Food Recipe/ ચોખા અને છાશથી બનાવો બુંદેલખંડ સ્પેશ્યલ ‘મહેરી’….અનોખી પારંપરિક ડિશ…

મહેરી (Maheri Dish) એક પારંપરિક ડિશ છે જેનો સ્વાદ બાળકો અને વડીલો બંનેને પસંદ પડે છે. આ ખાવામાં હળવી પણ હોય છે જેથી પાચનમાં…

Trending Food Lifestyle
Maheri Dish...બુંદેલખંડની એક Traditional Delicious ડિશ...25 મિનિટમાં ઝટપટ રેડી થઈ જશે!

Food Recipe: એવી કેટલીક વાનગીઓ છે જેને વિશેષ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં ઘણી જ પસંદ કરવામાં આવે છે. બુંદેલખંડની ‘મહેરી’ ડિશ (Maheri Dish) એક આવી જ વાનગી છે જે ખાવામાં દેશી મહેક અને અત્યંત સ્વાદ ધરાવે છે.

ભોજનની બાબતે ભારત (Indian Food) ઘણુ જ સમૃદ્ધ છે. અહિં દરેક રાજ્ય અને ક્ષેત્રમાં જુદા-જુદા સ્વાદ ચાખવા મળે છે. ઉત્તર ભારતના રાજ્ય પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશથી માંડીને દક્ષિણ ભારતીય રાજ્યો તમિલનાડુ, કેરલ વગેરેમાં તમે વિભિન્ન પારંપરિક ડિશ જોવા મળશે. એવી કેટલીક ડિશ છે જે દેશ નહિં પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. જો કે, એવી કેટલીક વાનગીઓ (Village Dishes) છે જેને વિશેષ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં ઘણી જ પસંદ કરવામાં આવે છે. બુંદેલખંડની ‘મહેરી’ ડિશ એક આવી જ વાનગી છે જે ખાવામાં દેશી મહેક અને અત્યંત સ્વાદ ધરાવે છે.

‘મહેરી’ની વિશેષતા

મહેરી એક પારંપરિક ડિશ છે જેનો સ્વાદ બાળકો અને વડીલો બંનેને પસંદ પડે છે. આ ખાવામાં હળવી પણ હોય છે જેથી પાચનમાં મુશ્કેલી પણ ઊભી નથી થતી! લંચ અથવા ડિનરમાં રોટલી-શાક ખાવાનું મન ન થાય તો તમે મહેરી ડિશ બનાવી શકો છો. ઓછા સમયમાં એ ચોખા અને છાશ વડે તૈયાર થઈ જશે.

આ વાનગી બુંદેલખંડ (Bundelkhand) જ નહિં પરંતુ રાજસ્થાન, બિહાર અને ગુજરાતના અનેક સ્થળોએ બનાવવામાં આવે છે અને એમાં પણ વિભિન્નતા જોવા મળે છે. ક્યાંક આ વાનગી બાજરીથી તો ક્યાંક એને ઘઉંના દલિયા વડે બનાવવામાં આવે છે. ખાસ કરીને મહેરી શિયાળાની ઠંડીમાં બનાવાય છે. પરંતુ તમારે આ સિઝનમાં ખાવી હોય તો એને ચોખાથી પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ….આ પરંપરાગત વાનગી (Traditional Dish) મહેરી બનાવવાની વિધિ અંગે…

શી રીતે બનાવશો બુંદેલખંડની ‘મહેરી’ ડિશ? (Maheri Dish Recipe)

મહેરી ડિશ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

મહેરી ડિશ બનાવવા માટેની સામગ્રી
મહેરી ડિશ બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

1 કપ ચોખા

2 કપ છાશ

1 કપ પાણી

1 ચમચી હળદર

સ્વાદાનુસાર મીઠું

1 ચમચી દેશી ઘી

1 નાની ચમચી રાઈ

1 નાની ચમચી જીરું

2 સૂકા લાલ મરચાં

2 લીલા મરચાં

સ્વાદાનુસાર સંચળ

1 ચમચી આદુ-લસણની પેસ્ટ

4-5 મીઠા લીમડાના પાન

1 ચપટી હીંગ

બુંદેલખંડની મહેરી ડિશ
બુંદેલખંડની મહેરી ડિશ

બનાવવાની વિધિ

1. મહેરી બનાવવા માટે સૌપ્રથમ ચોખા (Rice)ને લગભગ 30 થી 40 મિનિટ સુધી પલાળી રાખો.

2. હવે કોઈ કૂકર કે જાડા તળીયાવાળા વાસણમાં ચોખા અને પાણીમાં મીઠું ઉમેરીને એ ગળે ત્યાં સુધી પકાવી લો.

3. એક કડાઇમાં તેલ ગરમ કરો. એમાં રાઈ, જીરુ, લાલ સૂકા મરચા અને હીંગ ઉમેરો.

4. વઘાર તતડે એટલે એમાં લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ અને મીઠા લીમડાના પાન ઉમેરો.

5. થોડી વાર સાંતળ્યા બાદ એમાં હળદર ઉમેરો અને બાફેલા ભાત ઉમેરો. એને સારી રીતે મિક્સ કરી લો.

6. હવે એમાં છાશ (Buttermilk) અને જરુર મુજબ પાણી ઉમેરો. સતત હલાવતા રહો જેથી છાશ ફાટે નહિં.

7. એક ઉભરો આવે ત્યાં સુધી ચલાવતા રહો. પછી એમાં મીઠું અને સંચળ ઉમેરો. ઢાંકીને એને ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો.

તો તૈયાર છે તમારી પરંપરાગત મહેરી ડિશ…જેને કોથમીર ભભરાવી અને દેશી ઘી ઉમેરીને તમે ગમે ત્યારે, લંત કે ડિનરમાં બનાવીને ખાઈ શકો છો.


આ પણ વાંચો: મગની દાળ, ચોખા અને મગફળીને પલાળીને બનાવો હરિયાળી પનીર ચીલા…બ્રેકફાસ્ટ માટે હૅલ્ધી ઑપ્શન..!

આ પણ વાંચો: નાસ્તામાં દલિયાથી બનાવો ક્રિસ્પી હાઈ-પ્રોટીન નગેટ્સ…મળશે ભરપૂર સ્વાદ…સરળ રેસિપી..!

આ પણ વાંચો: રામપુરનો પ્રખ્યાત ‘હબસી હલવો’…તૈયાર કરતા કલાકો અને દિવસો લાગે છે! ઘરે સરળ રીતે બનાવો…