Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર દંપતી પાસેથી 47 લાખનું સોનું ઝડપાયું

પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અધિકારીઓએ કુવૈતથી અમદાવાદ આવેલા એક દંપતીને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને પાસેથી કુલ 308.710 ગ્રામ સોનું મળી (Gold Seizure)આવ્યું હતું

Top Stories Ahmedabad Gujarat
પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અધિકારીઓએ કુવૈતથી અમદાવાદ આવેલા એક દંપતીને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને પાસેથી કુલ 308.710 ગ્રામ સોનું મળી (Gold Seizure)આવ્યું હતું

Ahmedabad News : અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોનાની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અધિકારીઓએ કુવૈતથી અમદાવાદ આવેલા એક દંપતીને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને પાસેથી કુલ 308.710 ગ્રામ સોનું મળી (Gold Seizure)આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે ₹46.98 લાખ હોવાનું સામે આવ્યું છે.

Kuwait Airwaysની ફ્લાઈટમાંથી ઉતરેલા દંપતીની તપાસ

કુવૈતથી અમદાવાદ આવતી Kuwait Airwaysની ફ્લાઈટ નંબર KU-347 6 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પર આવી હતી. આ દરમિયાન AIUના અધિકારીઓએ વિકસાવેલી ગુપ્ત માહિતી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે એક પુરુષ અને એક મહિલા મુસાફરને રોક્યા હતા. બંને પતિ-પત્ની હોવાનું જાણવા મળ્યું હતું.

ચેક-ઇન બેગ અને શરીર પર છુપાવ્યું સોનું

મહિલા મુસાફરની તપાસ દરમિયાન તેના ચેક-ઇન બેગેજ, હેન્ડ પર્સ તેમજ કપડાંની નીચે શરીર પર છુપાવેલું સોનું મળી આવ્યું હતું. જ્યારે પુરુષ મુસાફરે પણ કપડાંની નીચે સોનાની ચેન છુપાવીને પહેરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

24 કેરેટના સોનાના દાગીના જપ્ત

કસ્ટમ્સ અધિકારીઓએ બંને પાસેથી સોનાની બંગડીઓ, ચેન અને પાયલ સહિતના દાગીના જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 308.710 ગ્રામ અને શુદ્ધતા 999.0 એટલે કે 24 કેરેટ હોવાનું સામે આવ્યું છે. તેની કુલ બજાર કિંમત ₹46,98,566 આંકવામાં આવી છે.

Customs Act હેઠળ કાર્યવાહી

અમદાવાદ કસ્ટમ્સ વિભાગે (Ahmedabad Customs)308.710 ગ્રામ સોનું, જેની કિંમત ₹46.98 લાખ છે, તેને Customs Act, 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યું છે. સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું તથા તેની પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી 59 લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરતો પકડ્યો મુસાફર

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ફરી સોનાની દાણચોરી, એલ્યુમિનિયમ કોટેડ સ્ક્રૂમાં છુપાયેલું 353 ગ્રામ સોનું પકડાયું

આ પણ વાંચો: દુબઈથી સોનાની દાણચોરી કરતા 3 લોકોની ધરપકડ, 1.81 કરોડ રૂપિયાનો સોનાનો પાવડર જપ્ત