Gujarat News/ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આગામી 23 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસુ પરત ખેંચાઈ જશે.

Top Stories Gujarat Others
Gujarat Weather

Gujarat Weather Monsoon Withdrawal: દેશમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બર 2026ના રોજ પશ્ચિમ રાજસ્થાનના રામગઢ અને ફાલોડી વિસ્તારોમાંથી ચોમાસું પરત ખેંચાયું છે. હવે ગુજરાત માટે પણ ચોમાસાની વિદાયના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આગામી ત્રણથી ચાર દિવસમાં એટલે કે 23 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસું પરત ખેંચાય તે માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે.

ગુજરાતમાં ભારે વરસાદનું કોઈ એલર્ટ નહીં

20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદ અથવા ગાજવીજ સાથેના વરસાદ(Gujarat Weather) માટે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. જોકે, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર સમુદ્ર સપાટીથી આશરે 3.1 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશથી ગુજરાત થઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી વિસ્તરેલો ટ્રફ પણ સક્રિય છે. તેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહી શકે છે.

દેશના અનેક રાજ્યોમાં સૂકું હવામાન

ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતા દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસમાં હવામાન(Gujarat Weather) મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે. બીજી તરફ, આંદામાન સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તેના કારણે બંગાળની ખાડીમાંથી ઓડિશા, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ તરફ વરસાદી ગતિવિધિ વધી શકે છે. પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, આંદામાન-નિકોબાર, કર્ણાટક, કેરળ અને ઝારખંડમાં આગામી એક સપ્તાહ દરમિયાન વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દેશમાં 15 ટકા વરસાદની ખાધ

સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં આશરે 697 મિમી એટલે કે 27.75 ઇંચ વરસાદ નોંધાયો છે. સામાન્ય સરેરાશ 32.50 ઇંચની સરખામણીએ દેશમાં વરસાદનું પ્રમાણ લગભગ 15 ટકા ઓછું છે. ગુજરાતમાં પણ કુલ વરસાદની ખાધ આશરે 7 ટકા છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના વિસ્તારોમાં ઓછો વરસાદ (Gujarat Weather) નોંધાતા રાજ્યની સરેરાશમાં ઘટાડો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં ચોમાસું વધુ વિસ્તારોમાંથી પરત ખેંચાતા ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે.


આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેરનો રાઉન્ડ, 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 9 જિલ્લામાં એલર્ટ, નદીઓમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશી

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બે કલાકમાં બે ઈંચ વરસાદ, રસ્તાઓ જળબંબાકાર