Sport News: Asian Games 2026માં ભારતની શૂટર ઈશા સિંહે શાનદાર પ્રદર્શન કરીને મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. રોમાંચક ફાઈનલમાં ઈશાએ દબાણ વચ્ચે જોરદાર વાપસી કરી અને શૂટ-ઓફ બાદ રજત પદક પોતાના નામે કર્યું. બીજી તરફ, મનુ ભાકર ફાઈનલમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી હતી.
ઈશા સિંહે જીત્યું સિલ્વર મેડલ

Asian Games 2026 માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં Isha Singh 25m Pistol ઇવેન્ટમાં ઈશા સિંહે શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું. ફાઈનલ દરમિયાન તે એક સમયે ત્રીજા સ્થાનથી નીચે જવાની સ્થિતિમાં હતી, પરંતુ ઈશાએ દબાણ વચ્ચે પોતાની રમત સુધારી અને જોરદાર વાપસી કરી. મહત્વની ક્ષણોમાં સચોટ નિશાન લગાવીને તેણે મેડલની રેસમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું.
40 શોટ બાદ ઈશા સિંહ અને નોર્થ કોરિયાની કિમ હ્યોન સુક 34-34 પોઈન્ટ સાથે બરાબરી પર હતી. ત્યારબાદ ત્રીજા સ્થાન માટે રોમાંચક શૂટ-ઓફ યોજાયો. આ મુકાબલામાં ઈશાએ કિમને 3-2થી હરાવીને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધું. કિમ હ્યોન સુકને બ્રોન્ઝ મેડલ મળ્યો, જ્યારે ઈશાએ ગોલ્ડ મેડલ માટે આગળની લડાઈમાં પ્રવેશ કર્યો.
ગોલ્ડ માટે ચીનની ખેલાડી સામે મુકાબલો
#WATCH | Japan | Asian Games 2026 | On winning a silver medal, Indian shooter Esha Singh says, “…I gave quite a show to the audience… But I think, of course I was not expecting it to go like this. I had to really strive and linger for the medal. But I think this was meant to… https://t.co/WRuiIl9NlC pic.twitter.com/7YF4B3Rf7S
— ANI (@ANI) September 28, 2026
Isha Singh Silver Medal માટે ગોલ્ડ મેડલની મેચમાં ઈશા સિંહનો મુકાબલો ચીનની જિયારુઈક્સુઆન જિયાઓ સામે થયો. બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અને સ્કોર 38-38થી બરાબર રહ્યો.
शानदार निशाना, शानदार उपलब्धि! 🥈🇮🇳
ईशा सिंह को एशियन गेम्स 2026 की महिला 25 मीटर पिस्टल व्यक्तिगत स्पर्धा में रजत पदक जीतने पर हार्दिक बधाई।
भारत को आप पर गर्व है! 🇮🇳#AsianGames2026 #Cheer4Bharat pic.twitter.com/tqezgy3j01
— Arjun singh Bjp (@Arjunbjp44) September 28, 2026
ત્યારબાદ ગોલ્ડ મેડલ માટે બે વખત શૂટ-ઓફ થયો. પ્રથમ શૂટ-ઓફમાં બંને ખેલાડીઓએ 4-4 સચોટ નિશાન લગાવ્યાં. બીજા શૂટ-ઓફમાં જિયાઓએ ત્રણ સચોટ નિશાન લગાવ્યાં, જ્યારે ઈશા બે નિશાન લગાવી શકી. આ સાથે ચીનની ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો અને ઈશાએ Isha Singh Silver Medal સાથે ભારત માટે રજત પદક પોતાના નામે કર્યું.
દબાણ વચ્ચે ઈશાની શાનદાર વાપસી

મનુ ભાકર ફાઈનલમાં સ્થાન બનાવી શકી નહીં

બીજી તરફ, Manu Bhaker Asian Games અભિયાનમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલની વ્યક્તિગત ફાઈનલમાં સ્થાન બનાવી શકી નહીં. તે 11મા સ્થાને રહી હતી. ભારતીય ટીમ પણ આ સ્પર્ધામાં ટોપ-3માં સ્થાન મેળવી શકી નહોતી.
મનુ ભાકર અગાઉ 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં પણ મેડલ જીતવામાં સફળ રહી નહોતી. જોકે, ઈશા સિંહ આ સ્પર્ધામાં આઠમા સ્થાન સાથે વ્યક્તિગત ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ હતી અને ત્યારબાદ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો.
