international news/ ટ્રમ્પના રિસોર્ટમાં ગન અને ફ્યુઅલ કેન સાથે ઘૂસેલા યુવકને સિક્રેટ સર્વિસે ઠાર માર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના માર-એ-લાગો રિસોર્ટમાં હથિયાર સાથે ઘૂસવાનો પ્રયાસ કરનાર યુવકને સુરક્ષાકર્મીઓએ ગોળી મારી દીધી છે. જાણો ઘટના સમયે ટ્રમ્પ ક્યાં હતા.

Top Stories international

Donald Trump Mar-a-Lago Security Breach: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત ‘માર-એ-લાગો’ (Mar-a-Lago) રિસોર્ટમાં સુરક્ષા તોડીને ઘૂસવાનો પ્રયાસ કરનાર એક હથિયારધારી યુવકને સુરક્ષાકર્મીઓએ ગોળી મારી દીધી છે. ૨૦ વર્ષીય આ યુવક પાસે શોટગન જેવી બંદૂક અને ફ્યુઅલ કેન (બળતણ) હોવાનું સામે આવ્યું છે. સિક્રેટ સર્વિસના એજન્ટોએ તેને અંદર ઘૂસતા જ જોયો અને તાત્કાલિક કાર્યવાહી કરતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

ઘટના સમયે ટ્રમ્પ ક્યાં હતા?

સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિસોર્ટમાં હાજર નહોતા. તેઓ રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં હતા. સામાન્ય રીતે ટ્રમ્પ વીકેન્ડ ગાળવા માટે પોતાના આ આલીશાન રિસોર્ટમાં આવતા હોય છે, પરંતુ રવિવારે તેઓ ત્યાં હાજર નહોતા.

સિક્રેટ સર્વિસે લીધું એક્શન

રાષ્ટ્રપતિની સુરક્ષા માટે જવાબદાર એજન્સી ‘સિક્રેટ સર્વિસ’ના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હુમલાખોર પાસે હથિયાર અને જ્વલનશીલ પદાર્થ હોવાથી ખતરો જોઈને એજન્ટોએ ગોળીબાર કર્યો હતો. હજુ સુધી હુમલાખોરની ઓળખ અને તેના હેતુ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ટ્રમ્પની સુરક્ષામાં અગાઉ પણ થઈ છે ચૂક

ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો આ પહેલો પ્રયાસ નથી. આ પહેલા 13 જુલાઈ 2024ના રોજ એક રેલી દરમિયાન તેમના પર ગોળીબાર થયો હતો, જેમાં ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી. તે સમયે પણ 20 વર્ષના હુમલાખોરને સ્નાઈપર્સે ઠાર માર્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા બાદ ફરી એકવાર તેમની સુરક્ષામાં આ પ્રકારની ચૂક ચિંતાનો વિષય બની છે.

કેટલો સુરક્ષિત છે માર-એ-લાગો રિસોર્ટ?

માર-એ-લાગોમાં એન્ટ્રી મેળવવી અત્યંત મુશ્કેલ છે. આ ક્લબની લાઈફટાઈમ મેમ્બરશિપ ફી અંદાજે 8.50 કરોડ રૂપિયા છે. માત્ર પૈસા હોવા જ પૂરતા નથી, મેમ્બરશિપ આપતા પહેલા વ્યક્તિનું સોશિયલ સ્ટેટસ, બેંક ડિટેલ્સ અને ફેમિલી બેકગ્રાઉન્ડની કડક તપાસ કરવામાં આવે છે. આટલી સઘન સુરક્ષા હોવા છતાં યુવક હથિયાર સાથે કઈ રીતે અંદર પહોંચ્યો તે એક મોટો સવાલ છે.


આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, ગ્રીનલેન્ડ મુદ્દે લશ્કરી કાર્યવાહી નહીં, યુરોપ પર ટેરિફ ધમકી પાછી 

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકાએ નાઇજીરિયામાં ISIS પર હુમલો કર્યો,આતંકવાદીઓને ઠાર કર્યા

આ પણ વાંચો:રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેલેસ્ટાઈન સહિત 8 દેશો પર ટ્રાવેલ બેન લાદ્યો