Surat News: સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર છે. મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને કારણે સોમવાર, 12 ઓક્ટોબર, 2026ના રોજ પશ્ચિમ ઝોનમાં સાંજના પાણીના પુરવઠાને (Surat Water Cut) અસર થશે. પાલનપુર જકાતનાકા પાસે પાણીની પાઇપલાઇન ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી અનેક સોસાયટીઓના રહીશોને પાણીની મુશ્કેલી પડી શકે છે.
પાલનપુર જકાતનાકા પાસે પાઇપલાઇન ખસેડાશે
સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) હાઇડ્રોલિક વિભાગના જણાવ્યા અનુસાર, પાલનપુર જકાતનાકા પાસે મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ પાલનપુર સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે ફૂટ ઓવરબ્રિજનું (Rander Water Cut) બાંધકામ ચાલી (Surat Metro Project) રહ્યું છે. આ કામગીરીમાં જોગાણીનગર જળ વિતરણ મથકની ઓવરહેડ ટાંકી સાથે જોડાયેલી 450 મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન નડતરરૂપ બની રહી છે.
આથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) દ્વારા 12 ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી પાઇપલાઇનને અન્ય સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવશે.
Surat Water Cut: કયા વિસ્તારોમાં કેટલા વાગ્યે પાણી નહીં મળે?
સાંજે 4:45થી 8:50 સુધી અસરગ્રસ્ત વિસ્તારો: મેહુલક્ષ્મી સોસાયટી, રંગઅવધૂત સોસાયટી વિભાગ-3, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સુમન સંધ્યા આવાસ, હયાત રેસિડેન્સી, રોયલ હેરિટેજ, સુલ્તાનિયા જીમખાના વસાહત, રાંદેર ગામતળ અને આસપાસની સોસાયટીઓ.
સાંજે 5:30થી 8:50 સુધી અસરગ્રસ્ત વિસ્તારો: શાશ્વત કોમ્પ્લેક્સ, રિયલ કેદાર ભવન, સહજધામ રો હાઉસ, વસંત વિહાર રો હાઉસ, પરશુરામ ગાર્ડન, સુમન વિહાર, મિલન પાર્ક, ગ્રીન વેલી રેસિડેન્સી, શુકન રેસિડેન્સી, શુભમ પાર્ક, પ્રવેગ રો હાઉસ, ઋતુરાજ રો હાઉસ, સજની રો હાઉસ, મહર્ષિ અરવિંદ સોસાયટી, રામકુટીર રો હાઉસ, ભાગ્યનિધિ રો હાઉસ, સાંઈ જ્યોત રો હાઉસ, પાલવ રો હાઉસ, ગોવર્ધન પાર્ક, સરગમ પાર્ક, અક્ષરધામ સોસાયટી….
રાધા પાર્ક, કરણ પાર્ક, હરિદર્શન સોસાયટી, રામેશ્વર સોસાયટી, ઉમિયા પાર્ક, હરિદ્વાર સોસાયટી, આત્મન પાર્ક, માતૃછાયા રો હાઉસ, સાંઈ વિહાર રો હાઉસ, મણિનગર સોસાયટી, સાંઈ લીલા રો હાઉસ, આશાનગર, શિવ રો હાઉસ, સંસ્કાર પાર્ક, ઉમા પાર્ક સોસાયટી, હરિઓમ નગર, મણિરત્ન એપાર્ટમેન્ટ એન્ડ રો હાઉસ, શ્રીનાથ સોસાયટી, રેવાનગર સોસાયટી, નવરંગ સોસાયટી, કંકુનગર, પ્રસંગ રેસિડેન્સી, વેસ્ટર્ન વિલા, ગ્રીન એવન્યુ, ગુરુકૃપા સોસાયટી, યોગેશ્વર પાર્ક, રેખા પાર્ક તથા નજીકની સોસાયટીઓ.
રહીશોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવા અપીલ
પાઇપલાઇન ખસેડવાની કામગીરી દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં સાંજના પાણીના વિતરણમાં વિક્ષેપ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો સામાન્ય કરવામાં આવશે.આથી સુરત મહાનગરપાલિકા દ્વારા રહીશોને અગાઉથી પીવાના અને ઘરવપરાશના પાણીનો જરૂરી જથ્થો ભરી રાખવા તેમજ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રિપેરિંગના લીધે જામનગરમાં આજે પાણીકાપ, 60 હજાર ઘરો રહ્યા પાણી વગર
આ પણ વાંચો: અમદાવાદમાં પાણીકાપ, જાણો ક્યાં વિસ્તારનો પાણી પુરવઠો પ્રભાવિત
આ પણ વાંચો: આજે અમદાવાદમાં પાણીકાપ, જાણો ક્યાં વિસ્તારમાં ઓછું પાણી મળશે
