કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે અમેઠીમાં હથિયારની ફેક્ટરીને લઈને મોદી ખોટું બોલ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, પ્રધાનમંત્રી જી, અમેઠીની ઓર્ડિનેન્સ ફેક્ટરીનો શિલાન્યાસ 2010માં મેં કર્યો હતો.
છેલ્લા થોડા વર્ષોથી અહીં નાના હથિયારોનું ઉત્પાદન થઈ રહ્યું છે. કાલે તમે અમેઠી ગયા અને તમારી આદત પ્રમાણે ફરીથી ખોટું બોલ્યા હતા. શું તમને જરા પણ શરમ નથી આવતી.
प्रधानमंत्री जी,
अमेठी की ऑर्डिनेंस फैक्ट्री का शिलान्यास 2010 में मैंने खुद किया था।
पिछले कई सालों से वहां छोटे हथियारों का उत्पादन चल रहा है।
कल आप अमेठी गए और अपनी आदत से मजबूर होकर आपने फिर झूठ बोला।
क्या आपको बिल्कुल भी शर्म नहीं आती?
— Rahul Gandhi (@RahulGandhi) March 4, 2019
અમેઠીની ઓર્ડિનન્સ ફેક્ટરીનો શિલાન્યાસ મેં જાતે 2010માં કર્યો છે. છેલ્લા ઘણાં વર્ષોથી ત્યાં નાના હથિયારોનું ઉત્પાદન થઇ રહ્યુ છે. તેવું રાહુલ ગાંધીનું કહ્યું છે.
