Washington News/ $18 બિલિયનનું રોકાણ: અમેરિકામાં Essar-backed Mesabi Metallicsનો વિશાળ Steel Project

એસ્સાર ગ્રૂપના વાઇસ ચેરમેન અને ફાઉન્ડર  રવિ રુઇયાએ જણાવ્યું હતું કે: “આ રોકાણ એસારની વૈશ્વિક સફરમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે અને વૈશ્વિક સ્તરે વર્લ્ડ-ક્લાસ બિઝનેસ સ્થાપવાના મારા ભાઈ શશી રુઇયાના વિઝનને આગળ ધપાવશે

Top Stories World Breaking News
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે (Donald Trump)આજે વોશિંગ્ટન, ડી.સી. સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે એસ્સાર -સમર્થિત મેસાબી મેટાલિક્સ (Mesabi Metallics)દ્વારા સંપૂર્ણ સંકલિત અમેરિકન સ્ટીલ કંપની સ્થાપવા માટે કરવામાં આવનાર $18 બિલિયનના ઐતિહાસિક રોકાણની જાહેરાત કરી હતી

Washington News: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે (Donald Trump)આજે વોશિંગ્ટન, ડી.સી. સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે એસ્સાર -સમર્થિત મેસાબી મેટાલિક્સ (Mesabi Metallics)દ્વારા સંપૂર્ણ સંકલિત અમેરિકન સ્ટીલ કંપની સ્થાપવા માટે કરવામાં આવનાર $18 બિલિયનના ઐતિહાસિક રોકાણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત મિનેસોટાના મેસાબી આયર્ન રેન્જ ખાતે આવેલી આયર્ન ઓર ખાણનું આયોવામાં સ્થાપનારા નવા સ્ટીલ કોમ્પ્લેક્સ સાથે જોડાણ કરવામાં આવશે.

આ જાહેરાત એસાર ગ્રૂપ (Essar Group)ના વાઇસ ચેરમેન અને ફાઉન્ડર રવિ રુઇયા અને મેસાબી મેટાલિક્સ (Mesabi Metallics)ના ચેરમેન રેવંત રુઇયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં યુ.એસ. કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક, યુ.એસ. એનર્જી સેક્રેટરી ક્રિસ રાઇટ, યુ.એસ. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્કના ચેરમેન જોન જોવાનોવિચ તેમજ આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ, સેનેટર જોની અર્ન્સ્ટ અને આયોવા કોંગ્રેસનલ ડેલિગેશનના સભ્યો રિપ્રેઝન્ટેટિવ મેરીઆનેટ મિલર-મીક્સ અને એશ્લે હિન્સન પણ ઉપસ્થિત રહ્યા હતા.

વ્હાઇટ હાઉસ ખાતેની જાહેરાતની લિંક : https://www.youtube.com/watch?v=TmNee1tFlmc

આ રોકાણમાં આયોવામાં પ્રસ્તાવિત $15 બિલિયનના ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કોમ્પ્લેક્સ ઉપરાંત, મિનેસોટા ખાતે આયર્ન ઓર માઇન અને પેલેટાઇઝિંગ ફેસિલિટીમાં થયેલા વર્તમાન $3 બિલિયનના રોકાણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અમેરિકન ઇતિહાસમાં સિંગલ લોકેશન ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કોમ્પ્લેક્સમાં થયેલું સૌથી મોટું રોકાણ છે.

આ પ્રોજેક્ટ થકી મિનેસોટા અને આયોવામાં રોજગારીની નવી તકોનું સર્જન થશે, સમગ્ર મિડવેસ્ટ ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિને વેગ મળશે અને સંપૂર્ણ સંકલિત, 100% અમેરિકન સ્ટીલ સપ્લાય ચેઇન સ્થાપિત કરીને અમેરિકન સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ આવશે; જેમાં આયર્ન ઓરનું ખનન, સ્ટીલનું ગલન (મેલ્ટિંગ) અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં જ થશે.

અહીં ઉલ્લેખનીય છે કે, મેસાબી મેટાલિક્સ દ્વારા તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 50 વર્ષમાં સૌપ્રથમ નવી આયર્ન ઓર માઇન શરૂ કરવામાં આવી છે.

એસ્સાર ગ્રૂપના વાઇસ ચેરમેન અને ફાઉન્ડર  રવિ રુઇયાએ જણાવ્યું હતું કે: “આ રોકાણ એસારની વૈશ્વિક સફરમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે અને વૈશ્વિક સ્તરે વર્લ્ડ-ક્લાસ બિઝનેસ સ્થાપવાના મારા ભાઈ શશી રુઇયાના વિઝનને આગળ ધપાવશે. સ્ટીલ વેલ્યુ ચેઇનમાં ત્રણ દાયકાથી વધુના બહોળા અનુભવ સાથે, એસાર આ ઐતિહાસિક રોકાણમાં તેની કુશળતા પ્રદાન કરતાં ગર્વ અનુભવે છે. આ પહેલ ભારત-યુ.એસ. આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પણ પ્રતિબિંબિત કરે છે અને દીર્ઘકાલીન રોકાણ, ઔદ્યોગિક વિકાસ તેમજ રોજગારી સર્જન દ્વારા તેમના આ વિઝનમાં યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

મેસાબી મેટાલિક્સ (Mesabi Metallics)ના ચેરમેન  રેવંત રુઇયાએ જણાવ્યું હતું કે: “આ ક્ષણ અમેરિકન સ્ટીલ ઉદ્યોગ માટે નિર્ણાયક અને મેસાબી મેટાલિક્સ માટે એક પરિવર્તનકારી સીમાચિહ્ન છે. અમે 100% અમેરિકન સ્ટીલનું ઉત્પાદન કરવા માટે મિનેસોટાના વર્લ્ડ-ક્લાસ આયર્ન ઓર સંસાધનોને આયોવાના સ્ટીલ નિર્માણ સાથે સાંકળીને પાયાથી જ એક સંપૂર્ણ સંકલિત સ્ટીલ બિઝનેસનું નિર્માણ કરી રહ્યા છીએ. આ રોકાણ હજારો નવી નોકરીઓનું સર્જન કરશે, સ્થાનિક સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવશે અને મેસાબી મેટાલિક્સને અમેરિકાના સ્ટીલ ઉદ્યોગમાં એક અગ્રણી બળ તરીકે સ્થાપિત કરશે.”

મિનેસોટામાં ખનન (Mined in Minnesota)

મિનેસોટાના મેસાબી આયર્ન રેન્જ ખાતે આવેલી મેસાબી મેટાલિક્સની આયર્ન ઓર માઇન, યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 50 વર્ષમાં સ્થાપાયેલી સૌપ્રથમ નવી આયર્ન ઓર માઇન છે, જેમાં આજદિન સુધી આશરે $3 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે.

મિનેસોટાના નાશવાક (Nashwauk) ખાતે સ્થિત આ ખાણ ‘પેટ્રિયટ પેલેટ’ (Patriot Pellet)નું ઉત્પાદન કરશે, જે કંપનીનું ડાયરેક્ટ-રિડક્શન-ગ્રેડ (DR-ગ્રેડ) આયર્ન ઓર પેલેટ છે. તે આધુનિક ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ સ્ટીલમેકિંગ માટે ખાસ ડિઝાઇન કરાયેલું છે અને વિશ્વમાં બનતા શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત આયર્ન ઓર પેલેટ્સ પૈકીનું એક છે.

પેટ્રિયટ પેલેટમાં પરિવર્તિત થયા બાદ ખાણનું આ લોહ અયસ્ક સીધું આયોવા સ્ટીલ કોમ્પ્લેક્સમાં મોકલવામાં આવશે, જે સંપૂર્ણ સ્થાનિક ‘માઇન-ટુ-મિલ’ સપ્લાય ચેઇનની આગામી કડી છે.

હાલમાં આ સાઇટ પર 1,500થી વધુ કન્સ્ટ્રક્શન વર્કર્સ કાર્યરત છે, જ્યારે ખાણ ખાતે 200થી વધુ પૂર્ણસમયના કર્મચારીઓ પણ કાર્યરત છે. ખાણ સંપૂર્ણપણે કાર્યરત થતાં આ સંખ્યા 350 પૂર્ણ-સમયની નોકરીઓ સુધી પહોંચવાની અપેક્ષા છે.

આયોવામાં સ્ટીલ નિર્માણ (Steelmaking in Iowa)

મેસાબી મેટાલિક્સ (Mesabi Metallics)નું રોકાણ સમગ્ર આયોવા, મિડવેસ્ટ અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર આર્થિક અને રોજગારીની તકો ઊભી કરશે:

  • કંપની આયોવામાં નવું કોમ્પ્લેક્સ સ્થાપવા માટે $15 બિલિયનનું રોકાણ કરશે, જે કન્સ્ટ્રક્શન દરમિયાન 8,000થી વધુ નોકરીઓનું સર્જન કરશે તેમજ સમુદાયમાં વધારાની રોજગારીને વેગ આપવા માટે સ્થાનિક વેન્ડર્સનો સહયોગ લેશે.
  • પ્લાન્ટ કાર્યરત થયા પછી, મેસાબી મેટાલિક્સ ઓછામાં ઓછા 1,750 પૂર્ણ-સમયના સભ્યોને રોજગારી આપશે અને સમગ્ર આયોવા તથા મિડવેસ્ટના સપ્લાયર્સ અને વ્યવસાયો સાથે ભાગીદારી ચાલુ રાખશે.
  • કન્સ્ટ્રક્શન અને પૂર્ણ કામગીરીના પ્રથમ 10 વર્ષ દરમિયાન, અમેરિકન-નિર્મિત સ્ટીલમાં મેસાબી મેટાલિક્સનું રોકાણ કુલ $95 બિલિયનનું આર્થિક આઉટપુટ પ્રદાન કરશે — જે દેશભરના વ્યવસાયો, કામદારો અને સમુદાયોને સશક્ત બનાવશે.

ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી

નવીન ટેક્નોલોજીના સંયોજનથી આયોવામાં મેસાબી મેટાલિક્સ (Mesabi Metallics)નું ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કોમ્પ્લેક્સ વિશ્વની સૌથી કાર્યક્ષમ અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સુવિધાઓ પૈકીનું એક બનશે. આ કોમ્પ્લેક્સ હોટ ડાયરેક્ટ રિડ્યુસ્ડ આયર્ન (DRI) અને ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ (EAF) ટેક્નોલોજીનો ઉપયોગ કરશે, જે ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને ઉત્સર્જનમાં મોટો ઘટાડો લાવશે.

  • DRI ટેક્નોલોજી: આ ટેક્નોલોજી અંતર્ગત મિનેસોટામાંથી મેળવેલા આયર્ન ઓરમાંથી તેના મેલ્ટિંગ પોઇન્ટથી નીચા તાપમાને ઓક્સિજન દૂર કરવામાં આવે છે અને ઘન ધાતુ આયર્ન (મેટાલિક આયર્ન) બનાવવામાં આવે છે. DRI જ્યારે ગરમ હોય ત્યારે જ તેને ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં દાખલ કરવાથી તેને ઓગાળવા માટે જરૂરી ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જેનાથી સ્ટીલ ઉત્પાદન પ્રક્રિયાની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં સુધારો થાય છે.
  • EAF ટેક્નોલોજી: આ સ્ટીલ ઉત્પાદન માટેની વધુ કાર્યક્ષમ અને ખર્ચ-અસરકારક પદ્ધતિ છે. આ પ્લાન્ટની EAFsમાં પ્લાન્ટની પોતાની જ DRI પ્રક્રિયામાંથી મેળવેલા ગરમ, હોટ રિડ્યુસ્ડ આયર્ન અને સ્ક્રેપ સ્ટીલનું મિશ્રણ ફીડ કરવામાં આવશે — જે પરંપરાગત કોલસા આધારિત બ્લાસ્ટ ફર્નેસની સરખામણીએ ઊર્જા વપરાશ અને ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરે છે.

આ અદ્યતન ટેક્નોલોજી અને ટકાઉ પદ્ધતિઓ દ્વારા મેસાબી મેટાલિક્સ અત્યંત કાર્યક્ષમ, સંપૂર્ણ સ્થાનિક ઉત્પાદન પ્રક્રિયા પ્રદાન કરશે — જે ઉચ્ચ ગુણવત્તાવાળા, પર્યાવરણ-અનુકૂળ, ખર્ચ-અસરકારક અને 100% અમેરિકન સ્ટીલનું ઉત્પાદન સુનિશ્ચિત કરશે: જ્યાં ખનન, ગલન અને પ્રોડક્ટનું નિર્માણ સંપૂર્ણતઃ અમેરિકામાં જ થશે.

અમેરિકન સ્ટીલ નિર્માણનું નવું સ્વરૂપ (Reshaping American Steelmaking)

યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટીલ ઉત્પાદકો મુખ્યત્વે બે પ્રક્રિયાઓ પર આધાર રાખે છે: અમેરિકન ખાણોમાંથી આયર્ન ઓરનો ઉપયોગ કરતી ઇન્ટિગ્રેટેડ બ્લાસ્ટ ફર્નેસ મિલ્સ, અને સ્ક્રેપ તેમજ આયાતી લોખંડને રિસાઇકલ કરતી અત્યંત કાર્યક્ષમ ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસિસ.

મેસાબી મેટાલિક્સ મિનેસોટા ખાતેની પોતાની નવી ખાણના સ્થાનિક આયર્ન ઓર સાથે આયોવાના આધુનિક ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ સ્ટીલમેકિંગ કોમ્પ્લેક્સનું જોડાણ કરીને આ બંને પદ્ધતિઓના શ્રેષ્ઠ પાસાંઓને એકત્રિત કરે છે.

આ જોડાણ મેસાબી મેટાલિક્સને સંપૂર્ણ સ્થાનિક, પર્યાવરણ-અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફિનિશ્ડ સ્ટીલ પ્રોડક્ટ્સનું કિફાયતી રીતે નિર્માણ કરવા સક્ષમ બનાવશે.

મેસાબી મેટાલિક્સ કંપની એલએલસી વિશે

એસ્સાર ગ્રૂપ (Essar Group)ની કંપની, મેસાબી મેટાલિક્સ કંપની એલએલસી (Mesabi Metallics Company LLC), મિનેસોટાના નાશવાક ખાતે અત્યાધુનિક DR-ગ્રેડ આયર્ન ઓર માઇન અને પેલેટ પ્લાન્ટ વિકસાવી રહી છે.

પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેમાં આશરે $3 બિલિયનનું રોકાણ થયું હશે અને મિનેસોટામાં છેલ્લા લગભગ પચાસ વર્ષમાં વિકસિત પ્રથમ નવી આયર્ન ઓર માઇન અને પેલેટ પ્લાન્ટ બનશે.

મેસાબી વિશ્વના સર્વોચ્ચ-ગ્રેડ DR પેલેટ્સનું ઉત્પાદન કરશે, જે અમેરિકાના સ્ટીલ ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, જહાજ નિર્માણ, સંરક્ષણ ઔદ્યોગિક પાયો અને વ્યાપક ઉત્પાદન ક્ષેત્રના પુનરુત્થાન માટે જરૂરી મહત્વપૂર્ણ કાચા માલનો વિશ્વસનીય સ્થાનિક પુરવઠો પૂરો પાડશે.

ક્રિટિકલ સ્ટીલ સપ્લાય ચેઇન અને ઔદ્યોગિક ઉત્પાદનને ફરીથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પરત લાવવાની વ્યાપક વ્યૂહરચનાનો મેસાબી મેટાલિક્સ આધારસ્તંભ છે.

એસાર ગ્રૂપ વિશે

એસાર વર્લ્ડ-ક્લાસ એસેટ્સના વૈવિધ્યસભર પોર્ટફોલિયો સાથેનું ઇકોસિસ્ટમનું વૈશ્વિક કૉન્ગ્લોમરેટ છે. પાંચ દાયકાથી વધુના ઉદ્યોગસાહસિક અનુભવ સાથે, ગ્રૂપે વૈશ્વિક બજારોમાં બિઝનેસનું સફળતાપૂર્વક નિર્માણ અને વિતરણ કર્યું છે તેમજ US $30 બિલિયનથી વધુના મૂડીરોકાણો કર્યા છે.

આજે, ગ્રૂપ એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ્સ એન્ડ માઇનિંગ, અને ટેક્નોલોજી એન્ડ રિટેલ સેક્ટરમાં કાર્યરત છે, જે વાર્ષિક આશરે US $18 બિલિયનની આવક ઉપાર્જિત કરે છે અને વિશ્વભરમાં 7,000થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

એસાર હવે તેની વિકાસયાત્રાના આગલા તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભવિષ્યલક્ષી ઇકોસિસ્ટમ બનાવવા માટે ગ્રૂપ તેના વર્તમાન પોર્ટફોલિયોનું પરિવર્તન અને આધુનિકીકરણ કરી રહ્યું છે, તેમજ ફ્યુચર ફ્યુઅલ્સ, સ્માર્ટ મોબિલિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા પ્લેટફોર્મ્સમાં રોકાણ કરી રહ્યું છે.

આમાં હાઇડ્રોજન, બાયોફ્યુઅલ્સ, રિન્યુએબલ્સ, LNG અને EV મોબિલિટી સોલ્યુશન્સ તેમજ મોટા પાયાના ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો : એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું નિધન, 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો :  વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિના મૃત્યુનો ટાઇટેનિક સાથે શું છે સંબંધ? ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

આ પણ વાંચો :  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન ટુ વન બેઠક કરી