Amreli News/ EWS આવાસોની તપાસમાં 290 મકાનોમાં ગેરરીતિ: AMCની નોટિસ, એક સપ્તાહમાં જવાબ આપવો પડશે

અમદાવાદમાં AMCના એસ્ટેટ વિભાગે 13,779 EWS આવાસોની તપાસ કરી 290 ગેરકાયદે રહેતા લોકોને નોટિસ આપી અને 43 મકાન સીલ કર્યા છે. વનકર્મી સહિત પાંચ ઈજાગ્રસ્ત.

Gujarat Ahmedabad Breaking News
Notice to illegal EWS

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સ્લમ રીહેબિલિટેશન યોજના હેઠળ ઝૂંપડાંવાસીઓ અને શહેરી ગરીબો માટે ફાળવવામાં આવેલા EWS આવાસોમાં નિયમ વિરુદ્ધ રહેતા લોકો સામે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વિવિધ ઝોનમાં કુલ 13,779 EWS આવાસોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 290 મકાનોમાં ગેરકાયદે રીતે રહેતા હોવાની બાબત ધ્યાનમાં આવતાં સંબંધિત મકાનમાલિકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

EWS આવાસોમાં ગેરકાયદે રહેતા લોકો સામે કાર્યવાહી

નોટિસ મળ્યાના એક સપ્તાહમાં જરૂરી પુરાવા રજૂ કરી સ્પષ્ટતા કરવા જણાવાયું છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 43 EWS આવાસ સીલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે ભાડે રહેતા હોવાનું જણાયેલા ચાર મકાનોને સીલ કરવામાં આવ્યા હતા. અગાઉની કાર્યવાહી સહિત અત્યાર સુધીમાં કુલ 43 આવાસ સીલ કરાયા છે.

ઝોન પ્રમાણે કાર્યવાહી

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 5,938 EWS આવાસોની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 281 મકાનોના માલિકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જોકે, આ ઝોનમાં કોઈ આવાસ સીલ કરવામાં આવ્યો નથી.

પૂર્વ ઝોનમાં 2,551 આવાસોની તપાસ દરમિયાન 7 નોટિસ (Notice) અને 15 સીલિંગની કાર્યવાહી થઈ છે. પશ્ચિમ ઝોનમાં 721 મકાનોની તપાસ કરીને 15 આવાસ સીલ કરાયા છે. દક્ષિણ ઝોનમાં 779 આવાસની તપાસ દરમિયાન 9 મકાન સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 459 મકાનોની તપાસમાંથી 2 નોટિસ અને 4 સીલિંગ કરવામાં આવ્યા છે. ઉત્તર ઝોનમાં 3,314 તથા મધ્ય ઝોનમાં 17 મકાનોની તપાસ કરવામાં આવી હતી, પરંતુ બંને ઝોનમાં નોટિસ કે સીલિંગની કાર્યવાહી થઈ નથી.

13,779માંથી 7 હજાર મકાનો નવા ફાળવાયા

એસ્ટેટ વિભાગે (Estate Department)તપાસેલા 13,779 આવાસોમાંથી આશરે 7,000 મકાનો ત્રણથી ચાર મહિના પહેલાં જ ફાળવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ નવા ફાળવાયેલા મકાનોની તપાસમાં કોઈ વાંધાજનક બાબત મળી નથી. દરમિયાન અગાઉ સીલ કરવામાં આવેલા 14 આવાસોમાંથી 12 મકાનોનો સાત વર્ષનો લોક-ઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો છે. હવે આ મકાનો અંગે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તપાસ આગળ પણ ચાલુ રહેશે

EWS આવાસોમાં ગેરકાયદે કબજો, નિયમ વિરુદ્ધ ભાડે આપવું અથવા ફાળવણીના નિયમોનો ભંગ થતો હોય તેવા કિસ્સાઓ શોધવા માટે આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રાખવામાં આવશે. હાલ 290 મકાનોને આપવામાં આવેલી કારણદર્શક નોટિસના જવાબ અને રજૂ કરાયેલા પુરાવાના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.


આ પણ વાંચો: અમદાવાદ EWS-LIG આવાસ માટે નવા કડક નિયમો: મકાન ભાડે આપશો તો ₹50 હજાર દંડ, 90 દિવસ સીલ અને વારંવાર ભંગે દસ્તાવેજ રદ

આ પણ વાંચો: રાજકોટમાં 163 આવાસનો ડ્રો રદ: ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

આ પણ વાંચો: રાજકોટ PM આવાસ યોજનામાં વધુ એક ગોટાળો? પત્નીને ઘર છતાં પતિને પણ ફાળવાયું આવાસ