Patan News/ પાટણમાં હેરોઇનની હેરાફેરીનો પર્દાફાશ! એક્ટિવાની ડેકીમાંથી 1.85 ગ્રામ જથ્થો મળ્યો

Patan Heroin Seized: પાટણમાં ગોપાલક સ્કૂલ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક્ટિવાની ડેકીમાંથી 1.85 ગ્રામ હેરોઇન મળ્યું. પોલીસે બે યુવકોને ઝડપી રૂ.72 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Gujarat Top Stories Others
Patan Heroin Seized: 1.85 ગ્રામ હેરોઇન મળ્યું: બે યુવકો ઝડપાયા

Patan News: પાટણ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી (Patan Heroin Seized) સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે યુવકો ઝડપાયા છે. પાટણ શહેરની ગોપાલક સ્કૂલ (Gopalak School) સામે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ એક્ટિવા રોકી તપાસ કરતાં તેની ડેકીમાંથી પ્લાસ્ટિકની થેલીમાં માદક પદાર્થ મળી આવ્યો હતો. FSL તપાસમાં આ પદાર્થ હેરોઇન હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

Patan Heroin Seized : શંકાસ્પદ એક્ટિવા રોકી તપાસ કરી

પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસનો (Patan B Division Police) સ્ટાફ પાટણ-ડીસા હાઇવે પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન GJ-24-BG-9783 નંબરની કાળા રંગની હોન્ડા એક્ટિવા પોલીસને શંકાસ્પદ જણાઈ હતી.
પોલીસે એક્ટિવા અટકાવી તેની તપાસ હાથ ધરી હતી. વાહનની ડેકી ખોલીને તપાસ કરતાં પ્લાસ્ટિકની થેલીમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો.

FSL તપાસમાં હેરોઇન હોવાનું સામે આવ્યું

પોલીસે મળી આવેલા પદાર્થને તપાસ માટે મોકલ્યો હતો. FSL પરીક્ષણમાં તે હેરોઇન (Gujarat Drug) હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ઇલેક્ટ્રિક કાંટા પર વજન કરતાં જથ્થો 1.85 ગ્રામ થયો હતો.પોલીસે આ જથ્થાની કિંમત આશરે રૂ.37 હજાર આંકી છે.

બે યુવકો પોલીસની ઝપેટમાં

આ કાર્યવાહી દરમિયાન એક્ટિવા પર સવાર સમીર નાસીર શેખ (23) અને ચિન્ટુ વિનોદ પરમાર (20)ને પોલીસે ઝડપી લીધા છે.બંને પાસેથી બે મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા. પોલીસે વાહન, મોબાઇલ અને હેરોઇન સહિત કુલ રૂ.72 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વેચાણ માટે જથ્થો લાવ્યાની પોલીસને શંકા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને યુવકો આ માદક પદાર્થ વેચાણના હેતુથી લઈ જતા હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, હેરોઇન ક્યાંથી મેળવવામાં આવ્યું અને કોને આપવાનું હતું તે સહિતના મુદ્દે પોલીસ વધુ તપાસ કરી રહી છે.આ મામલે પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે બંને સામે NDPS એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: લક્ષદીપ નજીકથી ઝડપાયેલું 3 હજાર કરોડનું ડ્રગ્સ; ઈરાની બોટ નારગોલ બંદરે લંગારાઈ

આ પણ વાંચો: નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર? સુરતમાં MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

આ પણ વાંચો: અરબ સાગરમાં ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન, ₹3,000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું