Dharm & Bhakti: ‘કેન્દ્ર દ્રષ્ટિ’ યોગ (Kendra Drashti Yoga) દરમિયાન બુધ-મંગળની આ શુભ દ્રષ્ટિ 4 રાશિના જાતકોની ઊર્જા, બોદ્ધિક ક્ષમતા અને કેરિયર માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં બુધને બુદ્ધિ, વાણી અને વેપારનો કારક માનવામાં આવે છે તો મંગળને ઊર્જા, સાહસ, ક્રોધ અને ત્વરિત નિર્ણયોનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ આ બંને ગ્રહો 90 ડિગ્રીનો ખૂણો રચે છે ત્યારે એ ઊર્જા અને બુદ્ધિનો આમનો-સામનો માનવામાં આવે છે.
ગ્રહોની આ સ્થિતિ માનસિક રીતે જાતકને અત્યંત સક્રિય, સાહસિક અને ઝડપી નિર્ણયો લેવામાં મદદ કરે છે. પરંતુ આ જ સ્થિતિ વાણીમાં ઉગ્રતા, વાદવિવાદ અને કાર્યોમાં ઉતાવળની સંભાવના વધારી દે છે! જો તમે આ સમય દરમિયાન કોઈ પણ કાર્યમાં ઊતાવળ ન કરો અને વાદવિવાદથી બચો તો મંગળ અને બુધનો આ યોગ તમને અત્યંત શુભ ફળ પ્રદાન કરી શકે છે. તો ચાલો જાણીએ કે આ યોગથી સૌથી વધુ લાભ કઈ રાશિઓ (Zodiac Signs)ને મળશે?
2 ઓક્ટોબરે (2 October 2026) રચાતા આ ‘કેન્દ્ર દ્રષ્ટિ’ યોગ (Kendra Drashti Yoga) દરમિયાન, બુધ (Budh Graha) તુલા રાશિમાં સ્થિત રહીને શુક્ર સાથે લક્ષ્મી-નારાયણ યોગ બનાવી રહ્યો છે, તો બીજી તરફ મંગળ (Mangal Graha) ગુરુની સાથે સ્થિત રહીને ગુરુ-મંગળ યોગ બનાવી રહ્યો છે જ્યાં ગુરુ ઉચ્ચના ગણાય છે. બંને યોગ કેન્દ્રમાં જ રચાઈ રહ્યાં છે જેથી બુધ-મંગળની આ શુભ દ્રષ્ટિ 4 રાશિના જાતકોની ઊર્જા, બોદ્ધિક ક્ષમતા અને કેરિયર માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે.
‘કેન્દ્ર દ્રષ્ટિ’ યોગનો આ 4 રાશિઓ પર શુભ પ્રભાવ (Kendra Drashti Yoga)
‘કેન્દ્ર દ્રષ્ટિ’ યોગ (Kendra Drashti Yoga) દરમિયાન બુધ-મંગળની આ શુભ દ્રષ્ટિ આ 4 રાશિના જાતકોની ઊર્જા, બોદ્ધિક ક્ષમતા અને કેરિયર માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે.

મેષ રાશિ (Aries)
આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ ચરમ સીમાએ રહેશે. તમારા લાંબા સમયથી વિલંબિત કાર્યો પૂર્ણ થશે. નવા કાર્યોની પણ શરુઆત થઈ શકે છે. કોઈ કાર્યમાં મોટી સફળતા મળવાના યોગ જણાઈ રહ્યાં છે અને ધન લાભના અણસાર પણ દેખાઈ રહ્યાં છે.
મિથુન રાશિ (Gemini)
આ દરમિયાન તમારી વિચારવાની અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે. આનાથી તમારી કેરિયરમાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત થઇ શકશે. વિશેષ કરીને, આ રાશિઓના વેપાર તથા મીડિયા સાથે જોડાયેલા જાતકોને લાભ મળશે. આ સમય દરમિયાન તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો સફળ સાબિત થશે.

કન્યા રાશિ (Virgo)
આ દરમિયાન તમે દરેક કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કાર્યક્ષેત્રે તમારી રણનિતિઓ સફળ રહેશે અને ઉચ્ચ અધિકારીઓનો પ્રત્યેક કાર્યમાં તમને સહયોગ મળશે. જો તમે યાત્રા કરવાના હો તો તમને સારો એવો લાભ મળવાની આશા છે. આ ઉપરાંત, ધનલાભના યોગ પણ બનવા જઈ રહ્યાં છે.
મકર રાશિ (Capricorn)
આ દરમિયાન તમારા કાર્યક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં પ્રભાવ વધશે. નોકરી અથવા તો વેપાર સંલગ્ન નિર્ણયો જે પણ તમારા દ્વારા લેવાશે એ તમને ભવિષ્યમાં ઉત્તમ ફળ પ્રદાન કરશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: આજે કન્યા રાશિમાં એક્ટિવ થયો છે… મહાશક્તિશાળી બુધાદિત્ય રાજયોગ…26 સપ્ટેમ્બર સુધી આ 3 રાશિઓ પર વરસશે કૃપા..!
આ પણ વાંચો: આજથી આ 4 રાશિઓનો સુવર્ણ કાળ શરુ….મંગળ-બુધની યુતિ કરાવશે તગડી કમાણી…!!
આ પણ વાંચો: અક્ષય તૃતીયા સાથે બુધાદિત્ય યોગ બનશે, જાણો કઈ રાશિના જાતકોને લાભ થશે
