New Delhi News/ સુપ્રીમ કોર્ટમાં 3 નવા જજ, સુનિતા અગ્રવાલને નવી જવાબદારી

સુપ્રીમ કોર્ટ (Supreme Court)કોલેજિયમે 28 સપ્ટેમ્બરે ત્રણેય નામોની ભલામણ કરી હતી

Top Stories India
સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મંગળવારે ત્રણ નવા ન્યાયાધીશોએ શપથ લીધા બાદ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા 37 થઈ ગઈ છે

New Delhi News : સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મંગળવારે ત્રણ નવા ન્યાયાધીશોએ શપથ લીધા બાદ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા 37 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટની મંજૂર સંખ્યા 38 હોવાથી હવે માત્ર એક પદ ખાલી રહ્યું છે. જસ્ટિસ સુનિતા અગ્રવાલ (Justice Sunita Agarwal), જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ અપરેશ કુમાર સિંહે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત (CJI Surya Kant)સમક્ષ ભગવાનના નામે શપથ લીધા.

આ ત્રણેય ન્યાયાધીશોને લાંબો ન્યાયિક અનુભવ છે. સુપ્રીમ કોર્ટમાં આવતાં પહેલાં ત્રણેય અલગ-અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. જસ્ટિસ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જસ્ટિસ અપરેશ કુમાર સિંહ (Justice Aparesh Kumar Singh)તેલંગાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂક્યા છે.

સુનિતા અગ્રવાલ 13મી મહિલા ન્યાયાધીશ

જસ્ટિસ સુનિતા અગ્રવાલના આગમન સાથે સુપ્રીમ કોર્ટમાં મહિલા ન્યાયાધીશો (Women Judge)ની સંખ્યા હવે ત્રણ થઈ છે. તેઓ સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં 13મી મહિલા ન્યાયાધીશ બન્યા છે. હાલ જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ વી. મોહના પણ સુપ્રીમ કોર્ટમાં સેવા આપી રહ્યા છે.

જસ્ટિસ નાગરત્ના સપ્ટેમ્બર 2027માં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાના છે. સુનિતા અગ્રવાલને 2011માં અલ્હાબાદ હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2023માં તેઓ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.

પહેલીવાર બપોરે શપથવિધિ

આ વખતની શપથવિધિ પણ ખાસ રહી હતી. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં નવા ન્યાયાધીશોનો શપથ સમારોહ સવારે યોજાય છે, પરંતુ આ વખતે ત્રણેય ન્યાયાધીશોએ બપોરે 3:30 વાગ્યે શપથ લીધા હતા. ઉપલબ્ધ અહેવાલો મુજબ, 1950માં સુપ્રીમ કોર્ટની સ્થાપના બાદ પહેલીવાર નવા ન્યાયાધીશોની શપથવિધિ બપોરના સમયે યોજાઈ હતી.

સુપ્રીમ કોર્ટ (Supreme Court)કોલેજિયમે 28 સપ્ટેમ્બરે ત્રણેય નામોની ભલામણ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 ઓક્ટોબરે તેમની નિમણૂકને મંજૂરી આપી હતી.

95 હજારથી વધુ કેસ પેન્ડિંગ

સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પેન્ડિંગ કેસોની સંખ્યા પણ મોટી છે. મંગળવાર સુધીમાં સર્વોચ્ચ અદાલતમાં આશરે 95,481 કેસ પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. નવા ન્યાયાધીશોની નિમણૂકથી કેસોની સુનાવણી અને નિકાલની પ્રક્રિયાને વેગ મળવાની અપેક્ષા છે.

2026માં સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ન્યાયાધીશોની મંજૂર સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. અગાઉની સંખ્યા 33માંથી વધારીને 37 કરવામાં આવી અને મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ મંજૂર સંખ્યા 38 થઈ છે. 1950માં સુપ્રીમ કોર્ટ માત્ર 8 ન્યાયાધીશોની મંજૂર સંખ્યા સાથે શરૂ થઈ હતી. સમયાંતરે આ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની પોલીસને ટકોર: “ગુનેગારના મનમાં મોતનો ડર હોવો જોઈએ મોતનો ડર નહીં હોય, ત્યાં સુધી ગુનાઓ અટકશે નહીં”

આ પણ વાંચો: ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, સંપત્તિ વેચીને ચૂકવશે દેવું

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ હવે સુપ્રીમ કોર્ટમાં, કેન્દ્રનું નોટિફિકેશન જાહેર