Punjab News/ પંજાબમાં LGBTQ ઈન્ફ્લુએન્સર પર ફાયરિંગ: ગોલ્ડી ધિલ્લોને જવાબદારી લીધી!

Punjab News : પંજાબના અમૃતસરમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ એમજી સંધુ પર શનિવારે અંધાધૂંધ ફાયરિંગ (Firing)ની ઘટના સામે આવી છે. હુમલામાં સંધુ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, સોશિયલ મીડિયા પર સંધુ […]

Top Stories India
પંજાબના અમૃતસરમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ એમજી સંધુ પર શનિવારે અંધાધૂંધ ફાયરિંગ (Firing)ની ઘટના સામે આવી છે

Punjab News : પંજાબના અમૃતસરમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ એમજી સંધુ પર શનિવારે અંધાધૂંધ ફાયરિંગ (Firing)ની ઘટના સામે આવી છે. હુમલામાં સંધુ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, સોશિયલ મીડિયા પર સંધુ ના મોતને લઈને કેટલાક દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના નિધનની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

અમૃતસરમાં ઈન્ફ્લુએન્સર પર ફાયરિંગ

પ્રાપ્ત માહિતી મુજબ, સંધુ પર રસ્તા પર ગોળીબાર (MG Sandhu Firing)કરવામાં આવ્યો હતો. હુમલા બાદ તે ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પણ સંધુ લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે.પોલીસને ઘટનાની માહિતી મળ્યા બાદ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હુમલાખોરો કોણ હતા અને ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર જવાબદારીનો દાવો

આ ઘટનાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં ગોલ્ડી ધિલ્લોન (Goldy Dhillon)અને જગ્ગા તરણતરણ નામના શખ્સોએ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ પોસ્ટ અને તેમાં કરવામાં આવેલા દાવાની પોલીસ અથવા અન્ય કોઈ સ્વતંત્ર સત્તાવાર સ્ત્રોત દ્વારા હજુ પુષ્ટિ કરવામાં આવી નથી.પોલીસ હુમલાની તમામ સંભવિત કડીઓની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

ગોલ્ડી ધિલ્લોનનું નામ કેમ ચર્ચામાં?

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ધિલ્લોન (Goldy Dhillon)ને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનો નજીકનો સાથી માનવામાં આવે છે. તે હાલ ફરાર હોવાનું અને જર્મનીમાં થોડો સમય રહ્યા બાદ યુકેમાં છુપાયેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ અગાઉ ધમકી, ખંડણી અને ટાર્ગેટેડ કિલિંગ સહિતના વિવિધ ગુનાઓમાં ગોલ્ડી ધિલ્લોનની સંડોવણીની તપાસ કરી ચૂકી છે. જોકે, એમજી સંધુ પર થયેલા હુમલા સાથે તેની સીધી સંડોવણી અંગે તપાસ હજુ ચાલુ છે.

LGBTQ સમુદાયમાં સંધુની ઓળખ

એમજી સંધુ સોશિયલ મીડિયા પર પોતાની બિન્દાસ શૈલી અને ખુલ્લી અભિવ્યક્તિ માટે જાણીતા હતા. LGBTQ સમુદાય સાથે જોડાયેલા ઈન્ફ્લુએન્સર (LGBTQ Influencer)તરીકે તેઓ પોતાની ઓળખ અંગે ખુલ્લેઆમ વાત કરતા હતા. સોશિયલ મીડિયા પર તેમને હોમોફોબિક ટ્રોલિંગનો પણ સામનો કરવો પડતો હતો.

ઇન્સ્ટાગ્રામ પર તેમના 2.26 લાખથી વધુ ફોલોઅર્સ હોવાનું જણાવાય છે. મેકઅપ આર્ટિસ્ટ તરીકેની ઓળખ ઉપરાંત તેમણે પંજાબી ફિલ્મ ‘ઓયે ભોલે ઓયે’માં પણ કામ કર્યું હતું. પોડકાસ્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર તેઓ મેકઅપ, સેલ્ફ-એક્સપ્રેશન અને જેન્ડર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા.

હાલ પોલીસનું મુખ્ય ધ્યાન હુમલાખોરોની ઓળખ, ફાયરિંગનું કારણ અને સોશિયલ મીડિયા પર સામે આવેલા જવાબદારીના દાવાની હકીકત જાણવા પર છે.


આ પણ વાંચો: અમેરિકા ભાગવાની કોશિશ દરમિયાન ગોલ્ડી ગેગના ગેંગસ્ટર હરસિમરનની સ્પેશિયલ સેલે ધરપકડ કરી

આ પણ વાંચો: કપિલ શર્માના કાફેમાં ગોળીબારની ત્રીજી ઘટના: લોરેન્સ ગેંગે ધમકી આપી

આ પણ વાંચો: કપિલ શર્માને ધમકી મળ્યા બાદ એલર્ટ પર મુંબઈ પોલીસ, અભિનેતા અને પરિવારને મળી સુરક્ષા