Not Set/ દિલ્લી : માં દુર્ગાના પંડાલમાં નજીવી બાબતે ૪૪ વર્ષીય માણસની ચાકુ મારીને કરવામાં આવી હત્યા

દિલ્લી દિલ્લીમાં માં દુર્ગાના પંડાલમાં એક નજીવી બાબતે ૪૪ વર્ષીય વ્યક્તિ મોતને ભેટ્યા હતા. આ વ્યક્તિના ગીત બદલવાનું કહેવા બદલ તેની હત્યા કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગીત બદલવાનું કહેતા ૩ વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી. ૪૪ વર્ષીય રિયાઝે પંડાલમાં ગીત  બદલવાની માંગ કરી હતી જેને લઈને ગુસ્સે થયેલા લોકોએ તેના માથામાં ચપ્પાનો […]

Top Stories India Trending

દિલ્લી

દિલ્લીમાં માં દુર્ગાના પંડાલમાં એક નજીવી બાબતે ૪૪ વર્ષીય વ્યક્તિ મોતને ભેટ્યા હતા. આ વ્યક્તિના ગીત બદલવાનું કહેવા બદલ તેની હત્યા કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગીત બદલવાનું કહેતા ૩ વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી.

૪૪ વર્ષીય રિયાઝે પંડાલમાં ગીત  બદલવાની માંગ કરી હતી જેને લઈને ગુસ્સે થયેલા લોકોએ તેના માથામાં ચપ્પાનો ઘા કર્યો હતો.

ચપ્પુ લાગવાને લીધે તેમને સફદરગંજ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ૨ દિવસ બાદ તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.મંગળવારે રિયાઝની ડેડબોડી પરિવારને સોંપવામાં આવી હતી.પોલીસના કહેવા પ્રમાણે દુર્ગા પંડાલમાં થયેલી આ ઘટના બદલ વિનય, મનોજ અને મહેશની ધરપકડ કરવામાં આવી છે.

આ આરોપીની સામે આની પહેલા પણ ઘણા અપરાધના ગુના નોંધાયેલા છે.