Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સને (Danilimda AMC Property Tax)લઈને વિવાદ સર્જાયો છે. દાઉદભાઈ ગણેશભાઈની ચાલી વિસ્તારમાં રહેતા સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના સામાન્ય ઝૂંપડા અને નાના મકાનોને અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના ચોપડે ‘રો-હાઉસ’ તરીકે દર્શાવી દેવામાં આવ્યા છે. જેના કારણે મિલકત વેરો અગાઉની (AMC Property Tax) સરખામણીએ બમણો થઈ ગયો હોવાનો સ્થાનિકોનો દાવો છે.
Danilimda AMC Property Tax: સામાન્ય મકાનોને રો-હાઉસની કેટેગરીમાં મૂક્યાનો આક્ષેપ
દાણીલીમડાની દાઉદભાઈ ગણેશભાઈની ચાલી વિસ્તારમાં વર્ષોથી શ્રમિક અને આર્થિક રીતે નબળા પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં નાના મકાનો અને ઝૂંપડા પ્રકારના રહેણાંક મકાનો આવેલા છે.તાજેતરમાં AMCના પ્રોપર્ટી ટેક્સના બિલ મળ્યા બાદ રહીશો ચોંકી ગયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે સામાન્ય રહેણાંક મિલકતોને ‘રો-હાઉસ’ તરીકે દર્શાવીને તેની આકારણી કરવામાં આવી છે, જેના પરિણામે ટેક્સની રકમમાં મોટો વધારો થયો છે.
સ્થળ તપાસ વગર આકારણી થઈ હોવાનો સ્થાનિકોનો દાવો
સ્થાનિક રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે શું મિલકતોની વાસ્તવિક સ્થિતિની સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવી હતી કે પછી કચેરીમાં બેઠા-બેઠા જ મિલકતોની કેટેગરી નક્કી કરી દેવામાં આવી?રહીશોનું કહેવું છે કે તેમના મકાનોની વાસ્તવિક સ્થિતિ અને સરકારી રેકોર્ડમાં (AMC Tax Department) દર્શાવવામાં આવેલી કેટેગરી વચ્ચે વિસંગતતા હોય તો AMCએ સ્થળ તપાસ કરીને યોગ્ય આકારણી કરવી જોઈએ.
બમણા ટેક્સથી પરિવારના બજેટ પર અસર
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોજીરોટી માટે સંઘર્ષ (Property Tax Dispute) કરતા પરિવારો માટે અચાનક વધેલો પ્રોપર્ટી ટેક્સ વધારાનો આર્થિક બોજ બની રહ્યો છે. રહીશોએ માંગ કરી છે કે મિલકતોની ફરીથી તપાસ કરવામાં આવે અને વાસ્તવિક બાંધકામ તથા ઉપયોગના આધારે યોગ્ય ટેક્સ નક્કી કરવામાં આવે.
વોર્ડ ઓફિસથી AMC મુખ્યાલય સુધી વિરોધની ચીમકી
ટેક્સ વધારાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ ચીમકી આપી છે કે જો આકારણીમાં થયેલી ભૂલ તાત્કાલિક સુધારવામાં નહીં આવે અને વાજબી ટેક્સ નક્કી કરવામાં નહીં આવે, તો દાણીલીમડા વોર્ડ ઓફિસ તેમજ દાણાપીઠ સ્થિત AMC મુખ્યાલય ખાતે વિરોધ કરવામાં આવશે.
હાલ સમગ્ર મામલે સ્થાનિકોના આક્ષેપો સામે AMC ટેક્સ વિભાગનો સત્તાવાર પક્ષ સામે આવવાનો બાકી છે. ટેક્સની આકારણી કયા આધાર પર કરવામાં આવી અને ખરેખર મિલકતોને ‘રો-હાઉસ’ કેટેગરીમાં શા માટે મૂકવામાં આવી તે અંગે તંત્રની સ્પષ્ટતા બાદ જ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે AMCનું ખાસ આયોજન, મુસાફરો માટે વધારાની બસો દોડાવાશે
આ પણ વાંચો: અમદાવાદમાં જાહેરાતના બોર્ડ માટે વૃક્ષોનું હેવી ટ્રિમિંગ? ‘મિશન મિલિયન ટ્રી’ વચ્ચે AMC સામે સવાલ
આ પણ વાંચો: અમદાવાદ હોકો ઈટરીમાં ભટુરેમાંથી મચ્છર મળ્યાનો આક્ષેપ, ગ્રાહકે AMCમાં કરી ફરિયાદ
