Vadodara News: શિનોર તાલુકાના છાણભોઈ ગામમાં આજે સવારે તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય (member) મનીષા વસાવાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી મહિલા સાથે રહેતા સતીષ વસાવાએ જ હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે તેને ઝડપી પાડ્યો છે. હત્યા પ્રેમપ્રકરણ કે અન્ય કોઈ કારણસર થઈ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય (member)નો મૃતદેહ મળતાં ચકચાર
મળતી માહિતી મુજબ, છાણભોઈ (Chhanbhoi)ગામના નવીનગરી વિસ્તારમાં આજે સવારે એક મહિલાની હત્યા થઈ હોવાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મનીષા કિરણભાઈ વસાવા (deceased, Manisha Kiran Vasava)ને તીક્ષ્ણ હથિયારના ઘા મારાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
બે વર્ષથી સાથે રહેતા હતા
મનીષા વસાવાના પતિનું દસ વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેમને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે, જ્યારે પુત્ર સોહમ મામાના ઘરે રહે છે. પતિના અવસાન બાદ મનીષા છેલ્લા બે વર્ષથી ગામના જ સતીષ નટવર વસાવા સાથે રહેતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હોવાનું જાણવા મળ્યું છે.
મંદિરેથી પરત ફર્યા બાદ હત્યા
પોલીસે જણાવ્યું કે સવારે મનીષા વસાવા મંદિરેથી પરત ફર્યાં, ત્યાર બાદ તેમની હત્યા કરી સતીષ ફરાર થઈ ગયો હતો. પોલીસે (Police)મૃતકના પુત્ર સોહમની ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર સતીષને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોતે પણ છૂટાછેડા લીધેલા છે.
આશા વર્કરથી તાલુકા પંચાયતના સભ્ય સુધીની સફર
મનીષા વસાવાએ અગાઉ આશા વર્કર તરીકે સેવા આપી હતી. ત્યાર બાદ તેઓ શિનોર તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયાં હતાં અને સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. પોલીસે જણાવ્યું છે કે પ્રેમપ્રકરણ (Love affair)અથવા અન્ય કોઈ કારણસર હત્યા થઈ, તે અંગે તપાસ ચાલી રહી છે. હત્યાનું સાચું કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: રાજકોટમાં સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો, ત્રણ સામે ગુનો
આ પણ વાંચો: ઇસનપુરમાં જીગર સોલંકી નામના યુવકની હત્યા; નગ્ન હાલતમાં મળી આવ્યો યુવક
આ પણ વાંચો: સાબરમતીમાં ઉધારની પડીકીનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો, આરોપી અનિલ ઠાકોર ફરાર
