામમાં રાજકીય ગરમાવો

આ પણ વાંચો : 20 વર્ષ જૂના લાંચ કેસમાં મોટો વળાંક, સુપ્રીમ કોર્ટે રેલવે અધિકારીને કર્યો નિર્દોષ જાહેર