Food Recipe: સાંજની ભૂખને શમાવે એવો એક મસ્ત મજાનો નાસ્તો અમે લઇને આવ્યા છીએ. એ છે હરાભરા કબાબ (Veg Harabhara Kabab)….જેને પાલખ, વટાણા, બ્રોકલી જેવી લીલી શાકભાજી વડે તૈયાર કરવામાં આવે છે અને સ્વાદમાં એ લાજવાબ હોય છે.
મોટા ભાગે લોકો સાંજના નાસ્તામાં લોકો સમોસા, કચોરી, પકોડા વગેરે ખાવાનું પસંદ કરતા હોય છે, તો આજે તમને અમે એક બહેતરીન હૅલ્ધી અને ટેસ્ટી રેસિપી (Healthy Recipe) લઈને આવ્યા છીએ…સાંજની ભૂખને શમાવે એવો એક મસ્ત મજાનો નાસ્તો અમે લઇને આવ્યા છીએ. એ છે હરાભરા કબાબ…જેને પાલખ, વટાણા, બ્રોકલી જેવી લીલી શાકભાજી વડે તૈયાર કરવામાં આવે છે અને સ્વાદમાં એ લાજવાબ હોય છે. તમને અહિં હરાભરા કબાબ (Harabhara Kabab) બનાવવાની સરળ રેસિપી દર્શાવીશું…
આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોને જમવાનું બનાવવાનો સમય ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. સવાર-સવારમાં અથવા સાંજે જો તમે કશુંક એવું ખાવા ઈચ્છતા હો કે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને ગુણ એકસાથે ધરાવતું હોય તો આ હરાભરા કબાબ (Veg Harabhara Kabab) એક બહેતરીન વિકલ્પ હોઈ શકે છે. આપણા શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ Vitamins પણ બહુ જ જરુરી છે. આને તમે સાંજે પણ ખાઈ શકો છો. વરસાદ વરસતો હોય અને આ મજાની રેસિપી બનાવીને આરોગવાની મજા જ કંઇક ઓર છે! એને અગાઉથી તૈયાર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જમવાના સમયે શેકીને ખાઇ શકો છો.
આજે જે રેસિપી અહિં અમે શૅર કરવા જઈ રહ્યાં છીએ એ છે હરાભરા કબાબ (Veg Harabhara Kabab) …જે વિટામિન્સથી ભરપૂર છે કારણ કે એમાં લીલી શાકભાજીનો ભરપૂર પ્રયોગ કરવામાં આવે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનું ફીલ કરીવે છે. આ ઉપરાંત, શરીરને ઊર્જાવાન રાખવામાં સહાયક છે. આથી જ દિવસની શરુઆત એક સ્વસ્થ નાસ્તાથી કરવી અત્યંત જરુરી છે.…જે બ્રેકફાસ્ટ કે ડિનર માટે પણ એક ઉત્તમ વાનગી સાબિત થશે.
શી રીતે બનાવશો હરા-ભરા કબાબ? (Harabhara Kabab Recipe)
હરા-ભરા કબાબ (Harabhara Kabab) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા પડશે.

સામગ્રી
100 ગ્રામ લીલા વટાણા
50 ગ્રામ બ્રોકલી
100 ગ્રામ પાલખ
એક મુઠ્ઠીભર તાજી કોથમીર
3-4 પાન ફુદીનાના પાન
1 ઈંચ આદુ
2 લીલા મરચા
125 ગ્રામ લૉ ફૅટ પનીર
અડધી ચમચી ગરમ મસાલો
અડધી ચમચી જીરા પાવડર
અડધી ચમચી આમચૂર પાવડર
અડધી ચમચી શેકેલી કસૂરી મેથી
1 મોટો ચમચો બેસન અથવા જરુર મુજબ
7-8 કાજુ
જરુર મુજબ ઘી કે બટર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ પાણીને સારી રીતે ઉકાળી લો. જ્યારે પાણી ઉકળે ત્યારે એમાં લીલા વટાણા, બ્રોકલી અને મીઠું (Salt) ઉમેરો અને એને બ્લાન્ચ કરી લો.
2. હવે 3-4 મિનિટ બાદ પાલખ (Spinach) પણ ધોઈને ઉમેરો અને 30 સેકન્ડ સુધી બ્લાન્ચ કરી લો.
3. આ તમામ શાકભાજીઓને એક સાથે ગાળી લો અને એક બાઉલમાં બરફનું પાણી ઉમેરો અને તમામ શાકભાજીને એમાં ઉમેરી દો.
4. આ તમામ શાકભાજી (Vegetables)નું તમામ એક્સ્ટ્રા પાણી કાઢી લો અને પછી એને એક ચોપરમાં નાખો.
5. એમાં લીલા ધાણા, ફુદીનો, આદુ અને લીલા મરચા ઉમેરીને અધકચરું થઈ જાય ત્યાં સુધી ચોપ કરી લો.
6. હવે ચોપરમાં પનીર (Paneer), મીઠું ગરમ મસાલો, જીરા પાવડર, આમચૂર પાવડર અને શેકેલી કસૂરી મેથી ઉમેરીને ફરીથી તમામ સામગ્રીને એકસાથે બ્લેન્ડ કરી લો.
7. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો અને હળવી બાઇન્ડિંગ માટે એમાં બેસન (Besan) ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
8. હવે મિશ્રણને ગોળ આકાર આપીને એને ટિક્કીનો શૅપ બનાવી લો.
9. તવા પર ઘી લગાવી એના પર આ ટિક્કી કે કબાબ મૂકો અને એને ત્યાં સુધી પકાવી લો જ્યાં સુધી એ સોનેરી ન બની જાય!
તો તૈયાર છે તમારી સાંજની ભૂખને શમાવે એવા હરાભરા કબાબ (Veg Harabhara Kabab)…જેને તમે મહેમાનો આવે તો એમને પણ સર્વ કરી શકો છો અને વાહવાહી લૂંટી શકો છો. એને ડુંગળીના લચ્છા અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
આ પણ વાંચો: નાસ્તામાં બનાવો લીલા મરચાવાળી ધમધમાટ તીખી મૂંગદાલ ઠેચા વાનગી…મહારાષ્ટ્રીયન સ્ટાઈલ રેસિપી…
આ પણ વાંચો: રવિવારે સવારે કે સાંજે ચાની મજા માણો…મસ્ત મજાના આલુ લચ્છા પકોડા સાથે!
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો ચટપટી ઈડલી ફ્રાય….બાળકોથી માંડીને વડીલો સુધી..સૌ ખુશ થઈ જશે!
