New Delhi/ ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, સંપત્તિ વેચીને ચૂકવશે દેવું

અભિનેતા રાજપાલ યાદવ (Rajpal Yadav) ના ચેક-બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે બાકી દેવું ચૂકવવા માટે પૈતૃક સંપત્તિ વેચવાની દરખાસ્ત સ્વીકારી લીધી છે. અભિનેતાએ 1.15 કરોડ રૂપિયા રજૂ કર્યા છે.

Top Stories India
Rajpal Yadav ને સુપ્રીમ કોર્ટની રાહત

New Delhi :અભિનેતા રાજપાલ યાદવ (Rajpal Yadav)ના લાંબા સમયથી ચાલતા ચેક-બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court)એક મોટો અને રાહતદાયક આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બાકી લેણાં ચૂકવવા માટે અભિનેતાની પૈતૃક સંપત્તિ  (Ancestral property)વેચવાની દરખાસ્તને અધિકૃત રીતે સ્વીકારી લીધી છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ખંડપીઠ સમક્ષ રાજપાલ યાદવ દ્વારા રૂ. 2 કરોડની તાત્કાલિક ચુકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની નોંધ લેવામાં આવી છે.

1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ અને બાકી ચુકવણીનું સમયપત્રક

આજે સુનાવણી દરમિયાન રાજપાલ યાદવે રૂ. 1.15 કરોડના ડિમાન્ડ ડ્રાફ્ટ (Demand Draft)કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ઉપરાંત, તેમની સંપત્તિના સંભવિત ખરીદદાર અનંત પ્રકાશ યાદવ આગામી 12 ઓક્ટોબર સુધીમાં બાકીના રૂ. 85 લાખ જમા કરાવશે તેવી દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસ વર્ષ 2012 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અતા પતા લાપત્તા’ માટે ‘મુરલી પ્રોજેક્ટ્સ’ પાસેથી લેવામાં આવેલી રૂ. 5 કરોડની લોન સાથે જોડાયેલો છે, જેના સંબંધમાં અભિનેતા અને તેમની પત્ની સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ખંડપીઠે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં જ બાકીની રકમની ચુકવણી માટેનું યોગ્ય સમયપત્રક નક્કી કરવામાં આવશે.

rajpal yadav

ન્યાયતંત્ર પ્રત્યે સંપૂર્ણ આદર વ્યક્ત કરતા રાજપાલ યાદવ

આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા અભિનેતા રાજપાલ યાદવે જણાવ્યું હતું કે ફિલ્મો બનાવવા માટે સામાન્ય રીતે કોઈ લોન લેતું નથી, પરંતુ આ વ્યવહારો પ્રોજેક્ટના ભાગરૂપ કે રોકાણ તરીકે હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતે હાલમાં અંદાજે સો જેટલી ફિલ્મો પર કામ કરી રહ્યા છે. રાજપાલ યાદવે ન્યાયતંત્ર (Judiciary)પ્રત્યેનો પોતાનો ઊંડો આદર વ્યક્ત કરતા કહ્યું, “મને મારા દેશ, સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર પ્રત્યે અત્યંત આદર છે. અદાલત દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે, તે મને અને મારા પરિવારને સંપૂર્ણપણે સ્વીકાર્ય રહેશે.”


આ પણ વાંચો:16 કરોડના દેવામાં ફસાયા અભિનેતા રાજપાલ યાદવ: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કરશે બે સંપત્તિઓની હરાજી

આ પણ વાંચો:સલમાન અને અક્ષય કુમાર મારા વિના કામ નથી કરી શકતા”, રાજપાલ યાદવે જેલથી લઈને કરિયર સુધીના કર્યા ખુલાસા

આ પણ વાંચો:રાજપાલ યાદવની પત્નીએ કહી આપવીતી, જ્યારે તે તિહાર જેલમાં કેદ હતા ત્યારે તેમના પરિવારે સહન કરી મુશ્કેલીઓ