Bardoli News : સુરત જિલ્લામાં વન વિભાગના અધિકારી RFO સોનલબેન સોલંકીને ગોળી વાગી છે. આ ઘટના કામરેજ-જોખા રોડ પર બની હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, RFO સોનલબેનને કયા સંજોગોમાં ગોળી વાગી તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ગોળી કઈ રીતે વાગી તે રહસ્ય અકબંધ છે અને તેને લઈને શંકા સેવાઈ રહી છે.આ ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા RFO સોનલબેનને ગોળી વાગવા પાછળનું કારણ જાણવા અને ગુનેગારોને પકડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સોનલબેન સોલંકી સુરત આયોજન વિભાગમાં કામ કરતા હતા, તેમના પતિ સુરત RTO ઇસ્પેક્ટર છે.
આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા બે અંગદાન, માત્ર 12 કલાક કરાયા અંગદાન!
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં 700 દર્દીઓની પથરીની ઓપરેશન વગર લીથોટ્રીપ્સીથી પેઇનલેસ સારવાર…
આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં ચમત્કાર, મૃત જાહેર કરાયેલા રાજેશ પટેલનું ફરીથી ધબક્યું હૃદય
