Entertainment News/ 16 કરોડના દેવામાં ફસાયા અભિનેતા રાજપાલ યાદવ: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કરશે બે સંપત્તિઓની હરાજી

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ (Rajpal Yadav) 16 કરોડથી વધુના દેવામાં ફસાયા છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શાહજહાપુરમાં આવેલી તેમની રૂ. 3.19 કરોડની બે પ્રોપર્ટીની હરાજી માટે નોટિસ જાહેર કરવામાં આવી છે.

Entertainment
Two properties of Rajpal Yadav to be auctioned.

Entertainment News :બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ (Rajpal Yadav)ફરી એકવાર ગંભીર કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓમાં ફસાયા છે. ચેક બાઉન્સના જૂના મામલાઓ વચ્ચે હવે તેમની આર્થિક સ્થિતિ વધુ વણસી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India) દ્વારા ઉત્તર પ્રદેશના શાહજહાપુર (Shahjahanpur)માં આવેલી તેમની બે મહત્વપૂર્ણ સંપત્તિઓની હરાજી માટે સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે, જેનાથી બોલિવૂડ અને તેમના ચાહકોમાં ભારે ચર્ચા જાગી છે.

રૂ. 16 કરોડથી વધુનું દેવું અને લોન વિવાદ

અહેવાલો અનુસાર, રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા'(Ata Pata Laapata) ના પ્રોડક્શન (નિર્માણ) માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી મોટી રકમની લોન લીધી હતી. સમયસર લોનના હપ્તા અને વ્યાજની ચૂકવણી ન થવાના કારણે આ કુલ બાકી રકમ વધીને આશરે રૂ. 16,61,64,000 થઈ ગઈ છે. બેંકે હવે આ રકમની વસૂલાત માટે ગીરો મૂકેલી પ્રોપર્ટીનો સીધો કબજો મેળવી ઓનલાઈન નીલામીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે ૯ સપ્ટેમ્બરે હાથ ધરાશે.

શાહજહાપુરમાં આવેલી રૂ. 3.19 કરોડની પ્રોપર્ટી જપ્ત

બેંકના સત્તાવાર રેકોર્ડ મુજબ, શાહજહાપુરમાં રાજપાલ યાદવની બે સંપત્તિઓ ગીરો મૂકેલી છે.શાહજહાપુર શહેરના અંદરના વિસ્તારમાં આવેલી છે.ગ્રામીણ વિસ્તારમાં આવેલી જમીન, ખેતરો અને મકાન છે.આ બંને પ્રોપર્ટીઝની અંદાજિત બજાર કિંમત રૂ. 3,19,26,000 આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ લોન માટે રાધા યાદવ અને માતા ગોદાવરી યાદવની મિલકતોને પણ ગેરંટર તરીકે મૂકવામાં આવી હતી, જેના આધારે જ બેંકે આ કડક કાનૂની કાર્યવાહી કરી છે.

મુંબઈમાં પણ નીલામીની પ્રક્રિયા અને કાનૂની સંકટ

માત્ર શાહજહાપુર જ નહીં, પરંતુ મુંબઈ સ્થિત તેમની અન્ય મિલકતોની હરાજીની પ્રક્રિયા પણ સમાંતર ધોરણે ચાલી રહી છે. જે કંપનીએ રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો, તેના માલિક પણ શાહજહાપુરના જ વતની છે. બેંકના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નિયમ મુજબ જ લોનની વસૂલાત માટે આ આકરા પગલાં લેવામાં આવ્યા છે.


આ પણ વાંચો : ‘બિગ બોસ OTT 2’ ફેમ જિયા શંકરે કરી સગાઈ: NRI બિઝનેસમેન સાથે સગાઇના બંધનમાં બંધાયા

આ પણ વાંચો : ‘મુસાફિર કેફે’ સીઝન 2 ની સત્તાવાર જાહેરાત: ચંદર, સુધા અને પ્રીતિની અધૂરી પ્રેમકથાનો કયો આવશે અંજામ?

આ પણ વાંચો : ‘બિગ બોસ 20’ નો ધમાકેદાર પ્રોમો આઉટ, સલમાન ખાને ઘોડા પર કરી ગ્રાન્ડ એન્ટ્રી