Entertainment News/ વિરાટ કોહલી બોલિવૂડમાં એન્ટ્રી કરશે? રાહુલ દ્રવિડે આપ્યો મોટો હિન્ટ

વિરાટ કોહલીના બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા વચ્ચે રાહુલ દ્રવિડે તેમની મિમિક્રી અને જાહેરાતોમાં કામ કરવાના અનુભવના વખાણ કર્યા છે.

Top Stories Breaking News Entertainment
Virat Kohli Bollywood Debut: રાહુલ દ્રવિડે આપ્યો મોટો હિન્ટ

Entertainment News: Virat Kohli Bollywood Debut ને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડે વિરાટ કોહલીની મિમિક્રી અને જાહેરાતોમાં કામ કરવાના અનુભવને યાદ કરતાં તેમના એક્ટિંગ કરિયર અંગે રસપ્રદ વાત કહી છે.

વિરાટ કોહલી બનશે બોલિવૂડનો હીરો?

BBC Asian Network સાથેની વાતચીત દરમિયાન રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું કે તેમની ટીમમાંથી કોણ સારો બોલિવૂડ એક્ટર બની શકે છે. આ સવાલના જવાબમાં તેમણે ભૂતકાળના કેટલાક ક્રિકેટરોનો ઉલ્લેખ કર્યો, જેમણે ક્રિકેટ બાદ ફિલ્મોમાં પણ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. દ્રવિડે સુનીલ ગાવસ્કર, સૈયદ કિરમાની અને અજય જાડેજાના નામ લીધા હતા. આ ક્રિકેટરોએ ફિલ્મોમાં એક્ટિંગ કરીને નવી ભૂમિકા અજમાવી હતી.

જ્યારે રાહુલ દ્રવિડને પોતે ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા છે કે કેમ તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો. દ્રવિડે કહ્યું કે તેમને પોતાની તાકાત સારી રીતે ખબર છે અને તેઓ પોતાની સાથે મજાક કરવા માંગતા નથી. તેમના આ જવાબથી વાતચીતમાં હળવું વાતાવરણ સર્જાયું હતું.

રાહુલ દ્રવિડે વિરાટની મિમિક્રીના વખાણ કર્યા

Virat Kohli Bollywood Debut ની  ચર્ચા વચ્ચે રાહુલ દ્રવિડે વિરાટ કોહલીની એક્ટિંગ અને મિમિક્રી કરવાની ક્ષમતાના પણ વખાણ કર્યા હતા. આ ચર્ચા દરમિયાન દ્રવિડે વિરાટનું નામ લેતાં કહ્યું હતું કે વિરાટ અન્ય લોકોની મિમિક્રી ખૂબ જ સારી રીતે કરે છે. ખાસ કરીને જ્યારે વિરાટ ભારતીય ટીમમાં એક યુવા ખેલાડી તરીકે નવા-નવા આવ્યા હતા, ત્યારે તેઓ ટીમના સિનિયર ખેલાડીઓ અને અન્ય લોકોની નકલ કરવામાં ખૂબ જ માહિર હતા. દ્રવિડના જણાવ્યા પ્રમાણે વિરાટનું આ ટેલેન્ટ ટીમમાં તેમની શરૂઆતના દિવસોથી જ જોવા મળતું હતું અને તેઓ પોતાની મિમિક્રીથી સાથી ખેલાડીઓને ઘણીવાર હસાવતા હતા.

Virat Kohli Bollywood Debut: રાહુલ દ્રવિડે આપ્યો મોટો હિન્ટ
Virat Kohli Bollywood Debut: રાહુલ દ્રવિડે આપ્યો મોટો હિન્ટ

રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું હતું કે વિરાટ કોહલી અત્યાર સુધીમાં અનેક મોટી જાહેરાતોમાં પણ કામ કરી ચૂક્યા છે. જાહેરાતોમાં કેમેરા સામે પરફોર્મ કરવાના કારણે વિરાટને કેમેરા ફેસ કરવાનો અને પોતાની જાતને અલગ-અલગ અંદાજમાં રજૂ કરવાનો સારો અનુભવ મળ્યો છે. આ જ કારણસર Virat Kohli Acting Careerને લઈને પણ ભવિષ્યમાં શક્યતાઓની ચર્ચા થઈ રહી છે. ક્રિકેટના મેદાન પર લાંબી અને સફળ કારકિર્દી બનાવ્યા બાદ જો વિરાટ ક્યારેક ફિલ્મમાં એક્ટિંગ કરતા જોવા મળે તો તેમના ફેન્સ માટે તે ખાસ વાત બની શકે છે.

જોકે, રાહુલ દ્રવિડની આ વાતનો અર્થ એવો નથી કે વિરાટ કોહલી ટૂંક સમયમાં કોઈ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. વિરાટ તરફથી હજુ સુધી બોલિવૂડ ફિલ્મમાં કામ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલ આ ચર્ચા તેમની મિમિક્રી, જાહેરાતોના અનુભવ અને કેમેરા સામેના આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને થઈ રહી છે. જો ભવિષ્યમાં Virat Kohli  Bollywood Debut  થાય છે, તો ક્રિકેટ બાદ એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં પણ તેમની નવી ઈનિંગ જોવા મળી શકે છે.

અનુષ્કા શર્મા પણ આપી શકે છે એક્ટિંગ ટિપ્સ

Virat Kohli Bollywood Debut: રાહુલ દ્રવિડે આપ્યો મોટો હિન્ટ
Virat Kohli Bollywood Debut: રાહુલ દ્રવિડે આપ્યો મોટો હિન્ટ

ચર્ચા દરમિયાન હોસ્ટે વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિરાટ અને અનુષ્કાની પહેલી મુલાકાત એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યારથી બંનેની લવ સ્ટોરી પણ ચર્ચામાં રહી છે અને આજે બંને બોલિવૂડ તથા ક્રિકેટ જગતના જાણીતા કપલ છે.

વિરાટ કોહલી ત્યારબાદ અનેક મોટી બ્રાન્ડ્સની જાહેરાતોમાં જોવા મળ્યા છે અને કેમેરા સામે પોતાની અલગ છાપ બનાવી છે. જાહેરાતોમાં તેમના સતત અનુભવને જોતા Virat Kohli Bollywood Debut ની ચર્ચા વધુ રસપ્રદ બની છે. જોકે, વિરાટ તરફથી હજુ સુધી ફિલ્મોમાં કામ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મુકેેશ છાબડાએ પણ વિરાટના એક્ટિંગ કરિયરની વાત કરી હતી

આ પહેલા કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ પણ વિરાટ કોહલીની એક્ટિંગ ક્ષમતા અંગે વાત કરી હતી. તેમણે વિરાટના વ્યક્તિત્વ, ફિટનેસ અને સફળતાને સંભાળવાની તેમની રીતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વિરાટમાં એક્ટિંગની ક્ષમતા જોવા મળે છે.

જોકે, વિરાટ કોહલી તરફથી હાલમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી Virat Kohli Bollywood Debut હાલમાં ચર્ચા અને દિગ્ગજોના નિવેદનો પૂરતું જ છે. વિરાટ ખરેખર ફિલ્મોમાં એન્ટ્રી કરશે કે નહીં, તે અંગેનો અંતિમ નિર્ણય ખુદ વિરાટ જ લઈ શકે છે.


આ પણ વાંચો:Virat Kohli એ ફ્લોપ ઇનિંગ્સમાં પણ રચ્યો ઇતિહાસ, 300મી ODI ઇનિંગમાં તોડ્યો સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ

આ પણ વાંચો:Virat Kohli આંતરરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારામાં બીજા ક્રમે

આ પણ વાંચો:Virat Kohliના ફિટનેસને લઈ Anushka Sharmaએ ઉજાગર કર્યુ રહસ્ય, રોજ સવારે આ કામ અવશ્ય કરે છે