Gandhinagar News/ ભાજપમાં ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ, પૂર્ણેશ મોદી સહિત 3 નિરીક્ષક દાવેદારોને સાંભળશે

ગાંધીનગર મનપા ચૂંટણી 2026 (Gandhinagar Municipal Election 2026) માટે ભાજપમાં ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. પૂર્ણેશ મોદી સહિત 3 નિરીક્ષકો વિવિધ સ્થળે દાવેદારોને સાંભળશે. જાણો ચૂંટણીની તારીખો અને સમગ્ર પ્રક્રિયા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar Municipal Election 2026: ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ માટે કવાયત, AAP 23 ઉમેદવાર જાહેર કરી ચૂકી

Gandhinagar News: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી (Gandhinagar Municipal Election 2026)ને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 21 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને 26 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. આ દરમિયાન ભાજપે પોતાના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. પક્ષ દ્વારા ત્રણ નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ વિવિધ વોર્ડના દાવેદારો સાથે ચર્ચા કરી તેમની દાવેદારી અંગે માહિતી મેળવશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Gandhinagar Municipal Election 2026)માં કુલ 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન થવાનું છે. રાજ્ય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી થશે.

ભાજપે ત્રણ નિરીક્ષકોને સોંપી જવાબદારી

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, દુષ્યંત પટેલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ ત્રણેય નિરીક્ષકો અલગ-અલગ સ્થળે ભાજપના દાવેદારો સાથે મુલાકાત કરીને તેમની દાવેદારી અંગે અભિપ્રાય મેળવશે.  સેન્સ પ્રક્રિયા માટે ગાંધીનગરમાં સેક્ટર-28 જીઆઈડીસી, સેક્ટર-16નું બ્રહ્મભવન અને રાયસણના આર.કે. પટેલ ફાર્મ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

Gandhinagar Municipal Election 2026: દાવેદારો પાસેથી મેળવાશે માહિતી

સેન્સ પ્રક્રિયા દરમિયાન વિવિધ વોર્ડમાંથી ટિકિટ માટે દાવેદારી કરનારા ભાજપના કાર્યકરો અને સંભવિત ઉમેદવારોને નિરીક્ષકો સાંભળશે. ત્યારબાદ તેમની પાસેથી મળેલા પ્રતિસાદ અને પક્ષની આંતરિક પ્રક્રિયાના આધારે ઉમેદવારો અંગેની યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદી પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંતિમ મંથન બાદ 44 બેઠકો માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

ઉમેદવારી ફોર્મ માટે બે સ્થળે વ્યવસ્થા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Gandhinagar Municipal Election 2026) માટે વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રોના વિતરણ અને સ્વીકાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

વોર્ડ 1થી 4: જિલ્લા પંચાયત કચેરી

વોર્ડ 5થી 11: કલેક્ટર કચેરી

ઉમેદવારો 26 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ઉમેદવારોની કવાયત

ગાંધીનગર મનપા ચૂંટણી (Gandhinagar Municipal Election 2026)માં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોતાની ઉમેદવાર પસંદગીમાં આગળ વધીને 44માંથી 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.  આથી આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થાય તે સાથે ગાંધીનગરના દરેક વોર્ડમાં ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

11 ઓક્ટોબરે મતદાન, 13મીએ પરિણામ

રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન યોજાશે. જરૂર પડે તો 12 ઓક્ટોબરે પુનઃમતદાનની જોગવાઈ છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 સપ્ટેમ્બર અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર છે. આમ, હાલ ભાજપમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ થતાં ટિકિટના દાવેદારોમાં હલચલ વધી છે. હવે કયા વોર્ડમાંથી કયા ચહેરાને પક્ષની સત્તાવાર ઉમેદવારી મળે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.


આ પણ વાંચો:ગાંધીનગર મનપા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

આ પણ વાંચો:ગાંધીનગર મનપા ચૂંટણીનું આજે એલાન? 44 બેઠકો પર થશે મતદાન

આ પણ વાંચો:ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં નવા મેયર-ડેપ્યુટી મેયરના નામો 19 તારીખે જાહેર થઈ શકે