World News/ અમેરિકા પર ઈરાનનો મોટો ખતરો, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યા ચેતવણીના સંકેતો

ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી (Trump’s warning)છે કે ઈરાન લોસ એન્જલસ અને ન્યૂ યોર્ક સહિત 13 અમેરિકન શહેરો પર હુમલો કરી શકે છે. આ જોખમને જોતાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Top Stories World
Trump's warning ; અમેરિકામાં હાઈ એલર્ટ

World News:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો (Trump’s warning )છે કે ઈરાન લોસ એન્જલસ, સાન ડિએગો, ન્યૂ યોર્ક અને વોશિંગ્ટન સહિત અમેરિકાના 13 મોટા શહેરો પર હુમલો કરવાનું જોખમ ઊભું કરી શકે છે. ટ્રમ્પે એક રેલી દરમિયાન જણાવ્યું હતું કે આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને સુરક્ષા બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

tramp

બ્રિટિશ બેઝ પર ડ્રોન હુમલાની ચેતવણી અને આંતરરાષ્ટ્રીય તણાવ

આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા અમેરિકન શહેરોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. તાજેતરમાં બ્રિટિશ એરબેઝ ફેરફોર્ડની નજીક ઈરાન સાથે સંકળાયેલા પાંચ શંકાસ્પદ વ્યક્તિઓ જાસૂસી કરતા જોવા મળ્યા હતા, જેના કારણે યુનાઇટેડ સ્ટેટ્સે ત્યાંથી તેના B-2 બોમ્બર વિમાનો પાછા ખેંચી લીધા છે. ઈરાની (Iran)પ્રોક્સી હુમલાની આશંકા અને આગામી મધ્યસત્ર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુએસ ફેડરલ સરકારે (US federal government)ઉચ્ચ જોખમ ધરાવતા શહેરી વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે તાકીદના પગલાં લીધા છે.

donald tramp

આગામી યુએસ મધ્યસત્ર ચૂંટણીઓ અને સુરક્ષાના કડક પગલાં

આ ઘટનાક્રમ (Sequence of events)એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા (America)માં આગામી મહિને જ મહત્વપૂર્ણ મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાની છે, જે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની સરકાર માટે રાજકીય રીતે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. ચૂંટણીના આ માહોલ વચ્ચે ઈરાન દ્વારા અપાયેલી ચેતવણી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડની આક્રમક ગતિવિધિઓને કારણે અમેરિકન ગુપ્તચર એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈપણ આતંકવાદી કે પ્રોક્સી હુમલાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.


આ પણ વાંચો:ઇંગ્લેન્ડથી 200 બોમ્બર પરત, અમેરિકાનો મોટો નિર્ણય!

આ પણ વાંચો:PM મોદી-ટ્રમ્પની ફોન પર વાતચીત: ભારત-અમેરિકા ભાગીદારી આગળ વધારવા ચર્ચા

આ પણ વાંચો:5 શરતો માનશો તો જ હોર્મુઝ ખુલશે! ઈરાને અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ