New Delhi :મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અને ચૂંટણી પંચ (Election Commission)ના વિવાદિત મુદ્દાઓને લઈને આજે રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઈન્ડિયા બ્લોકના 140 થી વધુ સાંસદો આજે રસ્તા પર ઉતરીને ભવ્ય વિરોધ માર્ચ કાઢી રહ્યા છે. સંસદ ભવનથી શરૂ થઈને ચૂંટણી પંચના મુખ્યાલય (Election House) સુધી યોજાનારી આ માર્ચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે.
#WATCH | Delhi: Heavy presence of RAF (Rapid Action Force) personnel around Akashvani, ahead of INDIA bloc MPs’ march to the Election Commission office today amid the CEC Gyanesh Kumar matter. https://t.co/Hpy04uCz2i
— ANI (@ANI) October 6, 2026
સંસદથી ચૂંટણી પંચ સુધી વિરોધ માર્ચ
મંગળવારે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી આ વિરોધ માર્ચમાં ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ વિવિધ વિપક્ષી પક્ષોના સાંસદો મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે. વિપક્ષનો મુખ્ય આરોપ છે કે SIR ની પ્રક્રિયાને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને ચૂંટણી પંચ દ્વારા આ બાબતે યોગ્ય ખુલાસો કરવામાં આવી રહ્યો નથી. સંભવિત ભીડ અને પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચના મુખ્યાલયની આસપાસ પોલીસ દ્વારા હેવી બેરિકેડિંગ અને સુરક્ષા એજન્સીઓનો ચુસ્ત કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટી (AAP) અને DMKએ વિરોધ માર્ચથી બનાવ્યું અંતર
આ વિરોધ પ્રદર્શન વચ્ચે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદો પણ સપાટી પર આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) અને ડીએમકે (DMK) એ આ માર્ચથી પોતાનું અંતર જાળવી રાખ્યું છે. અગાઉ ૩૦ સપ્ટેમ્બરે યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં પણ આ બંને પક્ષો ગેરહાજર રહ્યા હતા. AAP ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે SIR નો મુદ્દો દેશ અને જનતા સાથે જોડાયેલો છે, પરંતુ પાર્ટી આ લડાઈ પોતાની રીતે અલગથી લડી રહી છે, જેથી તેઓ આ સંયુક્ત માર્ચમાં સામેલ નથી થયા.
આ પણ વાંચો:જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માગ, સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર; ચૂંટણી પંચને નોટિસ
આ પણ વાંચો:ચૂંટણી પંચ સામે વિપક્ષનો મોટો એક્શન પ્લાન, 2 ઓક્ટોબરથી ‘લોકશાહી બચાવો માર્ચ’
આ પણ વાંચો:ચૂંટણી પંચનું વિશેષ અભિયાન, SIRમાં કપાયેલાં મતદારોના નામ ફરી ઉમેરાશે
