Punjab News: પંજાબના સરકારી કર્મચારીઓના પડતર મોંઘવારી ભથ્થા (DA)ની બાકી રકમના (Punjab DA Arrears) મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજ્ય સરકારના વલણ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે પંજાબના મુખ્ય સચિવ કે.એ.પી. સિંહા સામેના ફોજદારી અવમાનનાના કેસને સંબંધિત બેન્ચ સમક્ષ સુનાવણી માટે મોકલ્યો છે. આ મામલે હવે સોમવારે સુનાવણી થવાની છે.
Punjab DA Arrears: કર્મચારીઓના DA બાકી મુદ્દે સરકાર સામે સવાલ
શુક્રવારે મુખ્ય સચિવ કોર્ટમાં હાજર થયા હતા. કર્મચારીઓ તરફથી હાજર વરિષ્ઠ વકીલ સંજય કૌશલે દલીલ કરી હતી કે DAની બાકી રકમ અંગે હાઈકોર્ટના (Haryana High Court) નિર્ણયને પડકારતી રાજ્ય સરકારની અપીલ સુપ્રીમ કોર્ટમાં હજુ સુનાવણી માટે સૂચિબદ્ધ થઈ નથી.તેમણે સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે એક તરફ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પોતાના પડતર ભથ્થાની ચુકવણીની (Dearness Allowance Arrears) રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક અન્ય કેસોમાં સરકાર ઝડપથી અપીલ દાખલ કરીને કાર્યવાહી આગળ વધારી રહી છે. કર્મચારીઓના વકીલે સરકારના આ વલણને અસમાન ગણાવ્યું હતું.
અગાઉની સરકારો પર જવાબદારી ઢોળી
પંજાબ સરકાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે કર્મચારીઓની (Punjab Government Employees) DA બાકી રકમ અગાઉની સરકારોના સમયગાળાની છે. જોકે, હાઈકોર્ટે જણાવ્યું હતું કે ચુકાદો આપતાં પહેલાં સંબંધિત રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી.કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકારને હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર છે. પરંતુ અપીલ દાખલ કર્યા બાદ કોર્ટ સમક્ષ ખોટી માહિતી રજૂ કરવામાં આવી હોય તો તે ગંભીર બાબત છે. અપીલમાં રહેલી ખામીઓ દૂર કરવામાં વિલંબ અંગે પણ કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.
મુખ્ય સચિવ વતી બિનશરતી માફી
સુનાવણી દરમિયાન સરકારના વકીલ વિકાસ સિંહે મુખ્ય સચિવ વતી બિનશરતી માફી માંગી હતી. તેમ છતાં, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ફોજદારી અવમાનનાના કેસની સુનાવણી સંબંધિત બેન્ચ દ્વારા નિર્ધારિત રોસ્ટર મુજબ જ થશે.હવે સોમવારે થનારી સુનાવણી પર નજર રહેશે. આ મામલો પંજાબના સરકારી કર્મચારીઓની DA બાકી રકમ અને સરકારની કાનૂની કાર્યવાહી અંગે મહત્ત્વનો બની રહ્યો છે.
આ પણ વાંચો: PM મોદીના નામે ઓળખાશે નોઇડા એરપોર્ટ! અગ્નિવીરોને 20% અનામત, UP કેબિનેટના મોટા નિર્ણયો
આ પણ વાંચો: ‘પોલીસને લાંચ આપવા ભીખ આપો’, પોસ્ટર લઈને રસ્તા પર ઉતરી માતા-દીકરો
