Ahmedabad News: ભૂપેન્દ્ર ઝાલા સાથે સંકળાયેલી કરોડો રૂપિયાની પોન્ઝી સ્કીમ(BZ Group)માં ક્રિકેટરો સાથે થયેલી છેતરપિંડીનો મામલો હવે કોર્ટમાં ગરમાયો છે. આ કેસમાં રાજ્યની વડી અદાલતે તપાસ એજન્સીઓની કામગીરી સામે કડક સવાલો ઉઠાવ્યા છે અને સ્પષ્ટ જવાબ રજૂ કરવા કહ્યું છે.
BZ Groupમાં ક્રિકેટરોના રોકાણનો વિવાદ
આ વિવાદમાં હર્ષલ પટેલ (Harshal Patel), રાહુલ તેવટિયા (Rahul Tewatia) અને જયંત યાદવનાં રોકાણ સંકળાયેલાં છે. આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સના પૂર્વ મેનેજર ધવલ શાહ, તેમનાં પત્ની પુનિતા શાહ અને વિરલ શાહની ભૂમિકા શંકાસ્પદ ગણાઈ રહી છે. આક્ષેપ મુજબ, ધવલ શાહે ક્રિકેટ જગતમાં પોતાના પદ અને ઓળખનો લાભ લઈને ઝાલા માટે રોકાણકારોનો ભરોસો જીત્યો હતો. ઓછા સમયમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવાયું, પરંતુ મુદત પૂરી થયા પછી પણ રકમ પરત મળી નહીં.
ક્રિકેટરોના વકીલની રજૂઆત
ક્રિકેટરો તરફથી હાજર રહેલા એડવોકેટ કિશન ચકવાવાલાએ કોર્ટને જણાવ્યું કે બોડકદેવ પોલીસ સ્ટેશન સહિતના અધિકારીઓને લેખિત ફરિયાદ આપવા છતાં કાર્યવાહીમાં જાણી જોઈને મોડું કરાયું છે અને ઉદાસીનતા દાખવાઈ છે. તેમણે કહ્યું કે આટલા મોટા કૌભાંડના મુખ્ય જવાબદારો સામે યોગ્ય ગુનાઇત કલમો હેઠળ નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
પોલીસ અને તપાસ એજન્સી સામે સવાલ
આ પહેલાં પણ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)એ પોલીસને ફરિયાદો પર ઝડપથી નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. હવેBZ ફાઇનાન્સિયલ સર્વિસિસ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં ધવલ શાહ, પુનિતા શાહ અને વિરલ શાહને આરોપી કેમ ગણવામાં આવ્યા નથી, એવો સવાલ ઉઠાવીને કોર્ટે CID ક્રાઇમ (CID Crime) પાસે જવાબ માગ્યો છે.. આગામી સુનાવણીમાં તપાસની પ્રગતિ અને સંબંધિત અધિકારીઓની હાજરી અંગે કડક સૂચના અપાઈ છે, તેથી આ કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ડોનેશનના નામે મોટું કૌભાંડ? 3 CA સહિત 9 સામે CID ક્રાઈમમાં ફરિયાદ
આ પણ વાંચો:અમરેલીમાં 600 કરોડથી વધુના SD PAY કૌભાંડમાં 9 ઝડપાયા, વધુ 11 નામ આવ્યા સામે
આ પણ વાંચો:અમદાવાદમાં નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ, આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ
