Not Set/ ગાંધીનગર/ વિધાનસભાનુ ત્રણ દિવસનું ટૂકું સત્ર આજ થી શરૂ, કોંગ્રેસ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા એક્શન મોડમાં

ગુજરાત વિધાનસભાનુ ત્રણ દિવસનું ટૂકું સત્ર સોમવારથી મળવા જઈ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પુરતી તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ દ્વારા સવારે 9 વાગે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. પરેશ ધાનાણીના નેતૃત્વમાં […]

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાનુ ત્રણ દિવસનું ટૂકું સત્ર સોમવારથી મળવા જઈ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પુરતી તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ દ્વારા સવારે 9 વાગે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. પરેશ ધાનાણીના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં ઉગ્ર રજુઆતો કરવાનો નિર્ણય લેવાયો હતો. બિન સચિવાલય પરિક્ષામાં ગેરરીતિથી માંડીને અન્ય પરીક્ષાના ગોટાળા, નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલનું કૌભાંડ, ખેડૂતોના પાક વીમાની સમસ્યા જેવા મુદ્દાઓ પર વિધાનસભા ગજવવાની કોંગ્રેસે તૈયારી કરી છે.

દળની બેઠકની વિગતો આપતા દંડક શૈલેષ પરમારેજણાવ્યું કે, “આવતીકાલથી શરૂ થઈ રહેલા ઘેરાવ કરશે. પોલીસે મંજુરી આપી નથી, તેમ છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કૂચ કરવામાં આવશે. જો પોલીસ ધારાસભ્યોની ધરપકડ કરશે તો પણ કૂચ આગળ વધારવામાં આવશે. જો લાઠીચાર્જ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે.”શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું કે, “ત્રણ દિવસના ટૂંકા સત્રમાં કોંગ્રેસ સરકારને દરેક મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે. ભાજપના ભરતી કૌભાંડથી માંડીને ખેડૂતોનો પાક વીમો, નિત્યાનંદ અને ડીપીએસ મમલો સહિતના વિવિધ મુદ્દે ગૃહમાં સવાલ પુછવામાં આવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.