Junagadh/ પત્નીની હત્યા કરી મૃતદેહ પાણીની કુંડીમાં ફેંકી પતિ ફરાર, આ રીતે ફૂટ્યો ભાંડો

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં રામદેભાઈ ઢોલાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને પોતાની પત્ની લીલીબેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને મૃતદેહને ઘરમાં આવેલ પાણીની કુંડીમાં ફેંકી દીધો હતો.

Gujarat Others
  • પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ
  • પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરી હત્યા
  • મૃતદેહને ઘરમાં પાણીની કુંડીમાં ફેંકી દીધો
  • હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર
  • પોલીસે આરોપીને ઝડપવા ક્રોગતિમાન કર્યા

આજકાલ નાના અમથા ઝગડામાં પણ લોકો મારમારી ઉપર આવી જાય છે અને એક બીજાનો જીવ લેતા પણ અચકાતાં નથી. ત્યારે જુનાગઢમાં પણ ઘરકંકાસ ની બાબતમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને લાશને ઘરમાં આવેલી પાણીની કુંડીમાં નાખી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ નજીકના તોરણીયા ગામની વાડી વિસ્તારમાં  એક બંધ ઘરમાથી મહિલાની લાશ મળી આવી હતી. ઘરમાં આવેલી પાણીની કુંડીમાં મહિલાની લાશ મળી હતી. ઘરકાંકાસના કારણે પતિના હાથે પત્નીની હત્યા કરવામાં આવી હતી. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં રામદેભાઈ ઢોલાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને પોતાની પત્ની લીલીબેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને મૃતદેહને ઘરમાં આવેલ પાણીની કુંડીમાં ફેંકી દીધો હતો. ત્યારબાદ આરોપી પતિ કપડા બદલાવી પોતાના ઘરને તાળુ મારી ચાલ્યો ગયો હતો.

રામદેભાઈના કાકાના દીકરા જયરામભાઈ ઢોલા દરરોજ તેમના ભાઈના ઘરે  ભેંસ બંધવા આવતા હતા. તેઓએ ઘરને તાળું જોઈએ આશ્ચર્ય થયુ હતું અને તેઓએ સરપંચને જાણ કરી બોલાવ્યા હતા. સરપંચે તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી.  અને બાદમાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવતા ઘરની તપસ કરતાં પાણીની કુંડીમાંથી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ગામ આખામાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આરોપી પતિ રામદે ઢોલા ફરાર થઈ ચૂકયો છે. ત્યારે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.