Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય LCB પોલીસને વીજ વાયર ચોરી કરતી રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં વીજ વાયર ચોરીના બનાવો વધી રહ્યા હતા. જેને પગલે LCBની ટીમે તપાસ શરૂ કરી હતી.
Ahmedabad ગ્રામ્યમાં વીજ વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઈ
નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ રીતે ફરી રહેલા 6 શખસોને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓ ભાંગી પડ્યા હતા અને વીજ વાયર ચોરીના બનાવોની કબૂલાત કરી હતી.
પોલીસે ઝડપાયેલી ગેંગની પૂછપરછ કરતાં કોઠ (Koth) અને ધોલેરા (Dholera) વિસ્તારમાં નોંધાયેલા વીજ વાયર ચોરીના કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓ યુજીવીસીએલના વીજ થાંભલાઓ પરથી 11 KV લાઈનના કિંમતી વાયરની ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
1080 મીટર એલ્યુમિનિયમ વાયર સહિત 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી 1080 મીટર એલ્યુમિનિયમ વાયર (Aluminium Wire) સહિત કુલ રૂ. 6,50,127નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસ (Ahmedabad LCB) દ્વારા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે થયેલી કાર્યવાહીથી રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસની કાર્યવાહીથી કોઠ અને ધોલેરા વિસ્તારમાં નોંધાયેલા ત્રણ વીજ વાયર ચોરીના કેસનો ભેદ ઉકેલાયો છે.
આ પણ વાંચો:બોટાદ હીરા ચોરીનો ભેદ ઉકેલાયો; 43.11 લાખ રૂ.ના હીરા રિકવર, વેપારીએ નાયબ મુખ્યમંત્રીનો માન્ય આભાર
આ પણ વાંચો:બાપુનગરમાં ચોરીના મોબાઇલના સ્પેરપાર્ટ્સનું નેટવર્ક ઝડપાયું, રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત
