Surat News/ સુરતમાં ટેમ્પો સાઈડમાં લેવા મુદ્દે મારામારી: બે યુવકોને પાઈપ-દંડાથી ઢોર માર, 5ની અટકાયત

સુરતના પાંડેસરામાં ટેમ્પો સાઈડમાં લેવા બાબતે થયેલી બોલાચાલી બાદ બે યુવકો પર જાહેરમાં હુમલો (Tempo Driver Assault) થયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે વીડિયો આધારે પાંચ લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News
Tempo Driver Assault: બે યુવકો પર તૂટી પડ્યા હુમલાખોરો, બેભાન થયા છતાં મારવાનું ચાલુ રાખ્યું

Surat News: સુરત શહેરના પાંડેસરા (Pandesara ) વિસ્તારમાં ટેમ્પો સાઈડમાં લેવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ‘તેરે નામ ચોકડી’ નજીક 25 સપ્ટેમ્બરે બનેલી ઘટનામાં માલ-સામાન ઉતારવા આવેલા ટેમ્પોચાલક અને તેના સાથીદાર પર કેટલાક લોકોએ જાહેરમાં હુમલો (Tempo Driver Assault) કર્યો હતો. બંને યુવકોને લાકડાના ફટકા અને પ્લાસ્ટિકની પાઈપથી માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ટેમ્પોને રસ્તાની સાઈડ પર લેવા બાબતે ટેમ્પોચાલક અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં થયેલી બોલાચાલી થોડી જ વારમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન ત્રણથી ચાર યુવાનો અને બે મહિલાઓ સહિતના લોકો ભેગા થયા હોવાનું સામે આવ્યું છે.

Tempo Driver Assault: લાકડાના ફટકા અને પાઈપથી હુમલો

વાયરલ થયેલા વીડિયોમાં રસ્તાની વચ્ચે બે યુવકોને કેટલાક લોકો માર મારતા જોવા મળે છે. હુમલાખોરો યુવકોને લાતો અને મુક્કા મારવાની સાથે લાકડાના ફટકા તથા પ્લાસ્ટિકની પાઈપથી પણ માર મારતા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. હુમલા (Tempo Driver Assault) દરમિયાન એક યુવક બેભાન થઈને રસ્તા પર ઢળી પડ્યો હતો. તેમ છતાં હુમલો (Tempo Driver Assault) અટક્યો ન હોવાનું વીડિયોમાં જોવા મળે છે. બેભાન હાલતમાં પડેલા યુવકને પણ પાઈપ વડે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઘટનાસ્થળે લોકોનું ટોળું, છતાં મદદે કોઈ ન આવ્યું

આ સમગ્ર ઘટના જાહેર રસ્તા પર બની હતી. આસપાસ અનેક દુકાનો આવેલી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જોકે, સામે આવેલા વીડિયોમાં મોટાભાગના લોકો દૂર ઊભા રહીને સમગ્ર ઘટનાને જોતા હોવાનું જોવા મળે છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસનું ધ્યાન આ મામલા તરફ ગયું હતું.

પાંડેસરા પોલીસે પાંચની અટકાયત કરી

વીડિયો સામે આવ્યા બાદ પાંડેસરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસે વીડિયો ફૂટેજના આધારે હુમલા (Tempo Driver Assault)માં સંડોવાયેલા હોવાનું જણાતા પાંચ લોકોની ઓળખ કરી તેમની અટકાયત કરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન (Pandesara Police)ના PI કે.ડી. જાડેજાના જણાવ્યા અનુસાર, પીડિતોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે. મારામારી પાછળ ચોક્કસ કારણ શું હતું અને હુમલા (Tempo Driver Assault)માં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો: સુરત સ્મીમેર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, VIDEO વાયરલ; માફીપત્ર લખાવી કાર્યવાહી

આ પણ વાંચો: સુરતના મોટા વરાછામાં રિક્ષાની સ્પીડ મુદ્દે બબાલ: બોલાચાલી બાદ રિક્ષાચાલક સાથે મારામારી, VIDEO વાયરલ

આ પણ વાંચો: સુરતની કતારગામ ઝોન કચેરીમાં અધિકારી-કર્મચારી વચ્ચે મારામારી, વસ્તી ગણતરી મુદ્દે બબાલ