Gujarat News:રાજ્યમાં ટેકનિકલ કેડરની 870 જગ્યાઓ માટે લેવાયેલી લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષા 23 ઑગસ્ટ, 2026ના રોજ યોજાઈ હતી, જેમાં આશરે 12 હજાર ઉમેદવારોએ પરિક્ષા આપી હતી.
PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની ફાઇનલ આન્સર કી જાહેર

ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ હવે ઉમેદવારોને પોતાના OMR અંગે રીચેકિંગ માટે અરજી કરવાની તક આપવામાં આવી છે. ઉમેદવારો 15 ઑક્ટોબર, 2026 સુધી અરજી કરી શકશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર હેઠળ PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની 870 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી માટે 23 ઑગસ્ટે લેખિત પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર રોલ નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ જેવી વિગતો દાખલ કરીને પોતાના માર્ક્સ ચકાસી શકશે.
કુલ 950 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા
GPRB દ્વારા PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર ઉપરાંત હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવી છે. વાયરલેસ વિભાગમાં 830 અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં 80, આમ કુલ 950 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
હવે દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા
ફાઇનલ આન્સર કી બાદ ભરતી પ્રક્રિયામાં આગળના તબક્કાની કામગીરી હાથ ધરાશે. CCTV ચકાસણી પૂર્ણ થયા બાદ લાયક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારોએ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી આગામી સૂચનાઓ પર નજર રાખવી જરૂરી રહેશે.
આ પણ વાંચો:NEET પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર, OMR શીટ માટે મળશે 15 મિનિટનો વધારાનો સમય
આ પણ વાંચો:OMR શીટ તપાસવા માટે નીન્જા ટેકનિક આવી તમે ક્યારેયન નહીં જોઈ હોય!
આ પણ વાંચો:OMR શીટ્સ પરીક્ષા કેન્દ્રમાં હોવાનું જાણતા આરોપીઓએ તેની સાથે ચેડાં કર્યા: CBI
