Tech News/ TRAIનો મોટો આદેશ : સસ્તા રિચાર્જ હવે છુપાશે નહીં

આ નવા નિર્દેશ બાદ આવા TRAI-નિર્ધારિત પ્લાન શોધવા ગ્રાહકો માટે વેબસાઇટ અને એપ પર પ્રક્રિયા વધુ સરળ બનવાની અપેક્ષા છે.

Top Stories India Tech & Auto
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ 1 ઓક્ટોબર 2026ના રોજ ટેલિકોમ કંપનીઓને રિચાર્જ પ્લાન (TRAI recharge plans)ની માહિતી વધુ સ્પષ્ટ રીતે દર્શાવવાનો નિર્દેશ આપ્યો છે

Tech News : મોબાઇલ રિચાર્જ કરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ 1 ઓક્ટોબર 2026ના રોજ ટેલિકોમ કંપનીઓને રિચાર્જ પ્લાન (TRAI recharge plans)ની માહિતી વધુ સ્પષ્ટ રીતે દર્શાવવાનો નિર્દેશ આપ્યો છે. હવે ગ્રાહકોને જરૂરી અને TRAI દ્વારા નિર્ધારિત રિચાર્જ વાઉચર શોધવા માટે વેબસાઇટ કે એપમાં અનેક પેજ ખંગાળવા નહીં પડે.

TRAIનો નવો આદેશ

TRAIના નિર્દેશ મુજબ તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓએ ‘TRAI-Mandated Packs’ નામનો અલગ અને સ્પષ્ટ રીતે દેખાતો ટેબ અથવા વિભાગ બનાવવો પડશે. આ વિભાગમાં TRAI દ્વારા નિર્ધારિત વિવિધ વાઉચર અને રિચાર્જ પ્લાન (TRAI recharge plans)દર્શાવવાના રહેશે.

ખાસ વાત એ છે કે કંપનીની વેબસાઇટ અને મોબાઇલ એપના પ્રીપેડ રિચાર્જ (mobile recharge)વિભાગમાં આ ટેબ પ્રથમ સ્થાને દેખાવો જોઈએ. આ ઉપરાંત કંપનીના અન્ય વિશિષ્ટ વેચાણ કેન્દ્રો પર પણ આ માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે.

સસ્તા પ્લાન હવે પહેલા દેખાશે

TRAIને ગ્રાહકો તરફથી ફરિયાદો મળી હતી કે જરૂરી અને ઓછી કિંમતના વાઉચર સરળતાથી દેખાતા નથી. નિયમનકાર દ્વારા વિવિધ ટેલિકોમ કંપનીઓની વેબસાઇટ અને એપની તપાસમાં પણ જાણવા મળ્યું કે કેટલાક પ્લાન અલગ-અલગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા અથવા તેને શોધવા માટે ગ્રાહકોને અનેક સ્ક્રીનમાંથી પસાર થવું પડતું હતું.

નવા નિયમનો હેતુ ગ્રાહકોને ઉપલબ્ધ રિચાર્જ વિકલ્પોની માહિતી સરળતાથી મળે અને પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય પ્લાન પસંદ કરી શકે તેવો છે.

30 દિવસમાં કરવું પડશે પાલન

TRAIએ ટેલિકોમ કંપનીઓને આ નિર્દેશ જારી થયાની તારીખથી 30 દિવસની અંદર તેનું પાલન કરવાનો સમય આપ્યો છે. એટલે 1 ઓક્ટોબર 2026ના નિર્દેશ બાદ કંપનીઓએ ઓક્ટોબરના અંત સુધીમાં જરૂરી ફેરફાર કરવા પડશે.

આ ઉપરાંત TRAIના નિયમો મુજબ દરેક ટેલિકોમ ઓપરેટરે ઓછામાં ઓછો એક પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર 30 દિવસની માન્યતા સાથે ઉપલબ્ધ કરાવવાનું છે.

વોઇસ અને SMS માટે અલગ પ્લાન

TRAIએ અગાઉ વોઇસ કોલ અને SMS માટે ડેટા વગરના સ્પેશિયલ ટેરિફ વાઉચર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ કરી છે. આવા પ્લાન ખાસ કરીને એવા ગ્રાહકો માટે ઉપયોગી છે જેમને મોબાઇલ ડેટાની જરૂરિયાત ઓછી હોય અથવા તેઓ મુખ્યત્વે કોલિંગ અને SMS માટે મોબાઇલ કનેક્શનનો ઉપયોગ કરતા હોય. TRAIની માહિતી મુજબ વોઇસ અને SMS-ઓનલી પ્રીપેડ પ્લાન ડેટા વગર ઉપલબ્ધ હોય છે.

આ નવા નિર્દેશ બાદ આવા TRAI-નિર્ધારિત પ્લાન શોધવા ગ્રાહકો માટે વેબસાઇટ અને એપ પર પ્રક્રિયા વધુ સરળ બનવાની અપેક્ષા છે.


આ પણ વાંચો: Jio, Airtel અને Vi યુઝર્સને રાહત! TRAIના નવા નિયમથી સસ્તા થશે Voice-SMS Recharge, જાણો શું બદલાશે

આ પણ વાંચો: TRAI-ED અધિકારી બની વૃદ્ધ દંપતી પાસેથી ₹25 લાખ માગ્યા, પોલીસે બચાવ્યા

આ પણ વાંચો: TRAIની નવી MyCall એપ લોન્ચ: હવે કોલ પૂરો થતાં જ આપો રિયલ-ટાઇમ ફીડબેક, નેટવર્ક સુધારવામાં મળશે મદદ