Gandhinagar News/ રૂપાલથી ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’નો પ્રારંભ: હર્ષ સંઘવીએ પ્રજ્વલિત કરી મશાલ, ચારેય તાલુકામાં ફરશે

Seva Jyoti Mashal Yatra: ગાંધીનગરના રૂપાલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત સેવા જ્યોતિ મશાલ યાત્રાનો પ્રારંભ થયો. હર્ષ સંઘવીએ મશાલ પ્રજ્વલિત કરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું.

Top Stories Gandhinagar Gujarat
Seva Jyoti Mashal Yatra: વરદાયિની માતાજીના દર્શન બાદ હર્ષ સંઘવીએ મશાલ યાત્રા શરૂ કરાવી

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના ઐતિહાસિક રૂપાલ ગામ (Rupal Village) ખાતે આજે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત જિલ્લા કક્ષાના ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ (Seva Jyoti Mashal Yatra) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મશાલ પ્રજ્વલિત કરીને યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના (Viksit Bharat 2047) સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં પણ ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

વરદાયિની માતાજીના મંદિરે પૂજન-આરતી

કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ રૂપાલ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ તેમણે મશાલ પ્રજ્વલિત કરીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હર્ષ સંઘવી પણ યાત્રામાં (Harsh Sanghavi Event) લોકો સાથે ચાલ્યા હતા અને ઉપસ્થિત જનમેદનીનો ઉત્સાહ વધાર્યો હતો.

Seva Jyoti Mashal Yatra: આત્મનિર્ભરતા અને વિકાસનો સંદેશ

આ પ્રસંગે ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ને જનસેવા, પારદર્શિતા અને સુશાસનનું પ્રતીક ગણાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાજ્યનો દરેક નાગરિક આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારા સાથે જોડાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.જિલ્લા કક્ષાની આ યાત્રા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાઓમાં ભ્રમણ કરશે અને વિવિધ વિસ્તારોમાં લોકો સુધી વિકાસલક્ષી યોજનાઓ તથા સરકારના સંકલ્પનો સંદેશ પહોંચાડશે.

આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત પક્ષ પ્રમુખ અનિલ પટેલ, જિલ્લા પ્રભારી રમેશ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, અધિક કલેક્ટર અમિત પરમાર સહિતના અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી વચ્ચે ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.


આ પણ વાંચો: જૂનાગઢમાં સિંહ-દીપડા બાદ હવે મગરનો ભય! નદીમાં પગ ધોતા આધેડ પર હુમલો

આ પણ વાંચો: કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન: લાંબી બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો: મહેસૂલી કર્મચારીઓનું આંદોલન : અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા