World News/ ચીન-પાકિસ્તાનની વધતી સૈન્ય ભાગીદારીથી ભારત સામે નવો પડકાર, પૂર્વ એર માર્શલનો મોટો દાવો

પૂર્વ એર માર્શલ સંજીવ કપૂરે પાકિસ્તાન (Pakistan) અને ચીનના વધતા સૈન્ય સહયોગ પર ચિંતા વ્યક્ત કરી, 6 સેટેલાઈટ અને 8 સબમરીનનો દાવો

World Breaking News
Pakistan

World News: નિવૃત્ત એર માર્શલ સંજીવ કપૂરે પાકિસ્તાન (Pakistan)અને ચીનના વધતા સૈન્ય સહયોગ અંગે મોટો દાવો કર્યો છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં પાકિસ્તાને પોતાના સૈન્ય હાર્ડવેરનો 81 ટકા હિસ્સો ચીન પાસેથી આયાત કર્યો છે.

તેમણે એવો પણ દાવો કર્યો કે ઑપરેશન સિંદૂર (Operation Sindoor) પછી પાકિસ્તાને છ સેટેલાઈટ લોન્ચ કર્યા છે, જે ભારત પર નજર રાખી રહ્યા છે.

ચીનની ટેકનોલોજીથી વધી નિગરાની ક્ષમતા

સંજીવ કપૂરના જણાવ્યા અનુસાર, અગાઉ ભારતીય સેનાએ સેટેલાઈટ કોઈ વિસ્તાર પરથી પસાર થાય એટલે કે “સેટેલાઈટ પાસ”ની રાહ જોવી પડતી હતી. હવે સ્થિતિ બદલાઈ રહી છે. પાકિસ્તાન પાસે રહેલી ચીની ટેકનોલોજી સતત નિગરાની ક્ષમતા વધારી રહી છે. આથી ભારતે પોતાની યુદ્ધ રણનીતિ અને સર્વેલન્સ વ્યવસ્થામાં ફેરફાર કરવા પડશે.

ચીને Pakistanને આપી 8 સબમરીન

પૂર્વ એર માર્શલે પાકિસ્તાનની નૌકાદળ ક્ષમતા અંગે જણાવ્યું કે ચીને પાકિસ્તાનને આઠ સબમરીન આપવાની વ્યવસ્થા કરી છે. તેમાંથી ચાર સબમરીન ચીન (China)માં અને ચાર કરાચી (Karachi)માં બનાવવામાં આવશે. તેમના મતે આ સબમરીન પાકિસ્તાનની દરિયાઈ તાકાતમાં મોટો ફેરફાર લાવી શકે છે.

એર ઇન્ડિપેન્ડન્ટ ટેકનોલોજીથી વધશે પડકાર

તેમણે જણાવ્યું કે આ સબમરીનની ખાસિયત એ છે કે પરંપરાગત ડીઝલ સબમરીનની જેમ તેમને વારંવાર સપાટી પર આવીને હવા લેવાની જરૂર પડતી નથી. એર ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમને કારણે તે લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. આ સિસ્ટમ લિક્વિડ ઓક્સિજનનો ઉપયોગ કરે છે.

અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી બદલાશે દરિયાઈ યુદ્ધ

સંજીવ કપૂરે (Sanjeev Kapoor)કહ્યું કે આ ફેરફારની સીધી અસર ભારતની દરિયાઈ નિગરાની અને એન્ટી-સબમરીન વોરફેર પર પડશે. ભારતે પોતાના P-8I સમુદ્રી નિગરાની વિમાન, MH-60 હેલિકોપ્ટર અને અન્ય એન્ટી-સબમરીન ક્ષમતાઓને નવા ખતરા મુજબ તૈયાર કરવી પડશે. તેમણે કહ્યું કે અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં દરિયાઈ યુદ્ધની રણનીતિ આવનારા સમયમાં બદલાઈ શકે છે.


આ પણ વાંચો:મિકા સિંહનું પાકિસ્તાની મુસ્લિમો પર મોટું નિવેદન, કહ્યું- ‘નફરત કેમ?’

આ પણ વાંચો:પાકિસ્તાની રિપોર્ટરના પ્રશ્ન પર જયશંકરનો જવાબ, આતંકવાદી દેશ આ સવાલ પૂછી રહ્યો છે?

આ પણ વાંચો:UNGA માં પાકિસ્તાનને ભારતનો કરારો જવાબ