Ahmedabad News :અમદાવાદ (Ahmedabad)પશ્ચિમ વિસ્તારમાં એક સાથે ત્રણ મહત્વપૂર્ણ બ્રિજોની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેના કારણે આગામી માર્ચ 2028 સુધી શહેરીજનોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ચીમનભાઈ પટેલ બ્રિજ (Chimanbhai Patel Bridge)ના વાઈડનિંગની સાથે સુભાષબ્રિજ (Subhash Bridge)નું રિકન્સ્ટ્રક્શન અને તેની બંને તરફ ટુ-લેન બ્રિજ બનાવવાની કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ પૂરા થતાં ઉત્તર ગુજરાત અને ગાંધીનગર તરફ જતાં વાહનચાલકોને મોટી રાહત મળશે, પરંતુ હાલ નિર્માણ કાર્ય ચાલુ હોવાથી બે વર્ષ સુધી કાળઝાળ ટ્રાફિક જામ સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે.
નવા ફ્લાઈઓવરની વિશેષતાઓ અને રૂટ
સમાંતર નવી પાંખ: આર.ટી.ઓ. સર્કલથી શરૂ થઈને સાબરમતી બુલેટ ટ્રેન ડેપો અને સાબરમતી રેલવે સ્ટેશન નજીક પૂરી થતી આ ત્રણ લેનની વધારાની પાંખ હયાત ચીમનભાઈ બ્રિજની સમાંતર આગળ વધશે.
ડાઉન રેમ્પની સુવિધા: સુભાષબ્રિજ સર્કલ તરફ નીચે ઉતરવા માટે એક સ્પેશિયલ ડાઉન રેમ્પ (આર્મ) મૂકવામાં આવશે, જેનાથી કાલીગામ અને બુલેટ ટ્રેન ડેપો તરફ જતા ટ્રાફિકને સીધી રાહત મળશે.
વૈકલ્પિક કનેક્ટિવિટી: આ નવો ફ્લાઈઓવર ઉત્તર ગુજરાત અને ગાંધીનગર તરફ જતા ભારે ટ્રાફિકને ડાયવર્ટ કરીને સીધો અને સરળ રસ્તો પૂરો પાડશે.
આ ચાર વિસ્તારોમાં સર્જાશે સૌથી મોટો ટ્રાફિક જામ
સાબરમતી – ચીમનભાઈ બ્રિજ રૂટ: સાબરમતી ટોરેન્ટ પાવર ચાર રસ્તાથી ચીમનભાઈ બ્રિજ સુધી 500 મીટર કે તેથી વધુ લાંબો ટ્રાફિક જામ રોજિંદી સમસ્યા બની ગયો છે.
આર.ટી.ઓ. સર્કલ જંક્શન: અમદાવાદ પશ્ચિમને પૂર્વ અને ગાંધીનગર (Gandhinagar)સાથે જોડતું આ મુખ્ય જંક્શન હોવાથી બ્રિજ પરથી ઉતરતા વાહનોને લીધે આખું સર્કલ અને આસપાસનો રોડ ચોકઅપ થઈ જાય છે.
પ્રમોદ રાવલ બ્રિજ જંક્શન: આ બ્રિજનો એક હિસ્સો પ્રમોદ રાવલ બ્રિજ સાથે કનેક્ટ થતો હોવાથી રાણીપ, જી.એસ.ટી. અને નિર્ણયનગર તરફ આવન-જાવન કરતા વાહનો અહીં પીક અવર્સમાં અટવાઈ જાય છે.
અખબારનગર જંક્શન: ચીમનભાઈ બ્રિજ પર ટ્રાફિક હોવાથી વાહનચાલકો વાડજ અને અખબારનગર અંડરબ્રિજ તરફ ડાયવર્ટ થાય છે, જેના લીધે આ ચાર રસ્તા પર પણ ભારે ભારણ વધી જાય છે.
આ પણ વાંચો:અમદાવાદ રેલવે ડિવિઝન માલામાલ! એક જ મહિનામાં 852 કરોડની કમાણી
આ પણ વાંચો:અમદાવાદમાં બે અકસ્માત, બે પરિવારમાં માતમ; વટવા-ઓગણજમાં 2 મોત
આ પણ વાંચો:ખેડૂતોની મહેનત હવે સીધી ગ્રાહકો સુધી પહોંચશે, વલસાડમાં 5 વેચાણ કેન્દ્રો શરૂ
