India News: ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ ફરી એકવાર કાનૂની ચર્ચામાં આવ્યા છે. Brij Bhushan Sharan Singh Caseમાં ચાર મહિલા પહેલવાનોએ તેમને બરી કરવામાં આવ્યા હતા તે નિર્ણયને સેશન કોર્ટમાં પડકાર્યો છે. મહિલા પહેલવાનોની અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટની સેશન કોર્ટે બૃજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને નોટિસ જારી કરી છે.
કોર્ટે બંને આરોપીઓ પાસેથી જવાબ માંગ્યો છે. મામલાની આગામી સુનાવણી 9 ઓક્ટોબરે થવાની છે. તાજા અહેવાલો અનુસાર મહિલા પહેલવાનોની અરજીમાં નીચલી અદાલતના નિર્ણયમાં પુરાવાના મૂલ્યાંકન અને ફરિયાદકર્તાઓના વર્તન અંગે કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
મેજિસ્ટ્રેટ કોર્ટે બૃજભૂષણને કર્યા હતા બરી

આ અગાઉ 3 ઓગસ્ટ, 2026 ના રોજ રાઉઝ એવન્યુ કોર્ટની મેજિસ્ટ્રેટ કોર્ટે બૃજભૂષણ શરણ સિંહ અને (WFI) ના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરને આ કેસમાં બરી કર્યા હતા. આ નિર્ણય બાદ મહિલા પહેલવાનોએ ઉચ્ચ અદાલતમાં તેને પડકારવાનો નિર્ણય લીધો હતો.
હવે Brij Bhushan Sharan Singh Caseમાં ચાર મહિલા પહેલવાનોએ સેશન કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં બરી કરવાનો નિર્ણય રદ કરવાની માંગ કરવામાં આવી છે.
મહિલા પહેલવાનોએ પુરાવાના મૂલ્યાંકન અંગે ઉઠાવ્યા સવાલ

Brij Bhushan Sharan Singh Case માં મહિલા પહેલવાનોએ સેશન કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ટ્રાયલ કોર્ટના અગાઉના નિર્ણય સામે અનેક દલીલો રજૂ કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે નીચલી અદાલતે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા સમગ્ર પુરાવાનું એકસાથે અને સંદર્ભ સાથે મૂલ્યાંકન કરવાને બદલે કેટલીક નાની તથા અલગ-અલગ વિસંગતતાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મહિલા પહેલવાનોની દલીલ છે કે માત્ર અલગ-અલગ નિવેદનોમાં જોવા મળતી નાની અસંગતતાઓના આધારે સમગ્ર કેસના પુરાવાની વિશ્વસનીયતા અંગે નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.

અરજીમાં વધુમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં યૌન ઉત્પીડનના પીડિત પાસેથી કેવું વર્તન અપેક્ષિત છે તે અંગેના કેટલાક (રૂઢિચુસ્ત માપદંડો) નો આધાર લેવામાં આવ્યો હતો. મહિલા પહેલવાનોના જણાવ્યા મુજબ, આવા કેસોમાં પીડિત વ્યક્તિનું વર્તન દરેક પરિસ્થિતિમાં એકસરખું હોવું જરૂરી નથી અને અલગ-અલગ પરિસ્થિતિઓમાં ફરિયાદ અથવા નિવેદનમાં ફેરફાર થઈ શકે છે. આથી, તેમની અરજીમાં કોર્ટ દ્વારા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોનું સમગ્ર સંદર્ભમાં પુનઃમૂલ્યાંકન કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
મહિલા પહેલવાનોએ પોતાની અપીલમાં એવો પણ તર્ક રજૂ કર્યો છે કે ફરિયાદકર્તાઓના નિવેદનોમાં રહેલી દરેક નાની વિસંગતતાને મુખ્ય આધાર બનાવવાને બદલે ઉપલબ્ધ અન્ય પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને કેસના સમગ્ર સંદર્ભને પણ ધ્યાનમાં લેવો જોઈએ. Brij Bhushan Sharan Singh Case માં હવે સેશન કોર્ટ આ દલીલો અને આરોપીઓ તરફથી રજૂ કરવામાં આવનારા જવાબને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરશે.
કેસમાં છ મહિલા પહેલવાનોના આરોપ

આ સમગ્ર મામલો છ મહિલા પહેલવાનોએ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ લગાવેલા યૌન ઉત્પીડનના આરોપો બાદ સામે આવ્યો હતો. દિલ્હી પોલીસે તપાસ બાદ બૃજભૂષણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
કેસની ટ્રાયલ દરમિયાન કુલ 32 પ્રોસિક્યુશન સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. છ ફરિયાદકર્તાઓમાંથી બે બાદમાં પોતાના અગાઉના આરોપોને સમર્થન આપ્યું નહોતું, જ્યારે અન્ય એક ફરિયાદકર્તાના આરોપોમાં આરોપ નક્કી કરવામાં આવ્યા નહોતા.
2023માં નોંધાઈ હતી FIR
#କୋର୍ଟ_ଦେଲା_ନୋଟିସ୍
ବିଜେପି ନେତା ବ୍ରିଜ ଭୂଷଣ ଶରଣ ସିଂଙ୍କ ଅଡୁଆ ବଢ଼ିଲା।ମହିଳା ମଲ୍ଲଯୋଦ୍ଧାଙ୍କୁ ଦୁଷ୍କର୍ମ ଅଭିଯୋଗରୁ ମୁକ୍ତ ହୋଇଥିବା ବ୍ରିଜଭୂଷଣଙ୍କ ବିରୋଧରେ ସାନି ଆବେଦନ ଦାଖଲ ହୋଇଛି।#thequiver #thequivernews #bjp #BrijBhushanSharanSingh #WrestlersProtest #DelhiCourt #RouseAvenueCourt #WomenWrestlers pic.twitter.com/XnuW6J5wDC— The Quiver News (@thequivernews) September 28, 2026
Brij Bhushan Sharan Singh Case ની શરૂઆત 2023માં થઈ હતી. 28 એપ્રિલ, 2023ના રોજ દિલ્હી પોલીસના કોનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બૃજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમર વિરુદ્ધ (FIR) નોંધાઈ હતી.
ત્યારબાદ (15 જૂન, 2023 )ના રોજ દિલ્હી પોલીસે બૃજભૂષણ વિરુદ્ધ યૌન ઉત્પીડન, મહિલા પર હુમલો તથા સ્ટોકિંગ સંબંધિત આરોપોમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અહેવાલ મુજબ ચાર્જશીટમાં છ મહિલા પહેલવાનોના આરોપો અને અનેક સાક્ષીઓના નિવેદનો સામેલ હતા.
હવે 9 ઓક્ટોબરે થશે સુનાવણી
મહિલા પહેલવાનોએ બૃજભૂષણ શરણ સિંહને બરી કરવામાં આવ્યા હતા તે નિર્ણયને પડકાર્યા બાદ હવે Brij Bhushan Sharan Singh Case સેશન કોર્ટ સમક્ષ પહોંચ્યો છે. મહિલા પહેલવાનોની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા બૃજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને નોટિસ જારી કરવામાં આવી છે. બંને આરોપીઓ પાસેથી અરજી અને તેમાં કરવામાં આવેલી દલીલો અંગે પોતાનો જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
હવે આ કેસમાં (9 ઓક્ટોબરની સુનાવણી) મહત્વપૂર્ણ રહેશે. આ દિવસે આરોપીઓ તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યા બાદ મહિલા પહેલવાનોની અપીલ અંગે આગળની કાર્યવાહી થઈ શકે છે. સેશન કોર્ટ સમગ્ર મામલે બંને પક્ષોની દલીલો અને ઉપલબ્ધ કાનૂની રેકોર્ડને ધ્યાનમાં લઈને કેસને આગળ વધારશે.
