World News :ટ્રમ્પે ફ્લાયદુબઈ વિમાન દુર્ઘટના (Flydubai plane crash) ઈરાનની સંડોવણી સાબિત થશે તો ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અને અંતિમ અહેવાલની રાહ જોવાઈ રહી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફ્લાયદુબઈ ફ્લાઇટ ક્રેશ મામલે એક મોટું અને આક્રમક નિવેદન જારી કરીને ઈરાનને સીધી ચેતવણી આપી છે. પ્રારંભિક તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે આ દુર્ઘટના પાછળ ઈરાન સાથે કનેક્શન હોઈ શકે છે. જો તપાસમાં આ વાત સાબિત થશે, તો ઈરાનને તેના ગંભીર અને ભયંકર પરિણામોનો સામનો કરવો પડશે.

પાયલટની હત્યા કરવાનો પ્રયાસ
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓમાની નાગરિક એવા કો-પાયલટે પાયલટની હત્યા કરવાનો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અત્યંત સંવેદનશીલ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને ભારત સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહ્યા છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ હાલમાં કોઈ પણ ઉતાવળિયા નિષ્કર્ષ પર પહોંચવાનો ઇનકાર કર્યો છે. જો કે, વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો હુમલાખોરનો ઈરાન (Iran) કે અન્ય કોઈ સંગઠન સાથે સીધો સંબંધ હોવાનું બહાર આવશે, તો કોઈ પણ દેશ ઈરાનને યુનાઇટેડ સ્ટેટ્સના ક્રોધથી બચાવી શકશે નહીં.

7-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અગાઉ પણ ઈરાનના 7-મુદ્દાના શાંતિ પ્રસ્તાવ (Peace Proposal)ને ફગાવી દીધો હતો અને હવે આ ઘટનામાં જો ઈરાનની સંડોવણી સાબિત થાય છે, તો તેણે ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. હાલ સમગ્ર વિશ્વ આ વિમાન ક્રેશના અંતિમ તપાસ અહેવાલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.
આ પણ વાંચો:PM મોદી-ટ્રમ્પની ફોન પર વાતચીત: ભારત-અમેરિકા ભાગીદારી આગળ વધારવા ચર્ચા
આ પણ વાંચો:ટ્રમ્પે શી જિનપિંગને પૂછ્યું- અમેરિકન હથિયારો ખરીદશો? દુનિયાભરમાં ચર્ચા
આ પણ વાંચો:10 વર્ષ બાદ અમેરિકા પહોંચ્યા શી જિનપિંગ, ટ્રમ્પે એરપોર્ટ પર કર્યું ખાસ સ્વાગત
