Vadodara News/ વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ-પાલિકા વચ્ચે બોલાચાલી, DCP મંજીતા વણઝારાનો વીડિયો વાયરલ

વડોદરાના નવલખી મેદાનમાં ગણેશ વિસર્જન (Vadodara Ganesh Visarjan) દરમિયાન પદાધિકારીઓની ગાડી રોકાતા મામલો ગરમાયો. DCP મંજીતા વણઝારા અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે બંને તરફથી કોઈ અણબનાવ ન હોવાનું જણાવાયું છે.

Top Stories Gujarat Vadodara Breaking News
‘રાઈનો પર્વત ન કરાય’...Vadodara Ganesh Visarjan દરમિયાન DCPની વાતચીતનો વીડિયો ચર્ચામાં

Vadodara News: વડોદરામાં ગણેશ વિસર્જન (Vadodara Ganesh Visarjan) દરમિયાન નવલખી મેદાન ખાતે પોલીસ અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વિસર્જન (Vadodara Ganesh Visarjan)ની વ્યવસ્થા દરમિયાન મેયર, દંડક અને સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓની ગાડીઓને પોલીસે રોકી હતી. ત્યારબાદ સમગ્ર મામલો ડેપ્યુટી મેયર અને DCP સુધી પહોંચ્યો હતો.

મળતી માહિતી મુજબ, નવલખી મેદાન ખાતે ગણેશ વિસર્જન (Vadodara Ganesh Visarjan)ની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન પાલિકાના પદાધિકારીઓ વ્યવસ્થાની સ્થિતિ જોવા માટે પહોંચ્યા હતા. જોકે, તેમની ગાડીઓ ખાનગી હોવાને કારણે સોલાર બ્રિજ પાસે ફરજ પર રહેલા PIએ ગાડીઓને આગળ જવા દીધી નહોતી. રોકાયેલી ગાડીઓમાં મેયર, દંડક અને સ્થાયી સમિતિના ચેરમેનની ગાડીનો પણ સમાવેશ થતો હતો. ડેપ્યુટી મેયર અગાઉથી જ પંડાલ ખાતે પહોંચી ગયા હતા. આ દરમિયાન દંડકે ડેપ્યુટી મેયરને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી.

Vadodara Ganesh Visarjan
Vadodara Ganesh Visarjan

Vadodara Ganesh Visarjan દરમિયાન PIએ DCPની મંજૂરી બાદ ગાડી જવા દેવાની વાત કરી

ડેપ્યુટી મેયર સાથે ફોન પર વાતચીત દરમિયાન ફરજ પરના PIએ જણાવ્યું હતું કે, પોલીસને મળેલી સૂચનાઓ પ્રમાણે તેઓ કામગીરી કરી રહ્યા છે. DCP તરફથી સૂચના મળે તો ગાડીઓને અંદર જવા દેવામાં આવશે તેમ જણાવાયું હતું. ત્યારબાદ ડેપ્યુટી મેયરે DCP મંજીતા વણઝારાનો સંપર્ક કર્યો હતો. DCP દ્વારા PIને સૂચના આપવામાં આવતા પદાધિકારીઓની ગાડીઓને આગળ જવા દેવામાં આવી હતી.

જોકે, ત્યાં સુધીમાં સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ ગાડીમાંથી ઉતરીને ચાલતા જવા લાગ્યા હતા. અહેવાલ મુજબ, તેમના પગમાં અગાઉથી દુખાવો હોવાથી ચાલવામાં તેમને મુશ્કેલી પડી હતી.

સ્ટેજ પર DCP અને ચેરમેન વચ્ચે વાતચીત

ચેરમેન સ્ટેજ સુધી પહોંચ્યા બાદ આ સમગ્ર મુદ્દે તેમની અને DCP મંજીતા વણઝારા વચ્ચે વાતચીત થઈ હોવાનું જાણવા મળે છે. તે સમયે સ્ટેજ પર મેયર, ભાજપના શહેર પ્રમુખ સહિત પાલિકાના અન્ય પદાધિકારીઓ પણ હાજર હતા. આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં DCP મંજીતા વણઝારા ડેપ્યુટી મેયર સાથે વાત કરતા જોવા મળે છે અને નાની બાબતને મોટો મુદ્દો ન બનાવવાની વાત કરતી હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને પાલિકા બંને તરફથી મામલો મોટો ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

DCP મંજીતા વણઝારાએ શું કહ્યું?

સમગ્ર મામલે DCP મંજીતા વણઝારા (DCP Manjita Vanjara)એ જણાવ્યું કે પોલીસની ટીમ સવારથી જ ગણેશ વિસર્જન (Vadodara Ganesh Visarjan)ના બંદોબસ્તમાં હતી. પદાધિકારીઓને ઓળખી ન શકવાના કારણે ફરજ પરના PIએ તેમની ગાડીઓ રોકી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, આ અંગે તેમને ફોન મળ્યા બાદ તેમણે તાત્કાલિક ગાડીઓને અંદર જવા દેવા માટે સૂચના આપી હતી. પોલીસ અને પાલિકા દ્વારા સમગ્ર વિસર્જન (Vadodara Ganesh Visarjan) પ્રક્રિયામાં સાથે મળીને કામગીરી કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. બંને તંત્ર વચ્ચે કોઈ અણબનાવ ન હોવાનું DCPએ સ્પષ્ટ કર્યું હતું.

ડેપ્યુટી મેયરે પણ ખટરાગ ન હોવાનો દાવો કર્યો

ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે (Deputy Mayor Aditya Patel) પણ પોલીસ અને પાલિકા વચ્ચે કોઈ અણબનાવ ન હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે, પદાધિકારીઓની ગાડી રોકવામાં આવ્યા બાદ સ્થાયી સમિતિના ચેરમેનને ચાલીને આવવું પડ્યું હતું અને તેના કારણે તેમના પગમાં દુખાવો થયો હતો.

ત્યારબાદ ચેરમેન દ્વારા DCPને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન થયેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે પોલીસ અને પાલિકાના સંકલનથી ગણેશ વિસર્જન (Vadodara Ganesh Visarjan)ની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

કોણ છે DCP મંજીતા વણઝારા?

DCP મંજીતા વણઝારાનું નામ અગાઉ પણ એક પોલીસકર્મીના TikTok વીડિયો મામલે ચર્ચામાં આવ્યું હતું. 2019માં મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી દ્વારા TikTok વીડિયો બનાવવાના કેસની તપાસ મંજીતા વણઝારાને સોંપવામાં આવી હતી. તે સમયે મંજીતા વણઝારાનો પોતાનો TikTok વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, આ વીડિયો પોલીસ વર્દીમાં બનાવવામાં આવ્યો નહોતો.

મંજીતા વણઝારાએ 2011માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. તાલીમ બાદ 2013માં તેઓ અમદાવાદમાં મહિલા ACP તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓમાં DySP તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. તેઓ પૂર્વ IPS અધિકારી ડી.જી. વણઝારાના ભત્રીજી અને રાજ્ય સરકારમાં સંયુક્ત સચિવ તરીકે રહી ચૂકેલા કે.જી. વણઝારાની પુત્રી હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે.


આ પણ વાંચો:મોરબીમાં ગણેશ વિસર્જન સમયે મચ્છુ નદીમાં 4 યુવકો ડૂબ્યા, એકનું મોત

આ પણ વાંચો:ગણેશ વિસર્જનનો ઉત્સાહ માતમમાં ફેરવાયો! રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યો ડૂબ્યા

આ પણ વાંચો:અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક જાહેરનામું, જાણો કયા રસ્તા બંધ રહેશે