ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની દહેશત જોવા મળી રહી છે જેના પગલે હાલ વહિવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ પ્રચંડ સ્વરૂપ ધારણ કરી સતત આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે, આ વચ્ચે દ્વારકાની નજીક અરબી સમુદ્રમાંથી 11 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. દરિયામાં ફસાયુ નથી તે બાબતે હજુ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
Updates on ESCS #Biparjoy.@IndiaCoastGuard ALH Mk-III (CG 858) has airlifted total of 11 personnel from jack up rig ‘Key Singapore operating off #Dwarka to #Okha, #Gujarat. Sorties being progressed for evacuation off all persons.
वयम् रक्षामः #WeProtect pic.twitter.com/k3MGsD5F7a
— Indian Coast Guard (@IndiaCoastGuard) June 12, 2023
દ્વારકા પાસે દરિયા વચ્ચે ચાલી રહેલી કામગીરી દરમિયાન કેટલાંક લોકો દરિયાની અંદર ફસાઈ ગયા હોવાની માહિતી કોસ્ટગાર્ડને મળી હતી. કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. ભારે પવન વચ્ચે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર Mk-III એ જેક-અપ રિગ ‘કી સિંગાપોર’ માંથી 11 કર્મચારીઓને એરલિફ્ટ કરીને દ્વારકાથી ઓખા લઇ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં વાવાઝોડાંના કારણે તારાજી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાંની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને 16 સુધી જિલ્લાની તમામ શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, શિક્ષકોએ શાળામાં ફરજિયાત પણે હાજર રહેવાનું જણાવાયું છે.
