Usa News : અમેરિકાના સેકન્ડ લેડી ઉષા વેન્સ (Usha Vance) સાથે હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે ચોંકાવનારી ઘટના (Helicopter Incident)બની હતી. નવજાત પુત્રને હાથમાં લઈને નીચે ઉતરી રહેલા ઉષા વેન્સનો પગ લથડ્યો હતો અને તેઓ બાળક સાથે પડતાં-પડતાં બચી ગયા હતા. આ ઘટનાનો વીડિયો (Usha Vance Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
બાળક સાથે પડતાં બચ્યાં ઉષા વેન્સ
Usha Vance nearly crushed her new baby. Glad he’s ok. https://t.co/QjLSacMYXz
— Brian Krassenstein (@krassenstein) October 5, 2026
મેરીલેન્ડમાં હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતી વખતે ઉષા વેન્સ (Usha Vance)ના પગનું સંતુલન અચાનક બગડ્યું હતું. તેમના હાથમાં માત્ર નવ સપ્તાહનો પુત્ર એલેક હતો. સ્થિતિ સંભાળવા માટે ઉષા વેન્સે તરત જ નજીકની રેલિંગ પકડી લીધી હતી. જેના કારણે તેઓ અને બાળક મોટી દુર્ઘટનાથી બચી ગયા હતા.
સિક્યોરિટી ઓફિસરો પર ઉઠ્યા સવાલ
આ ઘટનામાં સિક્યોરિટી ઓફિસર (Security Officer)ની ભૂમિકા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. વાયરલ વીડિયોમાં નજીકમાં હાજર સુરક્ષાકર્મીઓ ઉષા વેન્સનું સંતુલન બગડ્યા બાદ પણ તરત મદદ માટે આગળ વધતા જોવા મળતા નથી. આ દૃશ્યોને લઈને કેટલાક યુઝર્સે સુરક્ષા પ્રોટોકોલ અને સતર્કતા અંગે સવાલો ઉઠાવ્યા છે.
પરિવાર સાથે અલાસ્કા જવા રવાના
આ ઘટના વેન્સ પરિવારના અલાસ્કા પ્રવાસ પહેલાં બની હતી. ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ (JD Vance) રિપબ્લિકન સેનેટર ડેન સુલિવાનના સમર્થનમાં ચૂંટણી રેલીમાં ભાગ લેવા અલાસ્કા જવાના હતા. તેમની સાથે ઉષા વેન્સ અને પરિવાર પણ પ્રવાસે નીકળ્યા હતા.
ઉષા વેન્સનું ચોથું બાળક
ઉષા અને જેડી વેન્સના પરિવારમાં ચાર બાળકો છે. 19 જુલાઈએ જન્મેલો એલેક તેમનું ચોથું બાળક છે. પરિવારના અન્ય બાળકોમાં 9 વર્ષનો ઇવાન, 6 વર્ષનો વિવેક અને 4 વર્ષની મિરાબેલનો સમાવેશ થાય છે. આ પ્રવાસ સાથે ઉષા વેન્સે અમેરિકાના તમામ 50 રાજ્યોની મુલાકાત પૂર્ણ કરવાની પણ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
