Jamnagar News/ જામનગરમાં Chicken Rollથી 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)ની અસર બાદ દર્દીઓને જામનગરની જી.જી. હોસ્પિટલ (GG Hospital Jamnagar)માં લઈ જવામાં આવ્યા હતા

Top Stories Gujarat Others
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ચિકન રોલ (Chicken Roll) ખાધા બાદ 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)ની અસર થતા ચકચાર મચી છે

Jamnagar News : જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ચિકન રોલ (Chicken Roll) ખાધા બાદ 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)ની અસર થતા ચકચાર મચી છે. A-1 રેસ્ટોરન્ટમાંથી ખોરાક લીધા બાદ અનેક લોકોને પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી જેવી તકલીફો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર બનતા અસરગ્રસ્તોને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ચિકન રોલ ખાધા બાદ લોકો બીમાર

મળતી માહિતી મુજબ, રવિવારે બેડેશ્વર વિસ્તારમાં આવેલી A-1 રેસ્ટોરન્ટ (A-1 Restaurant)માંથી અનેક લોકોએ ચિકન રોલ ખરીદીને ખાધા હતા. કેટલાક લોકો ખોરાકનું પાર્સલ ઘરે પણ લઈ ગયા હતા. ત્યારબાદ થોડા સમય બાદ એક પછી એક લોકોને પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટીની ફરિયાદો શરૂ થઈ હતી.

એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં વિસ્તારમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અસરગ્રસ્તોમાં બેડેશ્વર અને બેડી વિસ્તારના લોકોનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.

GG Hospitalમાં તાત્કાલિક સારવાર

ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)ની અસર બાદ દર્દીઓને જામનગરની જી.જી. હોસ્પિટલ (GG Hospital Jamnagar)માં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દ્વારા અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

અસરગ્રસ્ત દર્દી હારુન મહંમદ શેરના જણાવ્યા મુજબ, બેડેશ્વર અને બેડી વિસ્તારના આશરે 100 જેટલા લોકો અસરગ્રસ્ત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, હાલ ઉપલબ્ધ માહિતીમાં 50થી વધુ લોકો બીમાર પડ્યાની વિગતો સામે આવી છે. તબીબોના મોનિટરિંગ હેઠળ દર્દીઓની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જણાવાયું છે.

રેસ્ટોરન્ટના સેમ્પલ તપાસવાની માંગ

આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા ફૂડ સેફ્ટી (Food Safety) વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સ્થાનિકોની માંગ છે કે A-1 રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવે અને તેની યોગ્ય લેબોરેટરી તપાસ કરવામાં આવે.

ચિકન રોલ કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થને કારણે આ બીમારી થઈ છે કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સાથે જ જો ખોરાકમાં કોઈ ખામી સામે આવે તો જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.

આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી (Food Safety)ટીમ દ્વારા રેસ્ટોરન્ટનું ચેકિંગ કરવામાં આવે છે કે નહીં અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: આણંદના રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ: 200થી વધુ વિદ્યાર્થિનીઓ અસરગ્રસ્ત, 20થી વધુ હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો: સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગનો કહેર: એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી, 5 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: સાબરકાંઠા: ઈડરની શાળામાં ફૂડ પોઈઝનિંગની અસર, 45થી વધુ બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા