World News/ ઉત્તર કોરિયાએ ફરી બેલેસ્ટિક મિસાઇલ છોડી, જાપાનમાં પડી; દક્ષિણ કોરિયાએ બોલાવી NSC બેઠક

North Koreaએ રવિવારે પૂર્વ સમુદ્ર તરફ બેલિસ્ટિક મિસાઈલ દાગી છે, જે જાપાનના ઈકોનોમિક ઝોન બહાર પડી. દક્ષિણ કોરિયાએ આ મામલે એનએસસી (NSC) ની બેઠક બોલાવી વિરોધ નોંધાવ્યો છે.

international Top Stories World
North Korea

North Korea Ballistic Missile Launch Japan Sea: ઉત્તર કોરિયાએ રવિવારે ફરી એકવાર બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. કોરિયન દ્વીપકલ્પના પૂર્વમાં આવેલા સમુદ્ર તરફ મિસાઇલ છોડવામાં આવી હતી. જાપાનના સંરક્ષણ મંત્રાલયે આ લોન્ચની માહિતી આપી છે. જાપાનની સરકારી મીડિયા એજન્સી NHKના અહેવાલ મુજબ મિસાઇલ જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)ની બહાર સમુદ્રમાં પડી હતી.

વોનસાન વિસ્તારથી મિસાઇલ લોન્ચ

દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે શરૂઆતમાં મિસાઇલને અજાણ્યા પ્રોજેક્ટાઇલ તરીકે ઓળખાવી હતી. અહેવાલો અનુસાર, મિસાઇલ ઉત્તર કોરિયાના(North Korea) વોનસાન વિસ્તાર નજીકથી પૂર્વ તરફના સમુદ્રમાં છોડવામાં આવી હતી. આ ઘટનાને પગલે દક્ષિણ કોરિયાએ પોતાની સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરી હતી.

North Korea

દક્ષિણ કોરિયાએ તાત્કાલિક NSC બેઠક બોલાવી

મિસાઇલ લોન્ચની માહિતી મળ્યા બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ એટલે કે NSCની બેઠક બોલાવી હતી. બેઠકમાં ઉત્તર કોરિયાના(North Korea) મિસાઇલ પરીક્ષણની સમીક્ષા કરવામાં આવી હતી. દક્ષિણ કોરિયાએ આ પરીક્ષણની નિંદા કરી અને પ્યોંગયાંગને આવી મિસાઇલ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી. દક્ષિણ કોરિયાના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાની આવી કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવોનું ઉલ્લંઘન કરે છે.

એક અઠવાડિયામાં બીજું મિસાઇલ પરીક્ષણ

અહેવાલો મુજબ, આ લગભગ એક અઠવાડિયામાં ઉત્તર કોરિયાનું (North Korea) બીજું મિસાઇલ પરીક્ષણ છે. અગાઉ 12 સપ્ટેમ્બરે પણ ઉત્તર કોરિયાએ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. સતત થઈ રહેલા પરીક્ષણોને કારણે કોરિયન દ્વીપકલ્પમાં સુરક્ષા તણાવ ફરી ચર્ચામાં આવ્યો છે.

અમેરિકાના નેતૃત્વ હેઠળના નૌસૈનિક અભ્યાસથી પણ નારાજ ઉત્તર કોરિયા મિસાઇલ પરીક્ષણના એક દિવસ પહેલાં ઉત્તર કોરિયાએ પોતાના પરમાણુ કાર્યક્રમ અંગે સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ સંસ્થા દ્વારા કરવામાં આવેલા પ્રયાસને ફગાવી દીધો હતો. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ તાજેતરમાં અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનની ભાગીદારીવાળા નૌસૈનિક અભ્યાસની પણ ટીકા કરી હતી. આ સૈન્ય અભ્યાસ 29 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુઆમ નજીક યોજાયો હતો.

Image

કિમ યો-જોંગે આપી હતી કડક પ્રતિક્રિયા

ઉત્તર કોરિયાના(North Korea) નેતા કિમ જોંગ-ઉનની બહેન કિમ યો-જોંગે અગાઉ અમેરિકાના નેતૃત્વ હેઠળના સૈન્ય અભ્યાસોને કોરિયન દ્વીપકલ્પમાં વધતા તણાવ માટે જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયારોને મજબૂત કરવાની નીતિમાં ફેરફાર નહીં કરે. હાલ ઉત્તર કોરિયાના નવા મિસાઇલ પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયા અને જાપાન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મિસાઇલ જાપાનના EEZની બહાર પડી હોવાના અહેવાલ વચ્ચે આ ઘટનાએ વિસ્તારમાં ચાલી રહેલા સૈન્ય તણાવને ફરી ચર્ચામાં લાવ્યો છે.


આ પણ વાંચો:રશિયામાં ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કોની ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો, આગથી ખળભળાટ

આ પણ વાંચો:નેતન્યાહૂને કતારના પૈસાથી હમાસની સૈન્ય વિંગને ફાયદાની જાણ હતી? રિપોર્ટથી ઈઝરાયલમાં ચર્ચા તેજ

આ પણ વાંચો:ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, વાતચીત માટે ઈરાને મૂકી 7 શરતો; અમેરિકામાં સિક્યુરિટી એલર્ટ